ચ્હા વેચવાવાળો બાળકની માતાએ એવા સંસ્કારો આપ્યા કે આજે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા

આજે ભારતદેશનાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોવાથી શુભકામના પાઠવું છું. લગભગ બે વર્ષ પુરા થયા બારડોલી સ્વરાજ આશ્રમના ગાંધીયન અને સૌ માટે પ્રેરણાસ્ત્રોત નિરંજનાબેન કલાર્થી અંકલેશ્વરમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા. જીઆઈડીસીની સ્કૂલોમાં ભણતી નવી પેઢીની માતાઓના કાર્યક્રમમાં વિષય હતો કે આદર્શ કુટુંબ દ્વારા આદર્શ સમાજ પાર નિરંજનાબેન બોલવાનું હતું. સંસ્કારીનગરી વડોદરામાં વિનોબાભાવે માતાએ ગર્વથી ઊંચું કરી શકે એવા ત્રણ રત્નો આપ્યા.પુતળીબાઈએ  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ને અને લાડબાએ દેશને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ આપ્યો.આમ તો આદર્શ વાતાવરણ સર્જવા માટે માતા કે સ્ત્રી પાસે કોઈ ડિગ્રી લેવાની ક્યાંયે જરૂરી નથી.અને સ્ત્રીની નૈતિક અને આધ્યાત્મિક કેળવણી વગર આદર્શ રાષ્ટ્રની રચના ન થાય.
           વધુમાં નિરંજનાબેન માતા એ સમયે ઉત્તમ દાખલો આપ્યો કે ગુજરાતના હીરાબા એ નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો કે ભૂતકાળમાં ચ્હા વેચવાવાળો બાળક આજે ભારત દેશના વડા પ્રધાન બની ગયો.હીરાબાએ સારા સંસ્કારો આપીને તેમનું ઘડતર કર્યા બાદ દેશના કલ્યાણ માટે સક્ષમ બની ગયા.
       આદર્શ માતા માટે નિરંજનાબેન નું કહેવું  હતું કે બાળકને મોટું થઈને નકસલવાદ,કાળા બજારિયો કે આંતકવાદી ન બને એવા સંસ્કાર આપજો.બાળકોને નવા જમાના અને સમય સાથે નવું ચોક્કસ શીખવા દો પણ તેમાં સંસ્કાર રેડવું ક્યારેય ભૂલશો નહી.દરેક કુટુંબના મૂળમાં "માં" હોવાથી દરેક સમાજમાં મૂળમાં "આદર્શ કુટુંબ" છે.આમ પણ બાળકોને ખુલ્લું મેદાન આવશ્ય આપવું પણ તેને સંયમ ચોક્કસ શીખવાડવું પડશે.બાળકોમાં સંસ્કારોનું રોપણ કરવામાં આવે તો અને તેનું સિંચન કરવામાં આવશે તો ભવિષ્યમાં એક આદર્શ સમાજ બની શકશે.
     જો કે આજે નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ આ વાત યાદ કરી.
 



(આમ તો હિન્દૂ પરંપરા પ્રમાણે શુભ કાર્યમાં ગણેશજીની પૂજા થાય છે..!!) યોગનુંયોગ વિગ્નહર્તા ગણેશજીના તહેવાર વખતે જ મારા દીકરાનો જન્મદિવસ


આજે મારો દીકરો ચિ.પૃથ્વીરાજનો જન્મ દિવસ છે.તા-૯/૯/૨૦૧૦ના રોજ ચિ.પૃથ્વીરાજનો જન્મ થતાં આજે સમજણો થઇ ગયો છે.અપવાદ એકાદ વખત છોડતા જયારે પણ પૃથ્વીરાજનો જન્મદિવસ આવે એટલે વિગ્નહર્તા ગણેશનો તહેવાર આવે.આ વખતે પણ ગણપતિ દાદાનો તહેવાર છે.આમ તો હિન્દૂ પરંપરા પ્રમાણે શુભ કાર્ય પણ વિગ્નહર્તા ગણપતિ દાદાના પુંજનથી કરતા હોય છે.
    પૃથ્વીરાજ ઉંમરમાં ખુબ જ નાનો પણ આજે પણ "હું" ની જગ્યા એ "તું" ભાવના ખરી.બીજાના માટે કામ કરવાની તૈયારી જોતા પરોપકારી જીવનો ખરો.નાની ઉંમરનો હોવાથી આજે પણ તેના પર મારી નજર જાય છે.પૃથ્વીરાજ (મારા માટે ખ્યાતનામ) અંકલેશ્વરની સંસ્કારદીપ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હોવાથી શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન બખૂબી થઇ રહ્યું છે.ગુજરાતી કહેવાતો પ્રમાણે ઘાટ હોય તો ઘડામણ અવશ્ય થાય.
      આજે પણ મને કેટલાક અઘરા પ્રશ્નો એવા પૂછે તેનો જવાબ આપવો કપરો હોય છે.ત્યારે તેની બુદ્ધિક્ષમતા અને તેના 'આઈક્યુ' જોતા મને આશ્રર્ય થતું હોય છે.ભણવામાં પણ તેની યાદશક્તિ બેનમૂન પણ રમત રમવામાં પણ પાવરધો. પોતાની હાઈસ્કૂલમાં નાના વિધાર્થીને સપોર્ટ કેમ્પસમાં રમવા લઇ ગયા ત્યાં પણ પૃથ્વીરાજ સિલેકટ થયો.આજે પણ આ હાઈસ્કૂલ ટેનિસ બોલ રમવા માટે ટેનિસ કોટમાં લઇ જાય છે.
         આજે પણ પૃથ્વીરાજ માટે જન્મ દિવસ હોય વહેલી સવારે ઉઠીને ન્હાઈ-ધોઈને ઘરે  પહેલા તો મંદિરમાં ખુબ જ કૃતજ્ઞતાથી પગે લાગ્યો.સ્ટાફ અને વડીલોના ચરણસ્પર્શથી શુભ આશિષ લીધા...!!

(આમ તો હિન્દૂ પરંપરા પ્રમાણે શુભ કાર્યમાં ગણેશજીની પૂજા થાય છે..!!) યોગનુંયોગ વિગ્નહર્તા ગણેશજીના તહેવાર વખતે જ મારા દીકરાનો જન્મદિવસ


પટેલ,પાવર એન્ડ પોલીટીક્સ..!!!



         પાટીદાર સમાજ કે પટેલ શબ્દો આજે કાને અથડાઈ. આમ તો પટેલ શબ્દો માત્ર ગરવા ગુજરાતમાં રાજકારણ માટે જ સાંભળવું પડે એમ નહિ પરંતુ સાહસિક પ્રજા છે. ભૂતકાળમાં ગુજરાતી પટેલો અરબી સમુદ્ર ઓળંગીને કમ્પાલા, મોમ્બાસા,ઝાંઝીબાર, એડીસ,ઝીમ્બાવે, દક્ષિણ આફ્રિકા,આખુ અમેરિકામાં પાટીદારો વસે છે. આમ તો પાટીદાર સમાજ આખી ડૂઇંયામાં પથરાઈ ગયા હોવાથી મિસ્ટર પટેલ કહીને બોલાવે.
      આમ તો પાટોદરો ઇન્ટરનેશનલ કે પટેલ ઈન કોર્પોરેટેડ નામની કોઈ સંસ્થા આધાર હોય એવું સાંભળ્યું નથી.પાટેકને મદદ કરવા માટે કોઈ સામાજિક કે ધાર્મિક પ્રતિષ્ઠાની જરૂર ન હોય. દરેક પટેલ પોતે જ એક સંસ્થા છે.પટેલ માટે મારે વિશેષણ વાપરવાના હોય તો પોતાના પાર હસતા રહેવાની એક ગજબની ખેલદિલી છે.આમ તો પારસી સમાજમાં પણ પટેલ અટક હોય.મુસ્લિમમાં પણ પટેલ છે.
            ગુજરાતમાં તો કણબી શબ્દ વપરાતો હતો.અને આજે પણ વપરાય છે.મુખ્ય ગુજરાતમાં પાટીદાર શબ્દ વધારે પ્રચલિત છે. ચરોતર વિસ્તારમાં પાટીદારોનું આધિપત્ય ખરું અને અત્યંત ધનિક વિસ્તાર.આમ તો ચરોતરના લેઉવા પાટીદારો ભૂતકાળમાં આફ્રિકામાં પહોંચ્યા બાદ અમેરિકામાં પણ ગયા.અમેરિકામાં એક પછી એક મોટેલો ખરીદતા જાય છે.એટલે મિસ્ટર પટેલ અમેરિકામાં મોટેલમાલિક બની ગયા.આખો પરિવાર પરિશ્રમી રાત-દિવસ એક કરીને ગુજરાતમાંથી અમેરિકા ગયેલા પટેલ ધનાઢય બની ગયા.
     આમ તો પાટીદારના હૃદયની સાઈઝ માટે એમ કહેવાય છે કે સામાન્ય ગુજ્જુનાં હૃદય ની સાઈઝ કરતા જરા મોટી હોય.પાટીદારમાં પરિવારમાં પ્રસંગ હોય તો મોટી સંખ્યામાં ખવડાવે-પીવડાવે અને ક્યારેક લાખો રૂપિયા વહાવડાવે.પાટીદારની જીભ અન્ય ગુજરાતીઓ કરતા જરા ધારદાર લાગે.તેઓ ધરતીફાડીને ધન પેદા કરવાની ખુમારી ખરી.
      કાચુ સોનુ પકાવનાર એ જ છે ગુજરાતનો પાટીદાર !!


માતૃત્વનો નિર્દોષભાવ

  માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...