આર્ટિકલ લખ્યો અને ખાપરમા આંગણવાડી મળી ગઈ..!!

લગભગ ચારેક વર્ષ પહેલાની ઘટના છે સો રૂપિયાની નોટ મે આદિવાસી નાના અને માસુમ બાળકોને આપી..!! નાના બાળકો ગામઠી ભાષામાં મને પૂછવા લાગ્યા "સાહેબ" પૈસાને હું કરૂ...? સાથે ઉભેલા આઠ થી દસ બાળકોના ટોળા મેં કહ્યું કે તમને ચોકલેટ કે બિસ્કિટ અથવા જે ખાવું હોય તે લાવીને ખાઈ લો...!! આ વાત કહેતા નાના બિચારા બાળકોને આનંદ આવી ગયો હોય તેમના મોઢે હરખ જોવા મળતો, કારણ કે આજની લોકશાહીમાં આ ગામના લોકોને હજુ માનવી ગણતા નથી..!!
      આ ગામનું નામ ખાપર છે.તાલુકો ડેડીયાપાડા અને જિલ્લો નર્મદા.ફરતું જંગલ છે.આ ગામમાં વીજળીના થાંભલા નથી કે નથી પાણીના હેન્ડપંપ! એ સમયે ૧૩૪ માણસોના નામ રાશનકાર્ડમાં જ નથી એટલે કોઈ સરકારી સુવિધાઓ મળવાનો તો સવાલ જ નથી.ગામમાં જવા પાકો તો ઠીક કાચોય રસ્તો ન હોય,ગામમાં પ્રાથમિક શાળા ન હોય!પાણીની પણ સુવિધા ન હોય,આ ગામ લોકોની કોઈ સત્તાવાર ઓળખ ન હોય અને વળી એ ગામ નકશામાં પણ ન હોય!
 મારે જવાનું થયું તો બે પૈંડાના મોટર સાઇકલ જવાનું થયું. દુર્ગમ અને અંતરિયાળ ખાપર ગામે પહોંચવું મુશ્કેલ હતું.પગદંડી ચાલીને પણ આ ખાપર પહોંચી તો ગયા આ ગામની દર્દનાક સ્થિતિ જોતા માનવીય અધિકારો કે બંધારણીય અધિકારો તો અહીં વસતા લોકો માટે ક્યારના નદીના પાણીમાં ડૂબી ગયા લાગે છે! આ ગામમાં રહેનારા તદ્દન અભણ કે કોઈ પણ જાતની સુવિધા વગર રોજનું રોજ પેટિયું રળી લે છે.દાયકાઓ પહેલા કરજણ ડેમ બનતા એ સમયે તદ્દન ખોટા રિપોર્ટથી ખાપર ગામ ડુબાણમાં જતું હોવાથી જમીન નજીવા પૈસે લઇને સ્થળાંતર કર્યું .આજે કરજણ ડેમમાં ગામે તેટલું પાણી ભરાય તોય ખાપરને કોઈ અસર થતી નથી.જયારે હું ગયો ત્યારે બાળકોને ભણવાને બદલે કામે લાગી જાય છે.શાળા જ નથી.
        ગામના લોકો સામાન્ય ખેતી ઉપરાંત સુરત, અંકલેશ્વર, ભરૂચમાં કન્સ્ટ્રક્શનનું કામ અને વાંસનું કટિંગ કરીને સામાન્ય આવક મેળવે છે. ગામમાં કોઈ બીમાર થાય તો તેને સારવાર માટે દવાખાને લઈ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દૂરની વાત રહી, વાહન પણ ન ચાલી શકે.તેવા દર્દીને ઝોળીમાં નાખીને પગપાળા ચાલતા લઇ જવું પડે છે.
      આ ગામ પાર સરકારી અધિકારીઓ એ સમયે કહે કે આ ગામ ડુબાણમાં ગયું છે.તેમ છતાં વસ્તી ગણતરી કરાવી છે.આ ગામ ભૂતકાળમાં ગ્રામ પંચાયત હતી આજે ગ્રામ પંચાયત કે કોઈ ગામના ફળિયામાં નથી.આ વાસ્તવિકતા છે.૬ જુન -૨૦૧૨ સંદેશ અખબારમાં પહેલીવાર અર્ધ સાપ્તાહિકમાં ખાપર: ગામ છે, છતાં નથી! મે આર્ટિકલ આ ગામનો લખ્યા બાદ ખાપર ગામમાં શિક્ષણનું પહેલું પગથિયું એ આવ્યું કે લગભગ ત્રણ વર્ષથી આંગણવાડી ગામને મળી ગઈ આજે  ખાપરના આંગણવાડીમાં અંદાજે વીસ બાળકો ક,ખ,ગ નજર મારતા થયા છે.


 

માતૃત્વનો નિર્દોષભાવ

  માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...