બેટા લાખ તારા છે અને પાંચ તારા બાપના છે.એ લેતી જા:- દીકરીને પિતાની લાગણીસભર શબ્દો

   છેલ્લે દીકરીને વિદાય વેળાએ બાપ મળવા જાયને એ ચિત્ર કોઈ જોઈ ન શકે સાહેબ...!!! એ તો જેણે વળાવી હોય એને ખબર પડે. આ શબ્દો ગુજરાતના અદના લોકકલાકાર માયાભાઇ આહીરના હતા.
     પૂ.મોરારીબાપુની હાજરી હોય અને માયાભાઇ આહીર ડાયરો હોય ત્યારે તેમણે કરૂણ અને ગરવા ગુજરાતનો એક પ્રસંગ કહ્યો  કે દીકરી પાત્ર કેવું હોય અને દીકરી ની પ્રત્યે બાપ પ્રેમ કેટલો હોય તેનો એક તેમને યાદ આવ્યો ત્યારે કહ્યું કે ભુજ એરપોર્ટ ઉપર અમેરિકાની એક દંપતી આવી.ભુજ એરપોર્ટ ઉપરથી પતિ-પત્ની કચ્છ ના ગામડા ખૂંદતી ખૂંદતી ગાડી કચ્છના રોડ પર જતી હતી.
      અને આગળ એક ગામ આવતું હતું એટલે અમેરિકન બહેને કહ્યું કે એના પતિને  કહેતી હતી કે "સાંભળો છો."અમેરિકા ગયા પછી આજ પહેલીવાર આવ્યા છીએ ભારતમાં..!!હું મારા બાપુજીને મળી નથી તો રસ્તામાં જ ગામ આવે છે.ચાલોને પાંચ મિનિટ ઉભા રહીશું.મારા બાપુજીને મળી લઈએ.
       આ એક ભારતની દીકરી બોલે છે. તેનો પતિદેવ કહે કે ના,આપણે વળતી સાતની ફ્લાઈટમાં પરત ફરવાનું છે.આપણી પાસે ટાઈમ નથી.દીકરી કગરે છે.ખાલી પાણી પી લેશું અને મોઢું ધોઈ લેશું અને રોડને કાંઠે તો ગામ આવે છે...!!
     ભાડે કરેલી ટેક્સીનો ડ્રાયવર કહે કે  દીકરી બહુ કગરી તેને ખબર પડી કે આ દીકરી કચ્છની છે.એ નાતે પેલા ભાઈને સમજાવ્યા કે ભાઈ આ બહેન કચ્છના તો હુંએ કચ્છનો એ નાતે એ મારા બહેન થાય...!!રસ્તામાં ગામ છે હું થોડી ગાડી રસ્તે વધારે ચલાવી લઈશ.તમારે ન જવું હોય તો હું તમને ગાડીમાં ઠંડુ પીવડાવીશ.તમે ગાડીમાં બેસજો અને મારા બહેનને પાંચ મિનિટ જવા દયોને..!! અંતે એ માની ગયા .
       ગામ આવતા ગાડી ઉભી રાખી અને દીકરી ગાડીમાંથી નીચે ઉતરી અને કચ્છની ધરતીમાં જે પગ મુક્યો અને ધરતીની ધૂળ અડીને અમેરિકાની સમૃદ્ધિ ભૂલી ગઈ,દીકરીને પોતાનું બાળપણ મળ્યું યાદ આવવા,આજ શેરીમાં ડોલતી બહેનપણી સાથે,દીકરી દોડતી દોડતી બાપના ઘરે આવે,તેમના ઘરને તાળું વાગેલું હતું.અડોશ-પડોશ ને ડેડી કે પપ્પા ભૂલી ગઈ,દીકરી બોલી કે મારા બાપુજી ક્યાં ગયા.ઘરને તાળું કેમ છે.
     પાડોશીએ કહ્યું કે "બેટા, અમેરિકાથી આવી છો..!!! દીકરીએ જવાબ આપ્યો કે હા,મારા બાપુજીને મળવું છે. પાડોશી એ તો વળતો જવાબ આપ્યો કે અરે બેટા તું ગ્યાં પછી અહીંયા કચ્છની ધરતીમાં સાત સાત વરહથી દુકાળ (દુષ્કાળ) પડેલો છે.અહીંયા બાજુમાં રાહતકામ ચાલે છે.તારા બાપા ચોકડી ખોદવા ગયા છે.ઝાંપામાં તળાવ ખોદાય છે ત્યાં છે...!!!
         કરગળતી દોડતી દીકરીએ જે જગ્યાએ રાહત કામ ચાલતું હતું ત્યાં પહોંચી ગઈ અને બાપને માટીના તગારું ધૂળના પાળા ઉપર નાખવું અને સામે દીકરીને આવતી જોઈને કાલીઘેલી ભાષામાં બાપ કહેવા લાગ્યો કે મારો બાપલિયો આવ્યો, મારો બાપ આવ્યો,મારી દીકરી આવી..!!!! પોતાના બાપને હરખના હેત હતા.બાપ આવીને દીકરીને ભેટી ગયો.હરખ સાથે દીકરી કહેવા લાગી કે બાપુજી અહીં રહીને નીકળ્યા એટલે ખાલી આપણે મળવું હતું.બાપુજીએ જમાઈ આવ્યા હોવાનું પૂછતાં કહેવા લાગી કે હા આવ્યા છેને એને ઉતાવળ છે.
    બાપુજીએ દીકરીને કહ્યું કે આવજો બેટા..!!મારી ચિંતા ન કરતી હો બેટા....!! દીકરીએ બાપના આર્શીવાદ લઈને પાછા ફરતા દાસ ડગલાં જતા બાપુજીએ હાથ કરીને દીકરીને ઉભી રાખી,ધીર ધીરે બસે પાસે આવીને ચોકડી ખોડવામાંથી પાંચ રૂપિયા વધેલા અને પાઘડીના છેડે બાંધેલા હતા.એ પાંચ રૂપિયા દીકરીને આવ્યા લે બેટા પાંચ રૂપિયા લેતી જા, દીકરી બોલી કે બાપુ અમારી પાસે ઘણા રૂપિયા છે.કારણ કે અમેરિકાનો ડોલર અને ક્યાં રિપયા પાંચ..!!!
         માયાભાઇ આહીરે કહ્યું હતું કે તેથી મારા ભારત વર્ષનો બાપ એવું બોલ્યો કે બેટા,લાખ તારા છે અને પાંચ તારા બાપના છે.એ  લેતી જા...!!!

       સમગ્ર પ્રસંગ બાપને દીકરી પ્રત્યે લાગણીના સંભારણા હોય છે.દીકરીને વિદાય વેળા વળાવતા બાપ ઉભો હોય અને એકવાર દીકરી મારી સામે જોઈ લે છેલ્લીવાર દીકરીનું મોઢું જોઈ લઉં.પણ દીકરીને બાપ પ્રત્યેનો લગાવને લઈને એવું માનતી હોય કે મારા બાપુ સામે જોઈ લઉં તો  મારા બાપને છાનો કોણ રાખશે.એટલે દીકરી જોતી નથી.બાપ પણ મનોમન દીકરીને વિચારીને કહે કે મારી સામુ ન જોઈ તો કાંઈ વાંધો નહિ.પણ જે ગામના ઝાંપે આંમલી અને પીપળી રમી જે ઝાડ ઉભા છે એ ડાળીયો તો જો...!! એ ડાળ ઝૂકી ગઈ છે. પરંતુ ગામડાની વાસ્તવિક હકીકત છે કે દીકરી સાસરે જાય ત્યારે પવન ખપી જાય અને ડાળીયો ઝૂકી જાય....!!!!  
     બાપ જાણે ધરતીને પૂછી પૂછીને ડગલાં ભરતો હોય જાવ કે ન જાવ,હું કરૂ...!!વિદાયવેળા હાલી કાઢીને દીકરી જયારે બાપને ડોકે લગાડીને રોટી હોય આજુબાજુના લોકો કહે કે બસ હવે ન રોવાય,આખરે  બાપ ઈકરીને માથે હાથ મૂકીને કહી દે કે બીટા,તું રોઈશ તો તારા બાપના હમ (સમ) છે.જા બેસી જા...!!!!

"આપણું અસ્તિત્વ એજ આપણી ઓળખ"

 કેટલાક લોકોને વિશેષણનો શોખ જબરો હોય,પોતાના નામની આગળ પ્રતિષ્ઠાને લાગતું ઉમેરીને કહેતા હોય ત્યારે તેનો આનંદ માતો નથી.કેટલાક ગામ,શહેર કે ફળિયાનું નામ મુકવાથી જાણે અલાયદું વિશેષણ બની જતું હોય,પોતાના નામની સાથે આવા વિશેષણોની
જાણે તે વ્યક્તિની ઓળખ ઉભી થાય એમ માનતા હોય છે.આવા પ્રશ્નો માટે ક્યારેક એમ થાય કે આ કમનસીબ માનવી જયારે જન્મ લીધો હોય ત્યારે કોઈ વડીલના મોઢામાં એક શબ્દો એવા આવ્યા ન હોય કે આજે વિશેષણો વપરાતા હોય.
     મને પણ મારા પરમ મિત્રએ વાતચીતમાં કહ્યું કે તમે મૂછ રાખોની યાર....!! મને સ્વભાવગત કહ્યું કે મને ટાઈટકંમ્પાર્ટમેન્ટ રહી ન શકાય.પહેલાના મૂછોવાળા અને આજે મૂછો વગરમાં રહેવું સહેલું છે.આજે તો લોકશાહી છે.આખી વાતો સાંભળીને ખુબ જ હસ્યાં.જેનું મૂળ મજબૂત હોય તો ફૂલ ચોક્કસ જ ખીલે,તેના માટે લોકો ઉપમા આપવી નિરર્થક છે.મને મોરારીબાપુની એક વાત ખુબ જ ગમી કે મારા નામની આગળ પરમ પૂજ્ય કે ધર્મ ધુરંધર (ધધૂપપૂ) લખવાની સ્પષ્ટ ના પડી દેતા.તેમનું કહ્યું કે "આપણું અસ્તિત્વ એજ આપણી ઓળખ છે."
           ધર્મમાં કેટલાકના નવા તીલકો,અલગ કંઠી,ભાત ભાતના પહેવેશો એજ તેમની ઉપમા હોઈ શકે, જો કે કોઈની લાગણી દુભાવવાની કોઈ મારી ભૂમિકા ન હોય.કોઈ ઉપમા કે વિશેષણો આપણે જાતે વાપર્યા વગર કોઈના દુઃખમાં હામી બનીને ઉભા રહીએ એજ આપણી સારી વાતો કરશે એજ આપણું વિશેષણ.છેલ્લામાં છેલ્લા માણસને મદદરૂપ થઇએ એ ગરીબ વ્યકિત છુપા આર્શીવાદ આપશે...!!!તેની કોઈ સોશ્યલ મીડિયા કે પ્રસિદ્ધિ ના રસ્તે જરીએ પણ ન હોય તેનો આનંદ કંઈક ઓર હોય.

માતૃત્વનો નિર્દોષભાવ

  માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...