આવતી કાલે પોતાનું ગામ રળીયામણા સાથે "હાઈટેક" હોય એ જોવાની ફરજ


આ ગામમાં તમામ લોકો હળીમળીને રહે,સલામતીના મુદ્દામાં આખા ગામમાં એક કે બે વર્ષ નહિ પણ દાયકાઓથી એ ગામમાં કોઈ પોલીસ ફરિયાદ ન થાય અને આખું ગામ આજના સંજોગોમાં ગોકુળિયું નહિ પણ હાઈ ટેક અને રળિયામણું ગામ બની શકે, ગ્રામ પંચાયતનો હોદ્દેદાર આખા ગામનો સર્વાંગી વિકાસ થાય એ ભાવનાથી કામ કરે,અને ગ્રામ પંચાયતની ચૂંટણી આવે એટલે આવતીકાલને વિઝનથી જોનારા લોકો માટે એકરાગે વિના વિરોધે બિનહરીફ થઇ જાય....!! ત્યારે છેલ્લા માણસને મોઢામાંથી એક વાક્ય નીકળે "મારૂ ગામ રૂડું અને રળિયામણું છે...!!"
    જો કે આજે ગ્રામ પંચાયતોની ગુજરાતમાંચૂંટણી છે. આપણું ગામ મોડેલ અને અન્ય લોકોને દિશા આપી શકે એવી સૌને તમન્ના હોય.ગ્રામ પંચાયત કર્તાહર્તા પોતાનું ગામ દર દર ભટકતું હોવા કરતા તેની આવતીકાલ સારી હોય અને નેક્સ્ટ જનરેશન પણ સુવિધાથી સજ્જ યાદ કરે એ કામ કરવાની મથરાવટી દેખાવી જોઈએ. જૂનું પુરાણું ગામને એક અદ્દલ ગામ બીજે તો કંઈ પરંતુ ગુજરાતમાં એક દિશા આપનારું ગામ ચોક્કસ બની શકે.
      આવા ગામો આજે શોધવા જઈએ તો લાંબે દૂર જોવા મળે.તેમ છતાં ગુજરાતનો પાડોશી રાજસ્થાનનો એક કિસ્સો યાદ આવ્યો.રાજસ્થાનના જયપુર નું સોડા ગામમાં  આકર્ષક પર્સનાલિટી ધરાવતી,એકદમ ગ્લેમરસ અને એમ.બી.એ ભણેલી તેજતરાર મહિલા છવિ રાજાવત સરપંચ બની.તેના ઇતિહાસમાં જઈએ તો છવિ ના પિતા લશ્કરના નિવૃત્ત બ્રિગેડિયર રઘુવીરસિંઘ પહેલા સરપંચ છોડ્યા બાદ આ ગામ નધણિયાતું બની ગયું.લેભાગુ સરપંચથી થાકી જતા ગામલોકો  ગયા હતા. ગામલોકોની નજર નિવૃત બ્રિગેડિયર રઘુવીરસિંઘ ની પૌત્રી છવિ રાજાવત પર પડી. ગામની ઈચ્છા એવી હતી કે પોતાના ગામના ઉદ્ધાર માટે છવિ રાજાવતને સરપંચ બનાવવી જોઈએ.
      આમ તો છવિ રાજાવત ના માતા પિતા અને પરિવાર જયપુરમાં રહીને હોટેલ મેનેજમેન્ટ નું કામ સાંભળતા હતા.છાવીને ઘોડેસવારીનો અને ડ્રાંઈવિંગ શોખ ખરો.છવિએ અભ્યાસ પૂરો કર્યા બાદ લાખો રૂપિયાના પેકેજ સાથે કાર્લસન હોટેલ જૂથ કે એરટેલ કંપનીમાં નોકરી કરી હતી. ક્યારેક ગામમાં એસયુવી ડ્રાઈવ કરીને જતી ત્યારે ગામલોકો તેને જોતા જ રહી જતા હતા.રઘુવીરસિંઘ ની અલ્ટ્રા  મોડર્ન પૌત્રી છવિ રાજાવતને સરપંચ બનાવવા માટે સોડા ગામના સૌ ગ્રામજનો એક બસમાં જયપુર પહોંચી ગયા.
     આમ તો ગ્રામજનોની આવી મોડર્ન અને સફળ યુવતીને સરપંચ માટે રાજી કરવા એક કામ અઘરું કામ હતું, પણ ગામલોકો ઘણી આશા સાથે ૨૮ વર્ષની છવિને મળવા ગયા અને તેમણે છવિને કહ્યું કે "ગામના ઉદ્ધાર માટે તમે આગળ આવો એવી આશા સાથે અમે તમારી પાસે આવ્યા છીએ..!!". ગામલોકોનો પ્રેમ,હૂંફ અને આદર ની લાગણી જોઈને છવિએ સરપંચ બનવાની તૈયારી થતા આ ગામમાં આનંદ આવી ગયો.ચૂંટણીમાં છવિ રાજાવત જીત્યા બાદ રેઈન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી જળના સંચયની યોજના બનાવી. ગામમાં એક તળાવ હતું એ બહુ ગંદું હતું એટલે તેના પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ થઈ શકતો નહોતો. છવિએ સરકારી અધિકારીઓની મદદ માગી, રેઢિયાળ તંત્રએ મદદ કરવાની ઘસીને સાફ શબ્દોમાં ના પડી દીધી.
        આવા તઘલખી અનુભવો બાદ છવિએ હાર ન માનીને એક મોટી કાનપિ પાસેથી તળાવ સ્વચ્છ કર્યું.ગામનો રસ્તો હોય કે નાના મોટા ગામના કામો કરવા માં છવિ સરપંચ પદ નિભાવ્યું.સાથે છવિ રાજાવત તેની માતા સાથે ફ્રીના સમયમાં હોટેલનું સંચનાલ કરી લેતી.!!  આ કામ જોઇજો છવિએ ૨૦૧૧માં સંયુક્ત રાષ્ટ્ સંઘમાં આયોજિત 'ઈન્ફો પ્રોપર્ટી વિશ્વ સંમેલન'માં દુનિયાભરના મંત્રીઓ અને રાજદૂતોને તેની સ્પીચ આપી હતી.સાથેપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામે નવી દિલ્હીમાં પ્રાધ્યોગિક સમારોહમાં છવિને સન્માન કરવામાં આવ્યું..!!!
    આ પ્રસંગ જોતા મહિલા અભણ નહિ પરંતુ પોતાની તાકાતથી કામ કરે એટલે સબળા બની જાય...!! આપણે પણ ગુજરાતમાં ખમતીધર ગામડાને દીર્ઘદ્રષ્ટિ પ્રગતિ કરે એવા લોકોની જરૂર છે.કદાચ આ ગ્રામ પંચાયતમાં આવા કુનેહવાળા લોકો ઉભા થાય જોવું પડે..!!!


Rajput Baisa - Chhavi Rajawat

હસ્તમેળાપમાં બેસતા દીકરીએ આઘા ઉભેલા પિતાજીને બોલાવીને ચરણસ્પર્શ કરતા રડી પડ્યા..!!

લગ્નના હસ્તમેળાપમાં બેસતા પહેલા વહાલસોયી દીકરીએ આજુબાજુ પોતાના બાપ તરફ નજર દોડાવીને દેખાતા કહ્યું કે ઓ પપ્પા..!! તેના પિતા દૂર હતા નજર જતા નજીક આવીને કહ્યું કે બોલ બેટા,શું હતું...!! કઈ કામ હતું.
     દીકરીને પોતાના પિતા તદ્દન નજીક આવતા કહ્યું કે કંઈ નહિ પપ્પા...!! એમ કહીને સંસ્કારી દીકરીએ હસ્તમેળાપમાં બેસતા પહેલા પોતાના બાપના પવન પગલાં ચરણસ્પર્શ કર્યા. જેમ દીકરીના લગ્નમાં પૂ.મોરારીબાપુ નવરસ આવે તેમાં પણ છેલ્લો કરૂણ રસ આવે...!! હજુ તો વિદાયનો પ્રસંગને વાર હતી.ત્યાં દીકરીને પગે લગતા જોઈને તેનો બાપ રડીને અડધો થઇ ગયો...!!! આ ઘટના લગભગ સાડા પાંચ વર્ષ બની ત્યારે આખો આનંદનો પસંગ વસમી વિદાયમાં ફેરવાઈ ગયો. 
     સાડા પાંચ વર્ષ પહેલાની સત્ય ઘટના છે.સભ્યસમાજ જીવનના એક મોભી હોય.કંઈ પણ નાની મોટી ઘટના બને તેમાં યોગ્ય રસ્તો બતાડે એવા મોભ સમા વડીલવ્યક્તિ.આવા વડીલ ને ત્યાં પોતાની દીકરીના લગ્ન હતા.હાથમાં મહેંદી હોય અને માથે પાનેતર પહેરીને સાત પેઢીના ફેરા ફરવાના હતા એવા લગ્ન હતા.દીકરીના લગ્ન હોય ત્યારે આખો દિવસ આનંદમયી અને અંતે તો "કાળજા કેરો કટકો મારો...." એ ગીત યાદ આવીને કઠોર દિલના માનવી ભાંગીને ભુક્કો થઇ જતા હોય છે.
        કંઈક આવી ઘટના વિદાય પ્રસંગ પહેલા જોવા મળી.રાત્રે એ લગ્નમાં હસ્તમેળાપનો સમય હતો.મંડપમાં એ દીકરી આવીને હસ્તમેળાપમાં બેસતા પહેલા પોતાના પિતા આજુબાજુ છે કે નહિ એ જોતી હતી.ક્યાંક દૂર ઉભેલા તેના પિતા દેખાતા દીકરીએ બૂમ પડી  પપ્પા....!! દીકરીનો અવાજ તેના પિતાના કાને સંભળાયો તેના તરફ નજર ઘુમાવીને કહ્યું કે
બોલ બેટા...!! પિતાને જોઈને પિતાની લાડકવાયી દીકરી એ ઈશારામાં કહ્યું કે જરા અહીંયા આવોને..!! પોતાની દીકરી બોલાવે એટલે કંઈક કામ હશે એમ માનીને પિતા હસ્તમેળાપ પાસે પહોંચી ગયા. પિતાએ દીકરી કહ્યું કે બોલ બેટા, કઈ કામ હતું...!!!!!
      દીકરીએ પિતાજીને કહ્યું કે કંઈ નહિ પપ્પા..!! બસ એમજ, હસ્તમેળાપમાં બેસતા પહેલા વહાલસોયી દીકરીએ પોતાના પિતાજીના ચરણસ્પર્શ કર્યા બાદ મંડપમાં બેઠી.દીકરીના આજ સંસ્કાર આખા સમાજે નજરે નિહાળ્યું.હજુ તો લગ્નના વિદાયનો પ્રસંગ બાકી હતો ત્યાં દીકરીને પગે લગતા જોયા બાદ તેના પિતા ધ્રુસકે અને ધૂસકે રડી પડ્યા..!! આનંદનો પ્રસંગ જાણે વહાલો કરૂણ પ્રસંગ આવી ગયો હોય એવું લાગતું હતું.
    .જે ઘટના મેં નજરે નિહાળ્યા બાદ મારી આંખો પણ ભરાઈ આવી.મને એમ થતું હતું કે જો કે આમેય છેક્છેલ્લે સુધી લગ્નમાં રહું છતાં પણ કન્યાવિદાયનો પ્રસંગ અમારી હિંમત ન હતી.જેને કારણે વિદાય પહેલા દીકરીના પિતાને રડતા જોઈને અમારે ઘરે જવા નીકળી ગયા.
       આ લગ્નમાં દીકરીની વિદાય બાદ દીકરીના પિતાજી મોં મૂકીને રડ્યા. ખુબ જ રડ્યા આમ પણ. મક્કમ હૃદયના વ્યક્તિ હોવા છતાં પોતાની દીકરી વિદાય વખતે ખુબ જ રડ્યા હતા.દીકરી સાસરે જતી વેળા આખરે મોબાઈલ પર કારમાંથી પોતાના પપ્પાને ન રડવાનું જ્ણાવેઆખરે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય એ આપણે ખ્યાલ આવે...!!

તમારી દીકરીને મારાથી કંઈ કહેવાયું તો મને માફ કરી દેજો .હવે તમારી દીકરી મારા પુત્રની વહુ નહિ પણ મારી દીકરી કરતા સવાઈ રાખીશ : સાસુના દીકરીના પિતાને સંવેદનસરભર શબ્દો ..!!!


ભાઈ-ભાઈનો પ્રેમ,બાપ-દીકરાનો પ્રેમ,માં -દીકરાનો પ્રેમ,એમ હવે "બાપ -દીકરી"નો અમુલ્ય પ્રેમથી આપણને એવો ખ્યાલ આવતો હોય કે દીકરીની જવાબદારી આપણા માટે વધારે હોય છે દીકરા કરતા .!! દીકરોએ બે કુળને ઉજાળે છે .જયારે દીકરી ત્રણ કુળને તારણહાર છે.દીકરા માટે બાપ અને મોસાળને ઉજળું કરે છે .જયારે દીકરી પિયર-મોસાળ અને સાસરું એમ ત્રણ કુળને ઉજળું કરે જો કે દીકરીના જીવનમાં બે ભાગ પડે છે .જયારે દીકરાના જીવનમાં બે ભાગ પડતા નથી .કારણ કે દીકરાનો જન્મ થાય ત્યાં જ મૃત્યુ પામે છે .જયારે દીકરીનો સ્મશાન પણ જુદું હોય છે .એટલે કવિઓએ દીકરીને "કાળજાનો કટકો" કીધો છે.દીકરી ગમે એવી મોટી થાય,બે સંતાનોની માં બને,છતાં બાપના આંગણે આંટો મારવા આવે એટલે એ નાની જ લાગતી હોય છે .
દીકરીને પોતાના બાપનું ઘર વહાલું લાગતું હોય છે .ઘરે આવીને જયારે બાપને મળવા જાય ત્યારે બાપ કહે છે કે મારો વિહામો આવ્યો , બેટા તું મજામાં..!! જયારે દીકરી બાપને પૂછે છે કે હું તો મજામાં છું પણ તમે મજામાં છો ..!! એ સમયે દીકરીના પિતાને જે ટાઢક થાય છે તે ટાઢક કદાચ હિમાલયની ગોદમાં પણ નહિ મળે .બેટા હું બહુ મજામાં છું એવો જવાબ પિતા આપતો હોય છે .
પંખીના માળા જેવું રૂડું ગામમાં મરદ માણસની દસથી અગિયાર વર્ષ દીકરી આંગણા રમતી હોય ત્યારે આંગણું રૂડું લાગે છે .આપના ભારત વર્ષમાં જેના આંગણે તુલસીનો ક્યારો ન હોય અને જેને આંગણે દીકરી રમતી ન હોય એ આંગણું રૂડું ન લાગે ."તુલસીનો ક્યારો અને દીકરી એ આંગણાની શોભા છે" જે આંગણામાં દીકરી રમતી હોય તો બાપની આંખના ખૂણા ભીના થઇ જાય.દીકરીને જન્મ આપીને માં મારી ગઈ હતી.દૂધ પાઈને દીકરીને પિતા મોટી કરી હતી .સમજણનો સીમાડો એટલે દીકરી કહેવાય.એકવાર બાપની સાથે દીકરી બેસીને સારી સારી વાતો કરતી હતી.દીકરીએ પિતાના પિતાને કહ્યું કે બાપુ હું એક વાત કરું આપને .!!! દીકરીને વાત સાંભળીને પિતાજી કહ્યું કે બોલ બેટા .!!
દીકરીએ કહ્યું કે બાપુ તમે બીજા લગ્ન કરી લો .!!બીજા લગ્ન કરશો તો એટલે મને માં મળશે .માં મળે એટલે કેટલીક શિખામણ મળે .માં વિના દુનિયામાં કોઈ શિખામણ નહી આપી શકે બાપુ .અને માં મને શિખામણ આપશેને એ તેના સહારે સહારે આ સંસાર સાગર સહેલાઈથી તરી જઈશ..!! .
દીકરીની કાકલુદી પિતા સામે અણધારી વાતો કરતા એવો જવાબ આપ્યો કે બેટા ..!! દીકરી તરત જ જવાબ આપ્યો કે હા બાપુ હું બધું સમજુ છું .એની કઈ ચિંતા ન કરો તમે .!! ફરી પિતા કહ્યું કે દીકરી તો બીજું તો કઈ નહિ પણ તારી નવી માં આવે અને કદાચ તને દુઃખ દે અથવા તો તારી આત્મા દુભાય તો બેટા હું નરકનો અધિકારી બનું .દીકરીને પાસે બેસાડીને પિતાએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે આપણા ગામના ગૌર મહારાજની દીકરીના  લગ્ન થયા હતા.ત્યારે તારી માં આણું વાળીને આવી હતી ત્યારે ગામની બધી બહેનો સાથે ગૌર મહારાજ ની દીકરીનું કરિયાવર જોવા માટે ગઈ હતી .કરિયાવર જોતા જોતા કોઈને વિચાર ન આવ્યો પણ તારી માંને એવું દુઃખ થયું કે કરિયાવરમાં ભરત ગુંથણ નહીને ચાદરો પણ ન હતી અરે આ ગૌર મહારાજની દીકરીની માતા મરી ગયા કરીયાવારની આવી હાલત જોવી પડી .એ ઘરે આવીને તારી માં ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી.મેં પૂછ્યું કે કેમ રોઈ છે .!!!
તારી માં એ એવો જવાબ આપ્યો કે કાઈ નહિ..!!પટારો ખોલીને ભરત ગુથણ ,ચાદરો,તોરણ લઇ જઈને બ્રાહ્મણ દીકરીના કરિયાવરમાં મુક્યા એની માં નહિ ત્યારે ભરત ગુથણ નહિ.ત્યારે મેં કહ્યું કે તારે ત્યાં દીકરી થશે તો શું આપીશ.ત્યારે તારી માંએ એવો જવાબ આપ્યો કે એને તો મારો ભગવાન આપશે.બેટા,મને તો એની વાત યાદ આવે છે .હવે બીજુ ઘર નથી કરવું,મારે બીજા લગ્ન નથી કરવા.!! વહાલસોયી દીકરીએ ફટાક દઈને એવો પિતાને જવાબ આપ્યો કે પિતાજી તમે બીજા લગ્ન નહિ કરો તો તમને મારા સોગંધ છે.તમે મારા માટે મન નહી બાળો આટલું કહીને દીકરી રડવા માંડી.
દીકરીને ચોધાર આંસુ રડતા જોઈને પિતાજી વામણા થઇ ગયા એમ કહ્યું કે બેટા તુંએ મને લાચાર કરી દીધો..!! લગ્ન કરવાની હા પડી દીધી.પછી એમ કહેવાય છે કે બીજા લગ્ન કરી લીધા.દીકરીને નવી માં ઘરે આવી.બીજવર પુરુષે એમ કહે છે કે મારી દીકરીનું ધ્યાન એને દીકરાની જેમ મોટી કરી છે.એની માં યાદ આવી નથી.તેનો જન્મતા જ એની માં મરી ગઈ છે.દીકરીનું ધ્યાન રાખજે ..!!!
સમાજના તાણાવાણા મુશ્કેલ છે.હવે તો ધીરે ધીરે માવી માંએ દુઃખ દેવાનું શ્રી કરી દીધું છે.જો કે દીકરી સમજી ગઈ હવે મારે દુઃખ દહાડા આવે છે એને સહન કરવાનું છે કાઈ વાંધો નહિ.નવી માંનું દુઃખ સહન કરીને દીકરી બાપને ભાત આપવા ખેતરે જાય ત્યારે કોઈ જોઈ નહિ એમ ખૂણે બેસીને બે આંસુડા પડી લે છે.છાનું છાનું રોઈ લે છે.ખેતરના સેઢે બેસીને માંને યાદ કરીને રૂદન કરે છે.તેના પિતાને ખબર ન પડે એ રીતે જન્મ આપનારી માતાને યાદ કરી કરીને મનમાં અને મનમાં કહે છે કે હે માં મને તારી છાયા ન મળી.મને તારી હૂફ ન મળી અને મને તારું હેત ન મળ્યું.પિતાને ખબર ન હતી કે દીકરીને નવી માંએ દુઃખ આપવાનું ચાલુ હતું.
જો કે નવી માંને એક દીકરાનો જન્મ થયો.નવીમાં સ્વાર્થ વધતો જાય છે .દીકરીને વાંક લેવાનો નવી માં તમામ પ્રયત્ન મારે અને બાપને નવી માં કહે ત્યારે દીકરીને ખીજવાઈ જાય.દીકરી મુંગા મોઢે ખુબ જ સહન કરે છે.આખરે નવી માંએ પોતાના ધણી કહે છે કે હવે બહુ થઇ ગયું કે આ ઘરમાં ક્યાં દીકરી હોય તો હું નહિ .એને એ દીકરી જુવાનજોધ થઇ છે એને પરણાવી દો ..!!! દીકરીના મનમાં મારા ભાગ્યમાં સુખ નથી .ભલે મારા દુઃખ આવે પણ મારા આંગણા મારો ભાઈ રમે છે .કાલે સવારે દીકરો મોટો થઈને બાપની સેવા કરશે .એ આશામાંને આશામાં જે દુઃખ પડે તેને સહન કરેછે.ક્યારેક ક્યારેકનવી માં દ્વારા દુઃખની વાત બાપને ખબર પડે એટલે દીકરી પોતાના માથે લઇ લે છે.પિતાને એમ કહે કે એ તો મારો વાંક હતો બાપુજી મારી માનો વાંક ન હતો .હવે કોઈ દિવસ ભૂલ નહિ કરું આવી વાતો કરીને પિતાને પીગળાવી દે છે .
 કહેવાય છે કે દીકરીની ઉમર થતા પિતાજીએ આ દીકરીનું સારું ઠેકાણું શોધતા હતા.સારું સંસ્કારી કુંટુંબ મળી જાય તો દીકરીના હાથ પીળા કરી દઉં .!!આવી અભિલાષા હતી .કારણ કે અવાર નવાર નવી માં દીકરીને કહે કે આ ઘરમાં ક્યાં તું નહિ ક્યાં હું નહિ ..!!!સારું કુટુંબ મળતા દીકરીનો સબંધ બંધાયો .દીકરીનો લગ્ન લેવાતા આસોપાલવના તોરણ બાંધ્યા .મહેમાનો આવ્યા લગ્નગીત ગવાયા .લગ્નનો માહોલ એવો હતો કે ઢોલના ધબકારે અને શરણાઈના સૂરોથી સૌ ને લયબદ્ધ કરી દીધા .પાદરે જાન આવી ગઈ. લગ્નમાં દીકરીના હૃદયમાં એક યુદ્ધ શરુ થાય છે.હવે તો મારા બાપનું આંગણું છોડવું પડશે. કાળજું ફફડાટ કરે છે ઢોલ વાગે એટલે હૈયું ધબકતું હોય .બહેનપણી દીકરીને બાવડું પકડીને ગણેશસ્થાપનથી મંડપ લઇ આવે છે .દીકરીને મંડપ આવી ત્યારે બાપે જોઈ .દરેક બાપ દીકરીને મંડપમાં જોઈ એટલે અવસ્થા વધી જાય .ઉમરમાં વધારો થઇ જાય .ચાર ફેરા ફર્યા બાદ વિદાયનો અવસર આવ્યો દીકરીની વિદાય ભલભલા બાપને હલાવી નાખે છે .આમ તો વિદાયનું વર્ણન કોણ કરી શકે .જે બાપના આંગણામાં બાળપણ વિતાવ્યું હોય એ આજે ધુમટો તાણીને વિદાય લે છે.દીકરીની વિદાયવેળા ભાંગીને ભુક્કો થઇ ગયો .દીકરીના બાપે લગ્ન વેળા પાઘડી જાનવાળાની સામે ઉતારીને કહે છે મારી દીકરીનું ધ્યાન રાખજો .આંખમાંથી આંસુઓ નીકળે છે.વિદાયવેળા દીકરીને પોતાના પિતાએ એવી શિખામણ આપી કે સાસુ-સસરાને માવતર માનજો ,જેઠ -જેઠાણીનું કહેલું કરજો જેમાં આ શિખામણમાં એક શબ્દ એવો અદભુત છે કે પતિને પરમેશ્વર માનીને જીવજો.કરીયાવારની ભૂખી સાસુએ મેણા ટોણા મારવા માંડ્યા.નવી માંનું દુઃખ પૂરું થયું અને સાસુનું દુઃખ શરુ થયું.ચાર દીવાલોમાં જીવવું છે .ક્યાં રોવું ..!! રડવાના ઠેકાણા નથી આ બાજુ દીકરીનો બાપ યાદ કરીને આંસુ પાડે છે.ક્યારેક એવા સમાચાર આવે છે કે તમારી દીકરી બહુ દુઃખી છે .પિતાને દુઃખ થાય શું કરે ..!!
      એક દિવસ પિતા બીમાર થયા.સમય સમયનું કામ કરે છે.દીકરો મોટો થયો તેના લગ્ન લેવાયા હતા.બીમાર પિતાને કહ્યું કે બહેન તેડી લઉં .એમ કહીને બહેન લેવા માટે જાય છે .પોતાના ભાઈને જોયા બાદ હરખમાં આવી ગઈ હતી કે ચલ બહેન તને લેવા માટે આવ્યો છું .પોતાની સંસ્કારી બહેને કહ્યું કે મારી સાસુને પણ આવવાનું પહેલા કહી દે .સાસુને જણાવતા તેઓ પણ લગ્નમાં આવવા સંમત થયા.
લગ્ન માટે બહેન અને તેની સાસુ અને ભાઈ જવા માટે નીકળ્યા હતા.લગ્ન પુરા થયા બાદ બીમાર પિતા પોતાની દીકરીને જોઇને ત્રુટક ત્રુટક કહ્યું કે બેટા તે તો મારું આંગણું ઉજળું કર્યું.આ ઘટનામાં દુઃખનો એક શબ્દ દીકરી કહ્યો નહિ .આ બનાવમાં સાસુએ પિતા-દીકરીનો પ્રેમ જોયા બાદ એક તબક્કે દહેજનો દાગ ઓગળી ગયો.સાસુને પસ્તાવો થયો.સાસુએ દીકરીના બાપ સામે ખોળો પાથરીને કહ્યું કે ભાઈ,તમારી દીકરીને કઈ કહેવાયું હોય તો મને માફ કરી દેજો .તમારી દીકરી મારા પુત્રની વહુ નહિ પણ હવે મારી દીકરી છે .તેને દીકરી કરતા સવાઈ રાખીશ .!!!
આ ઘટના બનતા બાપના આંખમાં આંસુ આવી ગયા। તેમણે મારી દીકરી સુખમાં છે .મને સંતોષ થઇ ગયો ..!!!!!!

દીકરાના લગ્ન હરખના પ્રસંગમાં "માતા" અને "બા" ની આંખ ભીની થઇ..!!


   દીકરાના લગ્નનો પ્રસંગ હોય એટલે સૌને આનંદ હોય. પરંતુ એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું નવલોહિયા દીકરાના હરખના પ્રસંગે તેની "માતા" અને "બા" ની આંખો ભીની હતી.કારણ કે એકનો એક જુવાનજોધ દીકરાના લગ્ન પ્રસંગે તેના પિતા અને વ્હાલસોયા દાદા આજે હયાત નથી.તેની યાદમાં આંખના ખૂણા ભીના થયા વગર ન રહે. 

   છેલ્લા ત્રણ વર્ષ વર્ષ પર કોઈ ઓળખ આપ્યા વગર મારા ફેસબુક બે શબ્દો લખવા પડ્યા.આજે દુઃખના દિવસો દૂર થયા બાદ સુખ તરફના પગલાં માંડતા કંઈક સૌ માટે આ કિસ્સો જણાવવું જોઈએ.સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું રાજપૂત સમાજનું એક નાનકડું ગામની આ ઘટના છે.લગભગ બે દાયકાથી વધુના સમયે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક પરિવારે પોતાની દીકરી મોટી થઇ ત્યારે હાથ પીળા કરવાની વડીલોની ઈચ્છા થઇ.પોતાના જમાઈ હોંશિયાર અને મપોતાનો જમાઈ હોંશિયાર અને મહેનતુ શોધવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં માંગરોળ તાલુકાના આજ નાનકડા ગામે સજ્જન પરિવારનો એકનો એક દુકારા સાથે સગપણ નક્કી થયા બાદ બંને જણા સાત પેઢીના સંબંધો બાંધી દીધા.એ સમયે આ દંપતીએ એકમેકના થઈને જીવન જીવવાની શરૂઆત કરી.આ પરિવારમાં નવવધૂ ગર્ભવતી હોવાના સારા સમાચાર મળતા હોય ત્યારે તેના પિતાને આનંદ કંઈક હોય અને એ વાત છોડો તો પોતાના દાદાને પૌત્રનો હરખ માતો ન હતો. પૌત્ર આવે એટલે જાણે ઘરમાં વ્યાજ આવ્યું હોય એમ લાગતું હતું.આખો પરિવાર ખુશીમાં ફેરવાઈ ગયો.

       સુખના એ સમયના દિવસો વચ્ચે જાણે કુદરતે દુઃખ તરફ ધકેલી દેવામાં કંઈ બાકી ન રાખ્યું.લગ્નના માંડ  છએક મહિનામાં જે ઘરેથી પરણાવેલી દીકરી ના ઘરે આઘાતજનક ઘટના બનતા સૌ રૂંવાટા ઉભા કરી દીધા. છ મહિના પહેલા લગ્ન કર્યા બાદ દીકરીના જીવનસાથી (પતિદેવ) બનાવ એવો હતો કે માંડ છ માસ પહેલા લગ્ન કરેલા સજ્જન વ્યકિતે રોડ પર ટુ-વ્હીલર લઈને જતા એકાએક અકસ્માત થતા નાનીવયે તેમનું મોત થતા પરિવારજનોના ઘરે જાણે આભ તૂટી પડ્યો.કરૂણ ઘટના બન્યા બાદ હમણાં લગ્ન કરીને આવેલી દીકરીની હાલત શું હોઈ શકે...!! એક બાજુ પતિના અવસાનની દુઃખદ ઘટના અને બીજીબાજુ નવા સંતાનનું સુખ ના દિવસો છે.સાસુ અને સસરા ઘટના બન્યા બાદ નાની ઉંમરે  વિધવા બનેલી પુત્રવધુ જોઈને એક દિવસ તેમના પિયરિયાંને એકાંતમાં કહું કે બનવાકાળ બની ગયું પણ આજે પોરીને (પુત્રવધુ)ને કોઈ સારી જગ્યા મળે તો પરણાવી દો તો સારું...!!

   પિયરના એક વડીલે એ દીકરીને  બહુ જ હિંમતપૂર્વક જઈને કહું  કે બેટા..જે બનવાનું હતું તે બની ગયું આવી અનહોનીને કોણ રોકી શકે.તારે આખી જિંદગી કાઢવાની છે.અમારી ઈચ્છા છે કે તું બીજા લગ્ન કરી લે તો સારૂ.!! સમજદાર દીકરી પહેલા એવું મનોમન વિચાર્યું કે ભલે કુદરતે દુઃખ આપ્યું હોય પણ સાથે અવતરવાના સંતાનનું સુખ તો આપ્યું છે.પતિનું સુખ ભલે ના મળ્યું પણ પોતાના સંતાનનું સુખ તો મળશેને .!!તેમણે ઘરના વડીલને  સાફ શબ્દોમાં કહ્યું કે કદાચ મારે આવા દિવસો જોવાના હશે.હું ધારો કે બીજા લગ્ન કરી લઉં તો ત્યાં પણ કદાચ આવા દિવસો ફરીથી જોવાનો વારો આવે તો શું કરી કરાય.એટલે મને સંતાન આવશે તે જોઇને સુખી થઈશ.બીજા લગ્ન કરવાનો સાફ શબ્દોમાં અસ્વીકાર કર્યો.દિવસો જતા વાત નથી લગતી આને બે દાયકાથી વધારે સમય થઇ ગયો અને લગભગ બે-ત્રણ વર્ષ પહેલા જ સસરા જુવાનજોધ દીકરાની જાન જોયા વગર અવસાન થઇ ગયું.

     એકનો એક પુત્ર જુવાનજોધ થઇ ગયો છે.અને હાલમાં સોહામણો અને જુવાનજોધ ૨૩ વર્ષનો દીકરાના લગ્ન પ્રસંગે તેની "માતા" અને "બા" ઘરના બે મોભની યાદમાં આંખ ભીની થઇ જાય.પ્રસંગ આનંદ અને ઉલ્લાસનો હોય પણ બે દાયકામાં ઘરમાં મુખ્ય બે જણા અચૂક ગેરહાજરી યાદ કરીને જોનારા માટે સંવેદનશીલ અને કરૂણ પ્રસંગ બની જાય છે.આ અગાઉ પણ સમગ્ર ઘટના જાણ્યા બાદ આજે પણ એ ગામમાં  બીજાના ઘરે સામાજિક સ્તરે જવાનું હોય ત્યારે પહેલા આઘાતમાંથી બહાર આવીને આખા સમાજ માટે પ્રેરણાદાયી ઘટના ઉભી કરનાર ના પરિવારના ઘરે નમન કરવા અચૂક જાઉં છું...!!!!

માતૃત્વનો નિર્દોષભાવ

  માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...