દક્ષિણ ગુજરાતમાં પત્રકારત્વની કલમે જવાનો અવસર મળ્યો. જટિલ સમસ્યાઓ, ઇતિહાસ અને ભવિષ્યનું પ્લાનિંગ અક્ષરના સરનામે જવું પડે.
Rajput Baisa - Chhavi Rajawat
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
હસ્તમેળાપમાં બેસતા દીકરીએ આઘા ઉભેલા પિતાજીને બોલાવીને ચરણસ્પર્શ કરતા રડી પડ્યા..!!
લગ્નના હસ્તમેળાપમાં બેસતા પહેલા વહાલસોયી દીકરીએ આજુબાજુ પોતાના બાપ તરફ નજર દોડાવીને દેખાતા કહ્યું કે ઓ પપ્પા..!! તેના પિતા દૂર હતા નજર જતા નજીક આવીને કહ્યું કે બોલ બેટા,શું હતું...!! કઈ કામ હતું.
દીકરીને પોતાના પિતા તદ્દન નજીક આવતા કહ્યું કે કંઈ નહિ પપ્પા...!! એમ કહીને સંસ્કારી દીકરીએ હસ્તમેળાપમાં બેસતા પહેલા પોતાના બાપના પવન પગલાં ચરણસ્પર્શ કર્યા. જેમ દીકરીના લગ્નમાં પૂ.મોરારીબાપુ નવરસ આવે તેમાં પણ છેલ્લો કરૂણ રસ આવે...!! હજુ તો વિદાયનો પ્રસંગને વાર હતી.ત્યાં દીકરીને પગે લગતા જોઈને તેનો બાપ રડીને અડધો થઇ ગયો...!!! આ ઘટના લગભગ સાડા પાંચ વર્ષ બની ત્યારે આખો આનંદનો પસંગ વસમી વિદાયમાં ફેરવાઈ ગયો.
સાડા પાંચ વર્ષ પહેલાની સત્ય ઘટના છે.સભ્યસમાજ જીવનના એક મોભી હોય.કંઈ પણ નાની મોટી ઘટના બને તેમાં યોગ્ય રસ્તો બતાડે એવા મોભ સમા વડીલવ્યક્તિ.આવા વડીલ ને ત્યાં પોતાની દીકરીના લગ્ન હતા.હાથમાં મહેંદી હોય અને માથે પાનેતર પહેરીને સાત પેઢીના ફેરા ફરવાના હતા એવા લગ્ન હતા.દીકરીના લગ્ન હોય ત્યારે આખો દિવસ આનંદમયી અને અંતે તો "કાળજા કેરો કટકો મારો...." એ ગીત યાદ આવીને કઠોર દિલના માનવી ભાંગીને ભુક્કો થઇ જતા હોય છે.
કંઈક આવી ઘટના વિદાય પ્રસંગ પહેલા જોવા મળી.રાત્રે એ લગ્નમાં હસ્તમેળાપનો સમય હતો.મંડપમાં એ દીકરી આવીને હસ્તમેળાપમાં બેસતા પહેલા પોતાના પિતા આજુબાજુ છે કે નહિ એ જોતી હતી.ક્યાંક દૂર ઉભેલા તેના પિતા દેખાતા દીકરીએ બૂમ પડી પપ્પા....!! દીકરીનો અવાજ તેના પિતાના કાને સંભળાયો તેના તરફ નજર ઘુમાવીને કહ્યું કે
બોલ બેટા...!! પિતાને જોઈને પિતાની લાડકવાયી દીકરી એ ઈશારામાં કહ્યું કે જરા અહીંયા આવોને..!! પોતાની દીકરી બોલાવે એટલે કંઈક કામ હશે એમ માનીને પિતા હસ્તમેળાપ પાસે પહોંચી ગયા. પિતાએ દીકરી કહ્યું કે બોલ બેટા, કઈ કામ હતું...!!!!!
દીકરીએ પિતાજીને કહ્યું કે કંઈ નહિ પપ્પા..!! બસ એમજ, હસ્તમેળાપમાં બેસતા પહેલા વહાલસોયી દીકરીએ પોતાના પિતાજીના ચરણસ્પર્શ કર્યા બાદ મંડપમાં બેઠી.દીકરીના આજ સંસ્કાર આખા સમાજે નજરે નિહાળ્યું.હજુ તો લગ્નના વિદાયનો પ્રસંગ બાકી હતો ત્યાં દીકરીને પગે લગતા જોયા બાદ તેના પિતા ધ્રુસકે અને ધૂસકે રડી પડ્યા..!! આનંદનો પ્રસંગ જાણે વહાલો કરૂણ પ્રસંગ આવી ગયો હોય એવું લાગતું હતું.
.જે ઘટના મેં નજરે નિહાળ્યા બાદ મારી આંખો પણ ભરાઈ આવી.મને એમ થતું હતું કે જો કે આમેય છેક્છેલ્લે સુધી લગ્નમાં રહું છતાં પણ કન્યાવિદાયનો પ્રસંગ અમારી હિંમત ન હતી.જેને કારણે વિદાય પહેલા દીકરીના પિતાને રડતા જોઈને અમારે ઘરે જવા નીકળી ગયા.
આ લગ્નમાં દીકરીની વિદાય બાદ દીકરીના પિતાજી મોં મૂકીને રડ્યા. ખુબ જ રડ્યા આમ પણ. મક્કમ હૃદયના વ્યક્તિ હોવા છતાં પોતાની દીકરી વિદાય વખતે ખુબ જ રડ્યા હતા.દીકરી સાસરે જતી વેળા આખરે મોબાઈલ પર કારમાંથી પોતાના પપ્પાને ન રડવાનું જ્ણાવેઆખરે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય એ આપણે ખ્યાલ આવે...!!

તમારી દીકરીને મારાથી કંઈ કહેવાયું તો મને માફ કરી દેજો .હવે તમારી દીકરી મારા પુત્રની વહુ નહિ પણ મારી દીકરી કરતા સવાઈ રાખીશ : સાસુના દીકરીના પિતાને સંવેદનસરભર શબ્દો ..!!!
દીકરીને પોતાના બાપનું ઘર વહાલું લાગતું હોય છે .ઘરે આવીને જયારે બાપને મળવા જાય ત્યારે બાપ કહે છે કે મારો વિહામો આવ્યો , બેટા તું મજામાં..!! જયારે દીકરી બાપને પૂછે છે કે હું તો મજામાં છું પણ તમે મજામાં છો ..!! એ સમયે દીકરીના પિતાને જે ટાઢક થાય છે તે ટાઢક કદાચ હિમાલયની ગોદમાં પણ નહિ મળે .બેટા હું બહુ મજામાં છું એવો જવાબ પિતા આપતો હોય છે .
પંખીના માળા જેવું રૂડું ગામમાં મરદ માણસની દસથી અગિયાર વર્ષ દીકરી આંગણા રમતી હોય ત્યારે આંગણું રૂડું લાગે છે .આપના ભારત વર્ષમાં જેના આંગણે તુલસીનો ક્યારો ન હોય અને જેને આંગણે દીકરી રમતી ન હોય એ આંગણું રૂડું ન લાગે ."તુલસીનો ક્યારો અને દીકરી એ આંગણાની શોભા છે" જે આંગણામાં દીકરી રમતી હોય તો બાપની આંખના ખૂણા ભીના થઇ જાય.દીકરીને જન્મ આપીને માં મારી ગઈ હતી.દૂધ પાઈને દીકરીને પિતા મોટી કરી હતી .સમજણનો સીમાડો એટલે દીકરી કહેવાય.એકવાર બાપની સાથે દીકરી બેસીને સારી સારી વાતો કરતી હતી.દીકરીએ પિતાના પિતાને કહ્યું કે બાપુ હું એક વાત કરું આપને .!!! દીકરીને વાત સાંભળીને પિતાજી કહ્યું કે બોલ બેટા .!!
દીકરીએ કહ્યું કે બાપુ તમે બીજા લગ્ન કરી લો .!!બીજા લગ્ન કરશો તો એટલે મને માં મળશે .માં મળે એટલે કેટલીક શિખામણ મળે .માં વિના દુનિયામાં કોઈ શિખામણ નહી આપી શકે બાપુ .અને માં મને શિખામણ આપશેને એ તેના સહારે સહારે આ સંસાર સાગર સહેલાઈથી તરી જઈશ..!! .
દીકરીની કાકલુદી પિતા સામે અણધારી વાતો કરતા એવો જવાબ આપ્યો કે બેટા ..!! દીકરી તરત જ જવાબ આપ્યો કે હા બાપુ હું બધું સમજુ છું .એની કઈ ચિંતા ન કરો તમે .!! ફરી પિતા કહ્યું કે દીકરી તો બીજું તો કઈ નહિ પણ તારી નવી માં આવે અને કદાચ તને દુઃખ દે અથવા તો તારી આત્મા દુભાય તો બેટા હું નરકનો અધિકારી બનું .દીકરીને પાસે બેસાડીને પિતાએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે આપણા ગામના ગૌર મહારાજની દીકરીના લગ્ન થયા હતા.ત્યારે તારી માં આણું વાળીને આવી હતી ત્યારે ગામની બધી બહેનો સાથે ગૌર મહારાજ ની દીકરીનું કરિયાવર જોવા માટે ગઈ હતી .કરિયાવર જોતા જોતા કોઈને વિચાર ન આવ્યો પણ તારી માંને એવું દુઃખ થયું કે કરિયાવરમાં ભરત ગુંથણ નહીને ચાદરો પણ ન હતી અરે આ ગૌર મહારાજની દીકરીની માતા મરી ગયા કરીયાવારની આવી હાલત જોવી પડી .એ ઘરે આવીને તારી માં ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી.મેં પૂછ્યું કે કેમ રોઈ છે .!!!
તારી માં એ એવો જવાબ આપ્યો કે કાઈ નહિ..!!પટારો ખોલીને ભરત ગુથણ ,ચાદરો,તોરણ લઇ જઈને બ્રાહ્મણ દીકરીના કરિયાવરમાં મુક્યા એની માં નહિ ત્યારે ભરત ગુથણ નહિ.ત્યારે મેં કહ્યું કે તારે ત્યાં દીકરી થશે તો શું આપીશ.ત્યારે તારી માંએ એવો જવાબ આપ્યો કે એને તો મારો ભગવાન આપશે.બેટા,મને તો એની વાત યાદ આવે છે .હવે બીજુ ઘર નથી કરવું,મારે બીજા લગ્ન નથી કરવા.!! વહાલસોયી દીકરીએ ફટાક દઈને એવો પિતાને જવાબ આપ્યો કે પિતાજી તમે બીજા લગ્ન નહિ કરો તો તમને મારા સોગંધ છે.તમે મારા માટે મન નહી બાળો આટલું કહીને દીકરી રડવા માંડી.
દીકરીને ચોધાર આંસુ રડતા જોઈને પિતાજી વામણા થઇ ગયા એમ કહ્યું કે બેટા તુંએ મને લાચાર કરી દીધો..!! લગ્ન કરવાની હા પડી દીધી.પછી એમ કહેવાય છે કે બીજા લગ્ન કરી લીધા.દીકરીને નવી માં ઘરે આવી.બીજવર પુરુષે એમ કહે છે કે મારી દીકરીનું ધ્યાન એને દીકરાની જેમ મોટી કરી છે.એની માં યાદ આવી નથી.તેનો જન્મતા જ એની માં મરી ગઈ છે.દીકરીનું ધ્યાન રાખજે ..!!!
સમાજના તાણાવાણા મુશ્કેલ છે.હવે તો ધીરે ધીરે માવી માંએ દુઃખ દેવાનું શ્રી કરી દીધું છે.જો કે દીકરી સમજી ગઈ હવે મારે દુઃખ દહાડા આવે છે એને સહન કરવાનું છે કાઈ વાંધો નહિ.નવી માંનું દુઃખ સહન કરીને દીકરી બાપને ભાત આપવા ખેતરે જાય ત્યારે કોઈ જોઈ નહિ એમ ખૂણે બેસીને બે આંસુડા પડી લે છે.છાનું છાનું રોઈ લે છે.ખેતરના સેઢે બેસીને માંને યાદ કરીને રૂદન કરે છે.તેના પિતાને ખબર ન પડે એ રીતે જન્મ આપનારી માતાને યાદ કરી કરીને મનમાં અને મનમાં કહે છે કે હે માં મને તારી છાયા ન મળી.મને તારી હૂફ ન મળી અને મને તારું હેત ન મળ્યું.પિતાને ખબર ન હતી કે દીકરીને નવી માંએ દુઃખ આપવાનું ચાલુ હતું.
જો કે નવી માંને એક દીકરાનો જન્મ થયો.નવીમાં સ્વાર્થ વધતો જાય છે .દીકરીને વાંક લેવાનો નવી માં તમામ પ્રયત્ન મારે અને બાપને નવી માં કહે ત્યારે દીકરીને ખીજવાઈ જાય.દીકરી મુંગા મોઢે ખુબ જ સહન કરે છે.આખરે નવી માંએ પોતાના ધણી કહે છે કે હવે બહુ થઇ ગયું કે આ ઘરમાં ક્યાં દીકરી હોય તો હું નહિ .એને એ દીકરી જુવાનજોધ થઇ છે એને પરણાવી દો ..!!! દીકરીના મનમાં મારા ભાગ્યમાં સુખ નથી .ભલે મારા દુઃખ આવે પણ મારા આંગણા મારો ભાઈ રમે છે .કાલે સવારે દીકરો મોટો થઈને બાપની સેવા કરશે .એ આશામાંને આશામાં જે દુઃખ પડે તેને સહન કરેછે.ક્યારેક ક્યારેકનવી માં દ્વારા દુઃખની વાત બાપને ખબર પડે એટલે દીકરી પોતાના માથે લઇ લે છે.પિતાને એમ કહે કે એ તો મારો વાંક હતો બાપુજી મારી માનો વાંક ન હતો .હવે કોઈ દિવસ ભૂલ નહિ કરું આવી વાતો કરીને પિતાને પીગળાવી દે છે .
કહેવાય છે કે દીકરીની ઉમર થતા પિતાજીએ આ દીકરીનું સારું ઠેકાણું શોધતા હતા.સારું સંસ્કારી કુંટુંબ મળી જાય તો દીકરીના હાથ પીળા કરી દઉં .!!આવી અભિલાષા હતી .કારણ કે અવાર નવાર નવી માં દીકરીને કહે કે આ ઘરમાં ક્યાં તું નહિ ક્યાં હું નહિ ..!!!સારું કુટુંબ મળતા દીકરીનો સબંધ બંધાયો .દીકરીનો લગ્ન લેવાતા આસોપાલવના તોરણ બાંધ્યા .મહેમાનો આવ્યા લગ્નગીત ગવાયા .લગ્નનો માહોલ એવો હતો કે ઢોલના ધબકારે અને શરણાઈના સૂરોથી સૌ ને લયબદ્ધ કરી દીધા .પાદરે જાન આવી ગઈ. લગ્નમાં દીકરીના હૃદયમાં એક યુદ્ધ શરુ થાય છે.હવે તો મારા બાપનું આંગણું છોડવું પડશે. કાળજું ફફડાટ કરે છે ઢોલ વાગે એટલે હૈયું ધબકતું હોય .બહેનપણી દીકરીને બાવડું પકડીને ગણેશસ્થાપનથી મંડપ લઇ આવે છે .દીકરીને મંડપ આવી ત્યારે બાપે જોઈ .દરેક બાપ દીકરીને મંડપમાં જોઈ એટલે અવસ્થા વધી જાય .ઉમરમાં વધારો થઇ જાય .ચાર ફેરા ફર્યા બાદ વિદાયનો અવસર આવ્યો દીકરીની વિદાય ભલભલા બાપને હલાવી નાખે છે .આમ તો વિદાયનું વર્ણન કોણ કરી શકે .જે બાપના આંગણામાં બાળપણ વિતાવ્યું હોય એ આજે ધુમટો તાણીને વિદાય લે છે.દીકરીની વિદાયવેળા ભાંગીને ભુક્કો થઇ ગયો .દીકરીના બાપે લગ્ન વેળા પાઘડી જાનવાળાની સામે ઉતારીને કહે છે મારી દીકરીનું ધ્યાન રાખજો .આંખમાંથી આંસુઓ નીકળે છે.વિદાયવેળા દીકરીને પોતાના પિતાએ એવી શિખામણ આપી કે સાસુ-સસરાને માવતર માનજો ,જેઠ -જેઠાણીનું કહેલું કરજો જેમાં આ શિખામણમાં એક શબ્દ એવો અદભુત છે કે પતિને પરમેશ્વર માનીને જીવજો.કરીયાવારની ભૂખી સાસુએ મેણા ટોણા મારવા માંડ્યા.નવી માંનું દુઃખ પૂરું થયું અને સાસુનું દુઃખ શરુ થયું.ચાર દીવાલોમાં જીવવું છે .ક્યાં રોવું ..!! રડવાના ઠેકાણા નથી આ બાજુ દીકરીનો બાપ યાદ કરીને આંસુ પાડે છે.ક્યારેક એવા સમાચાર આવે છે કે તમારી દીકરી બહુ દુઃખી છે .પિતાને દુઃખ થાય શું કરે ..!!
એક દિવસ પિતા બીમાર થયા.સમય સમયનું કામ કરે છે.દીકરો મોટો થયો તેના લગ્ન લેવાયા હતા.બીમાર પિતાને કહ્યું કે બહેન તેડી લઉં .એમ કહીને બહેન લેવા માટે જાય છે .પોતાના ભાઈને જોયા બાદ હરખમાં આવી ગઈ હતી કે ચલ બહેન તને લેવા માટે આવ્યો છું .પોતાની સંસ્કારી બહેને કહ્યું કે મારી સાસુને પણ આવવાનું પહેલા કહી દે .સાસુને જણાવતા તેઓ પણ લગ્નમાં આવવા સંમત થયા.
લગ્ન માટે બહેન અને તેની સાસુ અને ભાઈ જવા માટે નીકળ્યા હતા.લગ્ન પુરા થયા બાદ બીમાર પિતા પોતાની દીકરીને જોઇને ત્રુટક ત્રુટક કહ્યું કે બેટા તે તો મારું આંગણું ઉજળું કર્યું.આ ઘટનામાં દુઃખનો એક શબ્દ દીકરી કહ્યો નહિ .આ બનાવમાં સાસુએ પિતા-દીકરીનો પ્રેમ જોયા બાદ એક તબક્કે દહેજનો દાગ ઓગળી ગયો.સાસુને પસ્તાવો થયો.સાસુએ દીકરીના બાપ સામે ખોળો પાથરીને કહ્યું કે ભાઈ,તમારી દીકરીને કઈ કહેવાયું હોય તો મને માફ કરી દેજો .તમારી દીકરી મારા પુત્રની વહુ નહિ પણ હવે મારી દીકરી છે .તેને દીકરી કરતા સવાઈ રાખીશ .!!!
આ ઘટના બનતા બાપના આંખમાં આંસુ આવી ગયા। તેમણે મારી દીકરી સુખમાં છે .મને સંતોષ થઇ ગયો ..!!!!!!
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
દીકરાના લગ્ન હરખના પ્રસંગમાં "માતા" અને "બા" ની આંખ ભીની થઇ..!!
દીકરાના લગ્નનો પ્રસંગ હોય એટલે સૌને આનંદ હોય. પરંતુ એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું નવલોહિયા દીકરાના હરખના પ્રસંગે તેની "માતા" અને "બા" ની આંખો ભીની હતી.કારણ કે એકનો એક જુવાનજોધ દીકરાના લગ્ન પ્રસંગે તેના પિતા અને વ્હાલસોયા દાદા આજે હયાત નથી.તેની યાદમાં આંખના ખૂણા ભીના થયા વગર ન રહે.
છેલ્લા ત્રણ વર્ષ વર્ષ પર કોઈ ઓળખ આપ્યા વગર મારા ફેસબુક બે શબ્દો લખવા પડ્યા.આજે દુઃખના દિવસો દૂર થયા બાદ સુખ તરફના પગલાં માંડતા કંઈક સૌ માટે આ કિસ્સો જણાવવું જોઈએ.સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું રાજપૂત સમાજનું એક નાનકડું ગામની આ ઘટના છે.લગભગ બે દાયકાથી વધુના સમયે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક પરિવારે પોતાની દીકરી મોટી થઇ ત્યારે હાથ પીળા કરવાની વડીલોની ઈચ્છા થઇ.પોતાના જમાઈ હોંશિયાર અને મપોતાનો જમાઈ હોંશિયાર અને મહેનતુ શોધવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં માંગરોળ તાલુકાના આજ નાનકડા ગામે સજ્જન પરિવારનો એકનો એક દુકારા સાથે સગપણ નક્કી થયા બાદ બંને જણા સાત પેઢીના સંબંધો બાંધી દીધા.એ સમયે આ દંપતીએ એકમેકના થઈને જીવન જીવવાની શરૂઆત કરી.આ પરિવારમાં નવવધૂ ગર્ભવતી હોવાના સારા સમાચાર મળતા હોય ત્યારે તેના પિતાને આનંદ કંઈક હોય અને એ વાત છોડો તો પોતાના દાદાને પૌત્રનો હરખ માતો ન હતો. પૌત્ર આવે એટલે જાણે ઘરમાં વ્યાજ આવ્યું હોય એમ લાગતું હતું.આખો પરિવાર ખુશીમાં ફેરવાઈ ગયો.
સુખના એ સમયના દિવસો વચ્ચે જાણે કુદરતે દુઃખ તરફ ધકેલી દેવામાં કંઈ બાકી ન રાખ્યું.લગ્નના માંડ છએક મહિનામાં જે ઘરેથી પરણાવેલી દીકરી ના ઘરે આઘાતજનક ઘટના બનતા સૌ રૂંવાટા ઉભા કરી દીધા. છ મહિના પહેલા લગ્ન કર્યા બાદ દીકરીના જીવનસાથી (પતિદેવ) બનાવ એવો હતો કે માંડ છ માસ પહેલા લગ્ન કરેલા સજ્જન વ્યકિતે રોડ પર ટુ-વ્હીલર લઈને જતા એકાએક અકસ્માત થતા નાનીવયે તેમનું મોત થતા પરિવારજનોના ઘરે જાણે આભ તૂટી પડ્યો.કરૂણ ઘટના બન્યા બાદ હમણાં લગ્ન કરીને આવેલી દીકરીની હાલત શું હોઈ શકે...!! એક બાજુ પતિના અવસાનની દુઃખદ ઘટના અને બીજીબાજુ નવા સંતાનનું સુખ ના દિવસો છે.સાસુ અને સસરા ઘટના બન્યા બાદ નાની ઉંમરે વિધવા બનેલી પુત્રવધુ જોઈને એક દિવસ તેમના પિયરિયાંને એકાંતમાં કહું કે બનવાકાળ બની ગયું પણ આજે પોરીને (પુત્રવધુ)ને કોઈ સારી જગ્યા મળે તો પરણાવી દો તો સારું...!!
પિયરના એક વડીલે એ દીકરીને બહુ જ હિંમતપૂર્વક જઈને કહું કે બેટા..જે બનવાનું હતું તે બની ગયું આવી અનહોનીને કોણ રોકી શકે.તારે આખી જિંદગી કાઢવાની છે.અમારી ઈચ્છા છે કે તું બીજા લગ્ન કરી લે તો સારૂ.!! સમજદાર દીકરી પહેલા એવું મનોમન વિચાર્યું કે ભલે કુદરતે દુઃખ આપ્યું હોય પણ સાથે અવતરવાના સંતાનનું સુખ તો આપ્યું છે.પતિનું સુખ ભલે ના મળ્યું પણ પોતાના સંતાનનું સુખ તો મળશેને .!!તેમણે ઘરના વડીલને સાફ શબ્દોમાં કહ્યું કે કદાચ મારે આવા દિવસો જોવાના હશે.હું ધારો કે બીજા લગ્ન કરી લઉં તો ત્યાં પણ કદાચ આવા દિવસો ફરીથી જોવાનો વારો આવે તો શું કરી કરાય.એટલે મને સંતાન આવશે તે જોઇને સુખી થઈશ.બીજા લગ્ન કરવાનો સાફ શબ્દોમાં અસ્વીકાર કર્યો.દિવસો જતા વાત નથી લગતી આને બે દાયકાથી વધારે સમય થઇ ગયો અને લગભગ બે-ત્રણ વર્ષ પહેલા જ સસરા જુવાનજોધ દીકરાની જાન જોયા વગર અવસાન થઇ ગયું.
એકનો એક પુત્ર જુવાનજોધ થઇ ગયો છે.અને હાલમાં સોહામણો અને જુવાનજોધ ૨૩ વર્ષનો દીકરાના લગ્ન પ્રસંગે તેની "માતા" અને "બા" ઘરના બે મોભની યાદમાં આંખ ભીની થઇ જાય.પ્રસંગ આનંદ અને ઉલ્લાસનો હોય પણ બે દાયકામાં ઘરમાં મુખ્ય બે જણા અચૂક ગેરહાજરી યાદ કરીને જોનારા માટે સંવેદનશીલ અને કરૂણ પ્રસંગ બની જાય છે.આ અગાઉ પણ સમગ્ર ઘટના જાણ્યા બાદ આજે પણ એ ગામમાં બીજાના ઘરે સામાજિક સ્તરે જવાનું હોય ત્યારે પહેલા આઘાતમાંથી બહાર આવીને આખા સમાજ માટે પ્રેરણાદાયી ઘટના ઉભી કરનાર ના પરિવારના ઘરે નમન કરવા અચૂક જાઉં છું...!!!!
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
બેટા લાખ તારા છે અને પાંચ તારા બાપના છે.એ લેતી જા:- દીકરીને પિતાની લાગણીસભર શબ્દો
છેલ્લે દીકરીને વિદાય વેળાએ બાપ મળવા જાયને એ ચિત્ર કોઈ જોઈ ન શકે સાહેબ...!!! એ તો જેણે વળાવી હોય એને ખબર પડે. આ શબ્દો ગુજરાતના અદના લોકકલાકાર માયાભાઇ આહીરના હતા.
પૂ.મોરારીબાપુની હાજરી હોય અને માયાભાઇ આહીર ડાયરો હોય ત્યારે તેમણે કરૂણ અને ગરવા ગુજરાતનો એક પ્રસંગ કહ્યો કે દીકરી પાત્ર કેવું હોય અને દીકરી ની પ્રત્યે બાપ પ્રેમ કેટલો હોય તેનો એક તેમને યાદ આવ્યો ત્યારે કહ્યું કે ભુજ એરપોર્ટ ઉપર અમેરિકાની એક દંપતી આવી.ભુજ એરપોર્ટ ઉપરથી પતિ-પત્ની કચ્છ ના ગામડા ખૂંદતી ખૂંદતી ગાડી કચ્છના રોડ પર જતી હતી.
અને આગળ એક ગામ આવતું હતું એટલે અમેરિકન બહેને કહ્યું કે એના પતિને કહેતી હતી કે "સાંભળો છો."અમેરિકા ગયા પછી આજ પહેલીવાર આવ્યા છીએ ભારતમાં..!!હું મારા બાપુજીને મળી નથી તો રસ્તામાં જ ગામ આવે છે.ચાલોને પાંચ મિનિટ ઉભા રહીશું.મારા બાપુજીને મળી લઈએ.
આ એક ભારતની દીકરી બોલે છે. તેનો પતિદેવ કહે કે ના,આપણે વળતી સાતની ફ્લાઈટમાં પરત ફરવાનું છે.આપણી પાસે ટાઈમ નથી.દીકરી કગરે છે.ખાલી પાણી પી લેશું અને મોઢું ધોઈ લેશું અને રોડને કાંઠે તો ગામ આવે છે...!!
ભાડે કરેલી ટેક્સીનો ડ્રાયવર કહે કે દીકરી બહુ કગરી તેને ખબર પડી કે આ દીકરી કચ્છની છે.એ નાતે પેલા ભાઈને સમજાવ્યા કે ભાઈ આ બહેન કચ્છના તો હુંએ કચ્છનો એ નાતે એ મારા બહેન થાય...!!રસ્તામાં ગામ છે હું થોડી ગાડી રસ્તે વધારે ચલાવી લઈશ.તમારે ન જવું હોય તો હું તમને ગાડીમાં ઠંડુ પીવડાવીશ.તમે ગાડીમાં બેસજો અને મારા બહેનને પાંચ મિનિટ જવા દયોને..!! અંતે એ માની ગયા .
ગામ આવતા ગાડી ઉભી રાખી અને દીકરી ગાડીમાંથી નીચે ઉતરી અને કચ્છની ધરતીમાં જે પગ મુક્યો અને ધરતીની ધૂળ અડીને અમેરિકાની સમૃદ્ધિ ભૂલી ગઈ,દીકરીને પોતાનું બાળપણ મળ્યું યાદ આવવા,આજ શેરીમાં ડોલતી બહેનપણી સાથે,દીકરી દોડતી દોડતી બાપના ઘરે આવે,તેમના ઘરને તાળું વાગેલું હતું.અડોશ-પડોશ ને ડેડી કે પપ્પા ભૂલી ગઈ,દીકરી બોલી કે મારા બાપુજી ક્યાં ગયા.ઘરને તાળું કેમ છે.
પાડોશીએ કહ્યું કે "બેટા, અમેરિકાથી આવી છો..!!! દીકરીએ જવાબ આપ્યો કે હા,મારા બાપુજીને મળવું છે. પાડોશી એ તો વળતો જવાબ આપ્યો કે અરે બેટા તું ગ્યાં પછી અહીંયા કચ્છની ધરતીમાં સાત સાત વરહથી દુકાળ (દુષ્કાળ) પડેલો છે.અહીંયા બાજુમાં રાહતકામ ચાલે છે.તારા બાપા ચોકડી ખોદવા ગયા છે.ઝાંપામાં તળાવ ખોદાય છે ત્યાં છે...!!!
કરગળતી દોડતી દીકરીએ જે જગ્યાએ રાહત કામ ચાલતું હતું ત્યાં પહોંચી ગઈ અને બાપને માટીના તગારું ધૂળના પાળા ઉપર નાખવું અને સામે દીકરીને આવતી જોઈને કાલીઘેલી ભાષામાં બાપ કહેવા લાગ્યો કે મારો બાપલિયો આવ્યો, મારો બાપ આવ્યો,મારી દીકરી આવી..!!!! પોતાના બાપને હરખના હેત હતા.બાપ આવીને દીકરીને ભેટી ગયો.હરખ સાથે દીકરી કહેવા લાગી કે બાપુજી અહીં રહીને નીકળ્યા એટલે ખાલી આપણે મળવું હતું.બાપુજીએ જમાઈ આવ્યા હોવાનું પૂછતાં કહેવા લાગી કે હા આવ્યા છેને એને ઉતાવળ છે.
બાપુજીએ દીકરીને કહ્યું કે આવજો બેટા..!!મારી ચિંતા ન કરતી હો બેટા....!! દીકરીએ બાપના આર્શીવાદ લઈને પાછા ફરતા દાસ ડગલાં જતા બાપુજીએ હાથ કરીને દીકરીને ઉભી રાખી,ધીર ધીરે બસે પાસે આવીને ચોકડી ખોડવામાંથી પાંચ રૂપિયા વધેલા અને પાઘડીના છેડે બાંધેલા હતા.એ પાંચ રૂપિયા દીકરીને આવ્યા લે બેટા પાંચ રૂપિયા લેતી જા, દીકરી બોલી કે બાપુ અમારી પાસે ઘણા રૂપિયા છે.કારણ કે અમેરિકાનો ડોલર અને ક્યાં રિપયા પાંચ..!!!
માયાભાઇ આહીરે કહ્યું હતું કે તેથી મારા ભારત વર્ષનો બાપ એવું બોલ્યો કે બેટા,લાખ તારા છે અને પાંચ તારા બાપના છે.એ લેતી જા...!!!
સમગ્ર પ્રસંગ બાપને દીકરી પ્રત્યે લાગણીના સંભારણા હોય છે.દીકરીને વિદાય વેળા વળાવતા બાપ ઉભો હોય અને એકવાર દીકરી મારી સામે જોઈ લે છેલ્લીવાર દીકરીનું મોઢું જોઈ લઉં.પણ દીકરીને બાપ પ્રત્યેનો લગાવને લઈને એવું માનતી હોય કે મારા બાપુ સામે જોઈ લઉં તો મારા બાપને છાનો કોણ રાખશે.એટલે દીકરી જોતી નથી.બાપ પણ મનોમન દીકરીને વિચારીને કહે કે મારી સામુ ન જોઈ તો કાંઈ વાંધો નહિ.પણ જે ગામના ઝાંપે આંમલી અને પીપળી રમી જે ઝાડ ઉભા છે એ ડાળીયો તો જો...!! એ ડાળ ઝૂકી ગઈ છે. પરંતુ ગામડાની વાસ્તવિક હકીકત છે કે દીકરી સાસરે જાય ત્યારે પવન ખપી જાય અને ડાળીયો ઝૂકી જાય....!!!!
બાપ જાણે ધરતીને પૂછી પૂછીને ડગલાં ભરતો હોય જાવ કે ન જાવ,હું કરૂ...!!વિદાયવેળા હાલી કાઢીને દીકરી જયારે બાપને ડોકે લગાડીને રોટી હોય આજુબાજુના લોકો કહે કે બસ હવે ન રોવાય,આખરે બાપ ઈકરીને માથે હાથ મૂકીને કહી દે કે બીટા,તું રોઈશ તો તારા બાપના હમ (સમ) છે.જા બેસી જા...!!!!
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
"આપણું અસ્તિત્વ એજ આપણી ઓળખ"
કેટલાક લોકોને વિશેષણનો શોખ જબરો હોય,પોતાના નામની આગળ પ્રતિષ્ઠાને લાગતું ઉમેરીને કહેતા હોય ત્યારે તેનો આનંદ માતો નથી.કેટલાક ગામ,શહેર કે ફળિયાનું નામ મુકવાથી જાણે અલાયદું વિશેષણ બની જતું હોય,પોતાના નામની સાથે આવા વિશેષણોની
જાણે તે વ્યક્તિની ઓળખ ઉભી થાય એમ માનતા હોય છે.આવા પ્રશ્નો માટે ક્યારેક એમ થાય કે આ કમનસીબ માનવી જયારે જન્મ લીધો હોય ત્યારે કોઈ વડીલના મોઢામાં એક શબ્દો એવા આવ્યા ન હોય કે આજે વિશેષણો વપરાતા હોય.
મને પણ મારા પરમ મિત્રએ વાતચીતમાં કહ્યું કે તમે મૂછ રાખોની યાર....!! મને સ્વભાવગત કહ્યું કે મને ટાઈટકંમ્પાર્ટમેન્ટ રહી ન શકાય.પહેલાના મૂછોવાળા અને આજે મૂછો વગરમાં રહેવું સહેલું છે.આજે તો લોકશાહી છે.આખી વાતો સાંભળીને ખુબ જ હસ્યાં.જેનું મૂળ મજબૂત હોય તો ફૂલ ચોક્કસ જ ખીલે,તેના માટે લોકો ઉપમા આપવી નિરર્થક છે.મને મોરારીબાપુની એક વાત ખુબ જ ગમી કે મારા નામની આગળ પરમ પૂજ્ય કે ધર્મ ધુરંધર (ધધૂપપૂ) લખવાની સ્પષ્ટ ના પડી દેતા.તેમનું કહ્યું કે "આપણું અસ્તિત્વ એજ આપણી ઓળખ છે."
ધર્મમાં કેટલાકના નવા તીલકો,અલગ કંઠી,ભાત ભાતના પહેવેશો એજ તેમની ઉપમા હોઈ શકે, જો કે કોઈની લાગણી દુભાવવાની કોઈ મારી ભૂમિકા ન હોય.કોઈ ઉપમા કે વિશેષણો આપણે જાતે વાપર્યા વગર કોઈના દુઃખમાં હામી બનીને ઉભા રહીએ એજ આપણી સારી વાતો કરશે એજ આપણું વિશેષણ.છેલ્લામાં છેલ્લા માણસને મદદરૂપ થઇએ એ ગરીબ વ્યકિત છુપા આર્શીવાદ આપશે...!!!તેની કોઈ સોશ્યલ મીડિયા કે પ્રસિદ્ધિ ના રસ્તે જરીએ પણ ન હોય તેનો આનંદ કંઈક ઓર હોય.
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
ચ્હા વેચવાવાળો બાળકની માતાએ એવા સંસ્કારો આપ્યા કે આજે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા
આજે ભારતદેશનાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોવાથી શુભકામના પાઠવું છું. લગભગ બે વર્ષ પુરા થયા બારડોલી સ્વરાજ આશ્રમના ગાંધીયન અને સૌ માટે પ્રેરણાસ્ત્રોત નિરંજનાબેન કલાર્થી અંકલેશ્વરમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા. જીઆઈડીસીની સ્કૂલોમાં ભણતી નવી પેઢીની માતાઓના કાર્યક્રમમાં વિષય હતો કે આદર્શ કુટુંબ દ્વારા આદર્શ સમાજ પાર નિરંજનાબેન બોલવાનું હતું. સંસ્કારીનગરી વડોદરામાં વિનોબાભાવે માતાએ ગર્વથી ઊંચું કરી શકે એવા ત્રણ રત્નો આપ્યા.પુતળીબાઈએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ને અને લાડબાએ દેશને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ આપ્યો.આમ તો આદર્શ વાતાવરણ સર્જવા માટે માતા કે સ્ત્રી પાસે કોઈ ડિગ્રી લેવાની ક્યાંયે જરૂરી નથી.અને સ્ત્રીની નૈતિક અને આધ્યાત્મિક કેળવણી વગર આદર્શ રાષ્ટ્રની રચના ન થાય.
વધુમાં નિરંજનાબેન માતા એ સમયે ઉત્તમ દાખલો આપ્યો કે ગુજરાતના હીરાબા એ નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો કે ભૂતકાળમાં ચ્હા વેચવાવાળો બાળક આજે ભારત દેશના વડા પ્રધાન બની ગયો.હીરાબાએ સારા સંસ્કારો આપીને તેમનું ઘડતર કર્યા બાદ દેશના કલ્યાણ માટે સક્ષમ બની ગયા.
આદર્શ માતા માટે નિરંજનાબેન નું કહેવું હતું કે બાળકને મોટું થઈને નકસલવાદ,કાળા બજારિયો કે આંતકવાદી ન બને એવા સંસ્કાર આપજો.બાળકોને નવા જમાના અને સમય સાથે નવું ચોક્કસ શીખવા દો પણ તેમાં સંસ્કાર રેડવું ક્યારેય ભૂલશો નહી.દરેક કુટુંબના મૂળમાં "માં" હોવાથી દરેક સમાજમાં મૂળમાં "આદર્શ કુટુંબ" છે.આમ પણ બાળકોને ખુલ્લું મેદાન આવશ્ય આપવું પણ તેને સંયમ ચોક્કસ શીખવાડવું પડશે.બાળકોમાં સંસ્કારોનું રોપણ કરવામાં આવે તો અને તેનું સિંચન કરવામાં આવશે તો ભવિષ્યમાં એક આદર્શ સમાજ બની શકશે.
જો કે આજે નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ આ વાત યાદ કરી.
વધુમાં નિરંજનાબેન માતા એ સમયે ઉત્તમ દાખલો આપ્યો કે ગુજરાતના હીરાબા એ નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો કે ભૂતકાળમાં ચ્હા વેચવાવાળો બાળક આજે ભારત દેશના વડા પ્રધાન બની ગયો.હીરાબાએ સારા સંસ્કારો આપીને તેમનું ઘડતર કર્યા બાદ દેશના કલ્યાણ માટે સક્ષમ બની ગયા.
આદર્શ માતા માટે નિરંજનાબેન નું કહેવું હતું કે બાળકને મોટું થઈને નકસલવાદ,કાળા બજારિયો કે આંતકવાદી ન બને એવા સંસ્કાર આપજો.બાળકોને નવા જમાના અને સમય સાથે નવું ચોક્કસ શીખવા દો પણ તેમાં સંસ્કાર રેડવું ક્યારેય ભૂલશો નહી.દરેક કુટુંબના મૂળમાં "માં" હોવાથી દરેક સમાજમાં મૂળમાં "આદર્શ કુટુંબ" છે.આમ પણ બાળકોને ખુલ્લું મેદાન આવશ્ય આપવું પણ તેને સંયમ ચોક્કસ શીખવાડવું પડશે.બાળકોમાં સંસ્કારોનું રોપણ કરવામાં આવે તો અને તેનું સિંચન કરવામાં આવશે તો ભવિષ્યમાં એક આદર્શ સમાજ બની શકશે.
જો કે આજે નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ આ વાત યાદ કરી.
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
માતૃત્વનો નિર્દોષભાવ
માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...
-
નદીઓ રડી, ધરતી રડી, આખું વાદળ રડી પડ્યું, અને વાતાવરણ જાણે ભીનાશ, પુલવામાંની ધરતી પર શહીદવીરોની આગ સળગી ગઈ, દેશપ્રેમ જેના લોહીમા...
-
ભાઈ-ભાઈનો પ્રેમ,બાપ-દીકરાનો પ્રેમ,માં -દીકરાનો પ્રેમ,એમ હવે "બાપ -દીકરી"નો અમુલ્ય પ્રેમથી આપણને એવો ખ્યાલ આવતો હોય કે દીકરીની...
-
પાટીદાર સમાજ કે પટેલ શબ્દો આજે કાને અથડાઈ. આમ તો પટેલ શબ્દો માત્ર ગરવા ગુજરાતમાં રાજકારણ માટે જ સાંભળવું પડે એમ નહિ પરંતુ સાહ...