માં રેવાના તટે પગની નહિ પણ
આંખ ભીની થાય,
ત્રાંબાના લોટાથી તારૂં નિર્મળ પાણી ભરાઈ નહીં,
હું કોને કરૂ અર્પણ..!!
હવે તારા તટે પાણીની જગ્યાએ રેતીની ઝાખળથી
આખરે પગ તો ભીના થાય છે, પણ તારૂં નિર્મળ પાણી ક્યાં.?
ભૂતકાળમાં તારા તારા દર્શનથી આનંદથી પુણ્ય મળતું
પણ આજે તારા દર્શનથી અમને ભય લાગે.
મેઘરાજામાં ભલે ઘોડાપુર આવે પણ,
બાકીના દિવસોમાં સામો દરિયો મળવા આવે.
તારૂં પાણીનું વહેણ ન આવે તો
તને લુપ્ત થતા કોઈ રોકી નહિ શકે.
માછીમારો,નાવિકો અને ખેડૂતોને હવે
પાણી વગર બરબાદીના તરફના પગલાં દેખાઈ છે.
છતાં પણ તારી શ્રધ્ધા પર અપાર ભરોસો છે.
સૌને મીઠા ફળ ખાવા છે.
તું નદી હોવાથી માતા કહેવાય,તું જ અન્નદાતા,
તારા વિના રેવામાતા,કોણ આપશે નિર્મળ વહેણ.!!
બંધના બંધન ભલે બંધાઈ પણ
સૌના જીવતરમાં તારૂં નિર્મળ જળ આપ.
- વિરેન્દ્રસિંહ અટોદરિયા (તા- ૬ઠ્ઠી ફેબ્રુઆરી-૨૦૧૯)
આંખ ભીની થાય,
ત્રાંબાના લોટાથી તારૂં નિર્મળ પાણી ભરાઈ નહીં,
હું કોને કરૂ અર્પણ..!!
હવે તારા તટે પાણીની જગ્યાએ રેતીની ઝાખળથી
આખરે પગ તો ભીના થાય છે, પણ તારૂં નિર્મળ પાણી ક્યાં.?
ભૂતકાળમાં તારા તારા દર્શનથી આનંદથી પુણ્ય મળતું
પણ આજે તારા દર્શનથી અમને ભય લાગે.
હવે નિર્મળ જળ વિનાની ખાલીખટ્ટ માં રેવા
તુજ પરિક્રમાથી કોણ થશે પાવન..!!મેઘરાજામાં ભલે ઘોડાપુર આવે પણ,
બાકીના દિવસોમાં સામો દરિયો મળવા આવે.
તને લુપ્ત થતા કોઈ રોકી નહિ શકે.
માછીમારો,નાવિકો અને ખેડૂતોને હવે
પાણી વગર બરબાદીના તરફના પગલાં દેખાઈ છે.
છતાં પણ તારી શ્રધ્ધા પર અપાર ભરોસો છે.
સૌને મીઠા ફળ ખાવા છે.
તું નદી હોવાથી માતા કહેવાય,તું જ અન્નદાતા,
તારા વિના રેવામાતા,કોણ આપશે નિર્મળ વહેણ.!!
બંધના બંધન ભલે બંધાઈ પણ
સૌના જીવતરમાં તારૂં નિર્મળ જળ આપ.
- વિરેન્દ્રસિંહ અટોદરિયા (તા- ૬ઠ્ઠી ફેબ્રુઆરી-૨૦૧૯)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો