તા.૩જી જુલાઈ-2025
ભરૂચની પાણીદાર ધરતી પર સાહિત્યજગતના
કનૈયાલાલ માણેકલાલ મુનશીનો વિસ્તાર કહેવાય.ક.મા.મુનશીએ ભલે તેમના કાર્યકાળમાં
દેશનું બંધારણનાં સભ્ય અને ગર્વનર બનવાનું સદ્દભાગ્ય તો મળ્યું.પણ પોતે એક પ્રભાવી લેખક હતા.તેમના
સમયમાં ઘણી નવલકથાઓ વાંચો તો સૌને અચંબિત અને આકર્ષક કરનારી હોય છે.
ગુજરાત સહીત દેશભરમાં લોકશાહી
આવી જતા જનમાનસ પોતાનો સ્વતંત્ર અધિકાર લેવાનો મિજાજ જોડાયેલો ખરો.મૂળ તો ભરૂચ નગર
એ નર્મદા નદીનાં પટ પર આવેલો વિસ્તાર છે.ભરૂચનો ભવ્ય ભૂતકાળ કર્મઠ માનવીઓનાં જન્મ
સાથે જોડાયેલું નગર છે.અહિયાં ક.મા.મુનશીનું નગરમાં જન્મેલા હોવાથી પોતે “ગુજરાતનો
નાથ” નવલકથા લખેલી.આ પુસ્તકનું ટાઈટલથી સાંપ્રત લોકશાહીનાં માંધાતાઓ પ્રેરણા કે
દિશા લેવી જોઈએ.ભલે નવલકથામાં ગુજરાતનો નાથનો અર્થ ગુજરાતના મુખિયાને સ્પર્શતો હોય
છે.તેમના મનમાં ગુજરાતનો કોઈપણ નાગરીકની સમસ્યા ન હોય એવું વિચારતી હોય છે.પણ આવી
જુદી માટીના માનવીઓનું સંશોધન આમ પ્રજા કરતી હોય છે.
ભરૂચ નગરપાલિકા એ અંગ્રેજોની
સલ્તનતમાં 110 વર્ષ પૂર્વે બની હતી.ભરૂચ મૂળ તો ભવ્ય ભૂતકાળમાં બંદરોથી પ્રચલિત
હતું.અંગ્રેજો ગયા બાદ લોકશાહી આવી અને નગરોમાં શાસકો સમાયંતરે બદલાતા રહ્યા છે.અને
ભરૂચ નગરની ચારેબાજુ ઔદ્યોગિક વસાહત આવેલી હોવાથી નોકરીયાતો માટે ભરૂચ શહેર આશ્રયસ્થાન
બની ગયું છે.ભરૂચ શહેર સાથે આજુબાજુના ગામડાઓ પણ આજે જોડાઈ ગયા છે.લગભગ એક-દોઢ
દસકામાં ભરૂચ મહાનગરપાલિકાની પ્રબળ માંગ છતાં તેનું પરિણામ આવ્યું નથી.લગભગ 14
વર્ષ પહેલા તત્કાલીન CM અને આજના PM નરેન્દ્ર મોદી ભરૂચમાં સદ્દભાવના ઉપવાસ માટે આગમન થયું
ત્યારે મહાનગરપાલિકા બને એવી સૌને આશા હતી.પણ એ શક્ય ન બન્યું.
ભરૂચ જીલ્લામાં વસ્તી વધારો અને
વિકાસની હારમાળા છતાં હજુ શહેરનું સ્ટાન્ડર્ડ વધારવામાં સફળ થયા નથી.ક્યાંક આપણા
વિસ્તારમાં હજુ ઉણપ હોય એમ લાગે છે.અને ભરૂચ શહેર કરતા નાનકડા શહેરોને જો
મહાનગરપાલિકા બનતી હોય તો આપણા વિસ્તારમાં શાની કચાસ છે.એ જોવું રહ્યું.
સોમવારે ગુજરાતના CM ભુપેન્દ્રદાદા ભરૂચ જિલ્લાની મુલાકાતે આવતા હોય તો
ભરૂચ નગરજનોની અપેક્ષા છે કે ગુજરાતનો નાથ લખનાર ક.મા,મુનશીના ભરૂચ નગરમાં કમસેકમ
મહાનગરપાલિકા બનાવવી જોઈએ એવી લાગણી છે.




