માનવીના જીવનમાં દીકરીની વાત આવે એટલે સંવેદનશીલ બનતો હોય છે.ઘણા મોબાઈલ ફોન આવે,વોટ્સ અપ પર મેસેજ આવે અને એફબી પર ચેટમાં મને એમ કહે
કે તમે દીકરી પર કંઈક સારૂ લખો..!! ત્યારે ઘણાને મારે એવું પડે કે લખી તો પણ એક શરત..!! તેઓ મને કહે
કે શું બોલોને..!! શરત એટલી કે તમારે પ્રસંગો જોઈને રડવાનું નહિ..!! ઘણા એ સ્વીકારી પણ
કેટલાકે મને કહ્યું કે ઓકે જોઈશું..!!
મને થયું કે કંઈક દીકરી પર લખવું જોઈએ.ગામડાની વાત
છે.પોતાની નાનકડી વહાલસોયી દીકરીને પાડોશમાં મુકીને તેની માતા જંગલમાં કાપવા ગઈ
હોય.ગરીબાઈમાં પોતાની વહાલી દીકરીને મને નહિ પણ કમને પાડોશમાં મુકીને માતા લાકડા
કાપવા જવાનું કામ કરતી હોય છે.ભારે પરિશ્રમ કરીને લાકડાનો ભારો લઈને બજારમાં આવીને
ઉભી રહે છે.ક્યારેક કુદરત માનવીની પણ કસોટી કરતો હોય છે.જેમાં એક પૈસાદાર શેઠાણી
આવીને લાકડાનો ભરો જોઇને તેનું મુલ્ય કરવા લાગ્યા .!!
શેઠાણીએ એમ પૂછયું કે આ ભારો કેટલામાં આપવો છો .? ગરીબ અને નિર્દોષ મને એ
માતા કહ્યું કે આ ભારાના રૂ।.૨૫/-માં આપી દઈશ.પેલા શેઠાણીએ કહ્યું કે આના
રૂ।.૨૫/-માં ન આવે આ ભારો માત્ર રૂ।.૧૨/-જ આવે .!!!
આખો દિવસ પરસેવે રેબઝેબ અને જેમ તેમ મજુરી કરીને
લાકડા કાપ્યા હોય એ બાઈને એમ થયું હોય કે મારી દીકરી ભૂખી થઇ હશે .કઝીએ ચઢી
હશે.પોતાની માસુમ દીકરીને યાદ કરીને તેના કપડા ભીના થઇ ગયા હોય અને કપડા પણ ધાવણથી
ભીજાઈ ગયું હોય .એ શેઠાણી રોડ પકડીને આગળ જતી વેળા દીકરીની યાદમાં આ ગરીબ બાઈએ
શેઠાણીને ઉભા રાખ્યા. અને દીકરી ભૂખી થઇ હશે તેની ઉતાવળમાં શેઠાણીને રૂ।.૨૫/-નો
ભારો આખરે રૂ।.૧૨/-માં આપી દિધો. બાઈએ ભારો ઓછા પૈસે આપીને દીકરી માટે ત્યાંથી વહી
જાય છે.
ગરીબ હોય કે તવંગર
વ્યક્તિને માસુમ દીકરી અત્યંત વહાલી હોય છે.પોતાનું ધારેલું કામ પણ પડતું મૂકીને પોતાના
બાળકની પરવરીશ કરવામાં તમામ પ્રયાસો કરતા હોય છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો