દક્ષિણ ગુજરાતમાં પત્રકારત્વની કલમે જવાનો અવસર મળ્યો. જટિલ સમસ્યાઓ, ઇતિહાસ અને ભવિષ્યનું પ્લાનિંગ અક્ષરના સરનામે જવું પડે.
નાવડીઓ નદીમાં ચક્કર મારતી હોય પણ નર્મદાનો ઘોડાપૂરે ફળિયામાં બોટ ફરતી થઇ
મારી ઉંમર અડધી સદીને પુરા થવામાં હજુ બાકી છે.આમેય અમારા મનમસ્તિકમાં વર્ષ-૧૯૭૦માં નર્મદા નદીના પુર વડવાઓ પાસે સાંભળવા મળતી હતી.ક્યાંક ખળખળ વહેતી નર્મદા મનોમન ભાસે છે.ત્યારે અડધી સદી પહેલા ૧૯૭૦માં જ નર્મદા નદીમાં આવેલા પુર જેટલો જથ્થો તા-૧૭મી સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ આવતા જ ફરીવાર લોકોએ કહેલા સંસ્મરણો તાજા થતા હોય એ સ્વાભાવિક છે.એજ દિવસે ભાદરવા સુદ બીજનો દિવસ હતો.અને નર્મદા નદીનું પાણી દરિયામાં ઠલવાઈ તો સ્વીકારી (એક્સેપ્ટ) કે નહિ સ્વીકારી (નોન એક્સેપ્ટ) એ સમય ખુબ જ અઘરો હતો.ભરૂચ જિલ્લાની વરવી શક્યતા અને સરદાર સરોવર ડેમમાંથી ૧૮ લાખ કયુસેક પાણી ડાઉનસ્ટ્રીમ છોડાતા જ દરિયામાં ભરતીનો સમયને કારણે પાણીનો મોટો જથ્થો એ સમયે એક્સેપ્ટ ન કરતા પાણીનો ભરાવો એ ગોલ્ડન બ્રીજની સપાટી વધી ગઈ,જિલ્લાના સરકારી તંત્રએ ડેમમાંથી પાણી ન છોડવાની સુચનાઓ આપી હશે પણ પાણીનો મોટો જથ્થો છોડાયો.જેને કારણે ગોલ્ડન બ્રિજ પર ૪૦.૪૭ ફૂટ પાણી થઇ જતા અંકલેશ્વર-હાંસોટ-ભરૂચ-ઝઘડીયા તાલુકાના નદી કિનારાના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા."બોટ નદીઓમાં ચક્કર મારતી હોય એમ માનતા હોવા છતાં પણ આખરે નાવડી ગામડા/સોસાયટીઓમાં ફરતી થઇ" ગઈ.આવી સ્થિતિનું ભયાવહ નિર્માણ થયું.
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
ખોટું એક રૂપિયો ક્યારેય લેશો નહીં.મેં આખી જિંદગી આ રીતે કાઢી છે..!!- મરણ પથારીએ દાદાના શબ્દો ઝાલા સાહેબે ઉતાર્યા
મૂછનો દોરો અને રુઆબદાર આંખની ખુમારી હોવાથી ૧૯૯૧ ચાર વર્ષ માટે અતિ સંવેદનશીલ પરિસ્થિતિમાં ગોધરામાં એસપી તરીકેની તાત્કાલિક જવાબદારીમાંથી જયારે રિટાયર્ડ ગોધરાથી થતા લોકમાનસમાં તેઓ ન્યાયપ્રિય અતૂટ છાપ ઉભી કરી હતી.તેઓ પોલીસ તરીકે ગ્રાઉન્ડ રિયાલિટી ખુબ જ સારી રીતે જાણતા હતા. સૌરાષ્ટ્ર જયારે જ્ઞાતિવાદની આગથી સળગી રહયુ હતુ ત્યારે પોતાના ઘરે લગ્ન પ્રસંગ ને એક બાજુ મુકી ને પ્રમાણિકતા …તટસ્થતા અને પોલીસની ખાખી વર્દીનો વિશ્વાસ સામે નાત જાત ધર્મ કે પરિવાર પણ ગૌણ છે.અશ્ર્વનો પ્રેમ અને પોલિસદળમાં માઉન્ટિંગપોલિસ દળની સક્રિય ભૂમિકામાટે પ્રેરણાપુરુષ બની હતા.ઘોડાની જાત નસલની ઓળખમા પણ માનનિત તેઓનું મોટુ નામ હોવાથી ભાવનગર પોલીસદળમાં તેમના ઉમદા સેવાને ધ્યાને લઇને ગુજરાત સરકાર દ્વારા શ્રી આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ કલબની સ્થાપના કરવામા આવી છે.
જાંબાજ અને સુપ્રસિદ્ધ પોલીસ અધિકારી ની સેવામાં જિંદાદિલી આર.ડી.ઝાલા સાહેબને સૌને સ્મરણ ઉભું થાય એ માટે ડોક્યુમેન્ટરી ફિલ્મથી તેમને સન્માન કરવાના પ્રયાસ માટે અમારા ભરૂચ જિલ્લાના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા, સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ ગાંધીનગરના એસપી ભગીરથસિંહ જાડેજા તેમજ ધ્રુવ પંડિતે તેમની શોર્ટમાં બાયોગ્રાફી બનાવી હોય એમ લાગે છે.
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
હું પાછો આવીશ,ભારત વતન માટીની સુગંધ લઈશ..!!
નદીઓ રડી, ધરતી રડી,
આખું વાદળ રડી પડ્યું, અને વાતાવરણ જાણે ભીનાશ,
પુલવામાંની ધરતી પર શહીદવીરોની આગ સળગી ગઈ,
દેશપ્રેમ જેના લોહીમાં હોય એવા શહીદવીરો માટે,
આ દેશ કોઈ જમીનનો ટુકડો નથી પણ જવતું જાગતું રાષ્ટ્ર પુરૂષ છે,
અમે ભલે શહીદ થયા પણ અમારી અસ્થિ નદીમાં તર્પણ કરશે
ત્યારે તેમાંથી એક સ્વરની ગુંજ નીકળીને સંભળાશે "ભારત માતા કી જય.!"
માતૃભૂમિ માટે નરબંકા શહીદવીરોનો એક લાગણી,
અમે જઈશું ખાલી હાથે,અને ભારત દેશની માટી આજીવન જીવન રહેશે,
સૌના ગળગળા શહીદો માટે શબ્દો હશે કે "આર્મી જિંદાબાદ.!"
હું પાછો આવીશ,ભારત વતન માટીની સુગંધ લઈશ.
રાષ્ટ્રપ્રેમી શહાદતો દેશના હિતના પડકારોને માટે,
ફૂલોના માર્ગમાં તેના જીવનમાં ઘણા કાંટા દેખાય,
ફૂલો મેળવવા થોડા પડકારો માટે સળગવું પડે,
ત્યારે ભારત દેશએ રાષ્ટ્રપ્રિતિનો દેશ હશે.
(-વિરેન્દ્રસિંહ અટોદરિયા તા-૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૯)
{ તા-૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ પુલવામાં હુમલા પર કવિતા}
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
માં રેવા (નર્મદા) તટે તારા દર્શનથી આનંદ નહીં ભય લાગે..!!
માં રેવાના તટે પગની નહિ પણ
આંખ ભીની થાય,
ત્રાંબાના લોટાથી તારૂં નિર્મળ પાણી ભરાઈ નહીં,
હું કોને કરૂ અર્પણ..!!
હવે તારા તટે પાણીની જગ્યાએ રેતીની ઝાખળથી
આખરે પગ તો ભીના થાય છે, પણ તારૂં નિર્મળ પાણી ક્યાં.?
ભૂતકાળમાં તારા તારા દર્શનથી આનંદથી પુણ્ય મળતું
પણ આજે તારા દર્શનથી અમને ભય લાગે.
મેઘરાજામાં ભલે ઘોડાપુર આવે પણ,
બાકીના દિવસોમાં સામો દરિયો મળવા આવે.
તારૂં પાણીનું વહેણ ન આવે તો
તને લુપ્ત થતા કોઈ રોકી નહિ શકે.
માછીમારો,નાવિકો અને ખેડૂતોને હવે
પાણી વગર બરબાદીના તરફના પગલાં દેખાઈ છે.
છતાં પણ તારી શ્રધ્ધા પર અપાર ભરોસો છે.
સૌને મીઠા ફળ ખાવા છે.
તું નદી હોવાથી માતા કહેવાય,તું જ અન્નદાતા,
તારા વિના રેવામાતા,કોણ આપશે નિર્મળ વહેણ.!!
બંધના બંધન ભલે બંધાઈ પણ
સૌના જીવતરમાં તારૂં નિર્મળ જળ આપ.
- વિરેન્દ્રસિંહ અટોદરિયા (તા- ૬ઠ્ઠી ફેબ્રુઆરી-૨૦૧૯)
આંખ ભીની થાય,
ત્રાંબાના લોટાથી તારૂં નિર્મળ પાણી ભરાઈ નહીં,
હું કોને કરૂ અર્પણ..!!
હવે તારા તટે પાણીની જગ્યાએ રેતીની ઝાખળથી
આખરે પગ તો ભીના થાય છે, પણ તારૂં નિર્મળ પાણી ક્યાં.?
ભૂતકાળમાં તારા તારા દર્શનથી આનંદથી પુણ્ય મળતું
પણ આજે તારા દર્શનથી અમને ભય લાગે.
હવે નિર્મળ જળ વિનાની ખાલીખટ્ટ માં રેવા
તુજ પરિક્રમાથી કોણ થશે પાવન..!!મેઘરાજામાં ભલે ઘોડાપુર આવે પણ,
બાકીના દિવસોમાં સામો દરિયો મળવા આવે.
તને લુપ્ત થતા કોઈ રોકી નહિ શકે.
માછીમારો,નાવિકો અને ખેડૂતોને હવે
પાણી વગર બરબાદીના તરફના પગલાં દેખાઈ છે.
છતાં પણ તારી શ્રધ્ધા પર અપાર ભરોસો છે.
સૌને મીઠા ફળ ખાવા છે.
તું નદી હોવાથી માતા કહેવાય,તું જ અન્નદાતા,
તારા વિના રેવામાતા,કોણ આપશે નિર્મળ વહેણ.!!
બંધના બંધન ભલે બંધાઈ પણ
સૌના જીવતરમાં તારૂં નિર્મળ જળ આપ.
- વિરેન્દ્રસિંહ અટોદરિયા (તા- ૬ઠ્ઠી ફેબ્રુઆરી-૨૦૧૯)
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
આવતી કાલે પોતાનું ગામ રળીયામણા સાથે "હાઈટેક" હોય એ જોવાની ફરજ
આ ગામમાં તમામ લોકો હળીમળીને રહે,સલામતીના મુદ્દામાં આખા ગામમાં એક કે બે વર્ષ નહિ પણ દાયકાઓથી એ ગામમાં કોઈ પોલીસ ફરિયાદ ન થાય અને આખું ગામ આજના સંજોગોમાં ગોકુળિયું નહિ પણ હાઈ ટેક અને રળિયામણું ગામ બની શકે, ગ્રામ પંચાયતનો હોદ્દેદાર આખા ગામનો સર્વાંગી વિકાસ થાય એ ભાવનાથી કામ કરે,અને ગ્રામ પંચાયતની ચૂંટણી આવે એટલે આવતીકાલને વિઝનથી જોનારા લોકો માટે એકરાગે વિના વિરોધે બિનહરીફ થઇ જાય....!! ત્યારે છેલ્લા માણસને મોઢામાંથી એક વાક્ય નીકળે "મારૂ ગામ રૂડું અને રળિયામણું છે...!!"
જો કે આજે ગ્રામ પંચાયતોની ગુજરાતમાંચૂંટણી છે. આપણું ગામ મોડેલ અને અન્ય લોકોને દિશા આપી શકે એવી સૌને તમન્ના હોય.ગ્રામ પંચાયત કર્તાહર્તા પોતાનું ગામ દર દર ભટકતું હોવા કરતા તેની આવતીકાલ સારી હોય અને નેક્સ્ટ જનરેશન પણ સુવિધાથી સજ્જ યાદ કરે એ કામ કરવાની મથરાવટી દેખાવી જોઈએ. જૂનું પુરાણું ગામને એક અદ્દલ ગામ બીજે તો કંઈ પરંતુ ગુજરાતમાં એક દિશા આપનારું ગામ ચોક્કસ બની શકે.
આવા ગામો આજે શોધવા જઈએ તો લાંબે દૂર જોવા મળે.તેમ છતાં ગુજરાતનો પાડોશી રાજસ્થાનનો એક કિસ્સો યાદ આવ્યો.રાજસ્થાનના જયપુર નું સોડા ગામમાં આકર્ષક પર્સનાલિટી ધરાવતી,એકદમ ગ્લેમરસ અને એમ.બી.એ ભણેલી તેજતરાર મહિલા છવિ રાજાવત સરપંચ બની.તેના ઇતિહાસમાં જઈએ તો છવિ ના પિતા લશ્કરના નિવૃત્ત બ્રિગેડિયર રઘુવીરસિંઘ પહેલા સરપંચ છોડ્યા બાદ આ ગામ નધણિયાતું બની ગયું.લેભાગુ સરપંચથી થાકી જતા ગામલોકો ગયા હતા. ગામલોકોની નજર નિવૃત બ્રિગેડિયર રઘુવીરસિંઘ ની પૌત્રી છવિ રાજાવત પર પડી. ગામની ઈચ્છા એવી હતી કે પોતાના ગામના ઉદ્ધાર માટે છવિ રાજાવતને સરપંચ બનાવવી જોઈએ.
આમ તો છવિ રાજાવત ના માતા પિતા અને પરિવાર જયપુરમાં રહીને હોટેલ મેનેજમેન્ટ નું કામ સાંભળતા હતા.છાવીને ઘોડેસવારીનો અને ડ્રાંઈવિંગ શોખ ખરો.છવિએ અભ્યાસ પૂરો કર્યા બાદ લાખો રૂપિયાના પેકેજ સાથે કાર્લસન હોટેલ જૂથ કે એરટેલ કંપનીમાં નોકરી કરી હતી. ક્યારેક ગામમાં એસયુવી ડ્રાઈવ કરીને જતી ત્યારે ગામલોકો તેને જોતા જ રહી જતા હતા.રઘુવીરસિંઘ ની અલ્ટ્રા મોડર્ન પૌત્રી છવિ રાજાવતને સરપંચ બનાવવા માટે સોડા ગામના સૌ ગ્રામજનો એક બસમાં જયપુર પહોંચી ગયા.
આમ તો ગ્રામજનોની આવી મોડર્ન અને સફળ યુવતીને સરપંચ માટે રાજી કરવા એક કામ અઘરું કામ હતું, પણ ગામલોકો ઘણી આશા સાથે ૨૮ વર્ષની છવિને મળવા ગયા અને તેમણે છવિને કહ્યું કે "ગામના ઉદ્ધાર માટે તમે આગળ આવો એવી આશા સાથે અમે તમારી પાસે આવ્યા છીએ..!!". ગામલોકોનો પ્રેમ,હૂંફ અને આદર ની લાગણી જોઈને છવિએ સરપંચ બનવાની તૈયારી થતા આ ગામમાં આનંદ આવી ગયો.ચૂંટણીમાં છવિ રાજાવત જીત્યા બાદ રેઈન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી જળના સંચયની યોજના બનાવી. ગામમાં એક તળાવ હતું એ બહુ ગંદું હતું એટલે તેના પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ થઈ શકતો નહોતો. છવિએ સરકારી અધિકારીઓની મદદ માગી, રેઢિયાળ તંત્રએ મદદ કરવાની ઘસીને સાફ શબ્દોમાં ના પડી દીધી.
આવા તઘલખી અનુભવો બાદ છવિએ હાર ન માનીને એક મોટી કાનપિ પાસેથી તળાવ સ્વચ્છ કર્યું.ગામનો રસ્તો હોય કે નાના મોટા ગામના કામો કરવા માં છવિ સરપંચ પદ નિભાવ્યું.સાથે છવિ રાજાવત તેની માતા સાથે ફ્રીના સમયમાં હોટેલનું સંચનાલ કરી લેતી.!! આ કામ જોઇજો છવિએ ૨૦૧૧માં સંયુક્ત રાષ્ટ્ સંઘમાં આયોજિત 'ઈન્ફો પ્રોપર્ટી વિશ્વ સંમેલન'માં દુનિયાભરના મંત્રીઓ અને રાજદૂતોને તેની સ્પીચ આપી હતી.સાથેપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામે નવી દિલ્હીમાં પ્રાધ્યોગિક સમારોહમાં છવિને સન્માન કરવામાં આવ્યું..!!!
આ પ્રસંગ જોતા મહિલા અભણ નહિ પરંતુ પોતાની તાકાતથી કામ કરે એટલે સબળા બની જાય...!! આપણે પણ ગુજરાતમાં ખમતીધર ગામડાને દીર્ઘદ્રષ્ટિ પ્રગતિ કરે એવા લોકોની જરૂર છે.કદાચ આ ગ્રામ પંચાયતમાં આવા કુનેહવાળા લોકો ઉભા થાય જોવું પડે..!!!
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
Rajput Baisa - Chhavi Rajawat
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
હસ્તમેળાપમાં બેસતા દીકરીએ આઘા ઉભેલા પિતાજીને બોલાવીને ચરણસ્પર્શ કરતા રડી પડ્યા..!!
લગ્નના હસ્તમેળાપમાં બેસતા પહેલા વહાલસોયી દીકરીએ આજુબાજુ પોતાના બાપ તરફ નજર દોડાવીને દેખાતા કહ્યું કે ઓ પપ્પા..!! તેના પિતા દૂર હતા નજર જતા નજીક આવીને કહ્યું કે બોલ બેટા,શું હતું...!! કઈ કામ હતું.
દીકરીને પોતાના પિતા તદ્દન નજીક આવતા કહ્યું કે કંઈ નહિ પપ્પા...!! એમ કહીને સંસ્કારી દીકરીએ હસ્તમેળાપમાં બેસતા પહેલા પોતાના બાપના પવન પગલાં ચરણસ્પર્શ કર્યા. જેમ દીકરીના લગ્નમાં પૂ.મોરારીબાપુ નવરસ આવે તેમાં પણ છેલ્લો કરૂણ રસ આવે...!! હજુ તો વિદાયનો પ્રસંગને વાર હતી.ત્યાં દીકરીને પગે લગતા જોઈને તેનો બાપ રડીને અડધો થઇ ગયો...!!! આ ઘટના લગભગ સાડા પાંચ વર્ષ બની ત્યારે આખો આનંદનો પસંગ વસમી વિદાયમાં ફેરવાઈ ગયો.
સાડા પાંચ વર્ષ પહેલાની સત્ય ઘટના છે.સભ્યસમાજ જીવનના એક મોભી હોય.કંઈ પણ નાની મોટી ઘટના બને તેમાં યોગ્ય રસ્તો બતાડે એવા મોભ સમા વડીલવ્યક્તિ.આવા વડીલ ને ત્યાં પોતાની દીકરીના લગ્ન હતા.હાથમાં મહેંદી હોય અને માથે પાનેતર પહેરીને સાત પેઢીના ફેરા ફરવાના હતા એવા લગ્ન હતા.દીકરીના લગ્ન હોય ત્યારે આખો દિવસ આનંદમયી અને અંતે તો "કાળજા કેરો કટકો મારો...." એ ગીત યાદ આવીને કઠોર દિલના માનવી ભાંગીને ભુક્કો થઇ જતા હોય છે.
કંઈક આવી ઘટના વિદાય પ્રસંગ પહેલા જોવા મળી.રાત્રે એ લગ્નમાં હસ્તમેળાપનો સમય હતો.મંડપમાં એ દીકરી આવીને હસ્તમેળાપમાં બેસતા પહેલા પોતાના પિતા આજુબાજુ છે કે નહિ એ જોતી હતી.ક્યાંક દૂર ઉભેલા તેના પિતા દેખાતા દીકરીએ બૂમ પડી પપ્પા....!! દીકરીનો અવાજ તેના પિતાના કાને સંભળાયો તેના તરફ નજર ઘુમાવીને કહ્યું કે
બોલ બેટા...!! પિતાને જોઈને પિતાની લાડકવાયી દીકરી એ ઈશારામાં કહ્યું કે જરા અહીંયા આવોને..!! પોતાની દીકરી બોલાવે એટલે કંઈક કામ હશે એમ માનીને પિતા હસ્તમેળાપ પાસે પહોંચી ગયા. પિતાએ દીકરી કહ્યું કે બોલ બેટા, કઈ કામ હતું...!!!!!
દીકરીએ પિતાજીને કહ્યું કે કંઈ નહિ પપ્પા..!! બસ એમજ, હસ્તમેળાપમાં બેસતા પહેલા વહાલસોયી દીકરીએ પોતાના પિતાજીના ચરણસ્પર્શ કર્યા બાદ મંડપમાં બેઠી.દીકરીના આજ સંસ્કાર આખા સમાજે નજરે નિહાળ્યું.હજુ તો લગ્નના વિદાયનો પ્રસંગ બાકી હતો ત્યાં દીકરીને પગે લગતા જોયા બાદ તેના પિતા ધ્રુસકે અને ધૂસકે રડી પડ્યા..!! આનંદનો પ્રસંગ જાણે વહાલો કરૂણ પ્રસંગ આવી ગયો હોય એવું લાગતું હતું.
.જે ઘટના મેં નજરે નિહાળ્યા બાદ મારી આંખો પણ ભરાઈ આવી.મને એમ થતું હતું કે જો કે આમેય છેક્છેલ્લે સુધી લગ્નમાં રહું છતાં પણ કન્યાવિદાયનો પ્રસંગ અમારી હિંમત ન હતી.જેને કારણે વિદાય પહેલા દીકરીના પિતાને રડતા જોઈને અમારે ઘરે જવા નીકળી ગયા.
આ લગ્નમાં દીકરીની વિદાય બાદ દીકરીના પિતાજી મોં મૂકીને રડ્યા. ખુબ જ રડ્યા આમ પણ. મક્કમ હૃદયના વ્યક્તિ હોવા છતાં પોતાની દીકરી વિદાય વખતે ખુબ જ રડ્યા હતા.દીકરી સાસરે જતી વેળા આખરે મોબાઈલ પર કારમાંથી પોતાના પપ્પાને ન રડવાનું જ્ણાવેઆખરે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય એ આપણે ખ્યાલ આવે...!!

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
માતૃત્વનો નિર્દોષભાવ
માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...
-
નદીઓ રડી, ધરતી રડી, આખું વાદળ રડી પડ્યું, અને વાતાવરણ જાણે ભીનાશ, પુલવામાંની ધરતી પર શહીદવીરોની આગ સળગી ગઈ, દેશપ્રેમ જેના લોહીમા...
-
ભાઈ-ભાઈનો પ્રેમ,બાપ-દીકરાનો પ્રેમ,માં -દીકરાનો પ્રેમ,એમ હવે "બાપ -દીકરી"નો અમુલ્ય પ્રેમથી આપણને એવો ખ્યાલ આવતો હોય કે દીકરીની...
-
પાટીદાર સમાજ કે પટેલ શબ્દો આજે કાને અથડાઈ. આમ તો પટેલ શબ્દો માત્ર ગરવા ગુજરાતમાં રાજકારણ માટે જ સાંભળવું પડે એમ નહિ પરંતુ સાહ...