માતૃત્વનો નિર્દોષભાવ

 

માતૃત્વનો નિર્દોષભાવ


________________

નોખી છે આ છબી..,

તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન,

પરમાર્થની પ્રાર્થના લઇ શુભાશિષ દેતો માતૃત્વનો હાથ.

જગત જનની અહી માતૃભાવનો છૂપો આશીર્વાદ છે.

કૃતાર્થ થાતી અશ્રુ પણ થઇ જાય છે નિર્દોષભાવ,

જેની સાથે જનસમૂહનો ખુમારી સથવારો,

ક્ષણ આ પાપરહિત નેત્રભીની...!!

નોખી છે આ છબી...,

 

             --વિરેન્દ્રસિંહ અટોદરીયા

                (પત્રકાર) ભરૂચ તા-26-8-2025

(PM મોદીની વાયરલ છબી પર લખાયેલા લખાયેલી લિટીઓ)

 

 

 

CM ભુપેન્દ્રદાદા પાસે ભરૂચ નગરજનોને અપેક્ષા: ક.મા,મુનશીનું ભરૂચ નગર મહાનગરપાલિકા બને એવી “મહા” આશા

તા.૩જી જુલાઈ-2025

ભરૂચની પાણીદાર ધરતી પર સાહિત્યજગતના કનૈયાલાલ માણેકલાલ મુનશીનો વિસ્તાર કહેવાય.ક.મા.મુનશીએ ભલે તેમના કાર્યકાળમાં દેશનું બંધારણનાં સભ્ય અને ગર્વનર બનવાનું સદ્દભાગ્ય તો  મળ્યું.પણ પોતે એક પ્રભાવી લેખક હતા.તેમના સમયમાં ઘણી નવલકથાઓ વાંચો તો સૌને અચંબિત અને આકર્ષક કરનારી હોય છે.

ગુજરાત સહીત દેશભરમાં લોકશાહી આવી જતા જનમાનસ પોતાનો સ્વતંત્ર અધિકાર લેવાનો મિજાજ જોડાયેલો ખરો.મૂળ તો ભરૂચ નગર એ નર્મદા નદીનાં પટ પર આવેલો વિસ્તાર છે.ભરૂચનો ભવ્ય ભૂતકાળ કર્મઠ માનવીઓનાં જન્મ સાથે જોડાયેલું નગર છે.અહિયાં ક.મા.મુનશીનું નગરમાં જન્મેલા હોવાથી પોતે “ગુજરાતનો નાથ” નવલકથા લખેલી.આ પુસ્તકનું ટાઈટલથી સાંપ્રત લોકશાહીનાં માંધાતાઓ પ્રેરણા કે દિશા લેવી જોઈએ.ભલે નવલકથામાં ગુજરાતનો નાથનો અર્થ ગુજરાતના મુખિયાને સ્પર્શતો હોય છે.તેમના મનમાં ગુજરાતનો કોઈપણ નાગરીકની સમસ્યા ન હોય એવું વિચારતી હોય છે.પણ આવી જુદી માટીના માનવીઓનું સંશોધન આમ પ્રજા કરતી હોય છે.

ભરૂચ નગરપાલિકા એ અંગ્રેજોની સલ્તનતમાં 110 વર્ષ પૂર્વે બની હતી.ભરૂચ મૂળ તો ભવ્ય ભૂતકાળમાં બંદરોથી પ્રચલિત હતું.અંગ્રેજો ગયા બાદ લોકશાહી આવી અને નગરોમાં શાસકો સમાયંતરે બદલાતા રહ્યા છે.અને ભરૂચ નગરની ચારેબાજુ ઔદ્યોગિક વસાહત આવેલી હોવાથી નોકરીયાતો માટે ભરૂચ શહેર આશ્રયસ્થાન બની ગયું છે.ભરૂચ શહેર સાથે આજુબાજુના ગામડાઓ પણ આજે જોડાઈ ગયા છે.લગભગ એક-દોઢ દસકામાં ભરૂચ મહાનગરપાલિકાની પ્રબળ માંગ છતાં તેનું પરિણામ આવ્યું નથી.લગભગ 14 વર્ષ પહેલા તત્કાલીન CM અને આજના PM નરેન્દ્ર મોદી ભરૂચમાં સદ્દભાવના ઉપવાસ માટે આગમન થયું ત્યારે મહાનગરપાલિકા બને એવી સૌને આશા હતી.પણ એ શક્ય ન બન્યું.

ભરૂચ જીલ્લામાં વસ્તી વધારો અને વિકાસની હારમાળા છતાં હજુ શહેરનું સ્ટાન્ડર્ડ વધારવામાં સફળ થયા નથી.ક્યાંક આપણા વિસ્તારમાં હજુ ઉણપ હોય એમ લાગે છે.અને ભરૂચ શહેર કરતા નાનકડા શહેરોને જો મહાનગરપાલિકા બનતી હોય તો આપણા વિસ્તારમાં શાની કચાસ છે.એ જોવું રહ્યું.

સોમવારે ગુજરાતના CM ભુપેન્દ્રદાદા ભરૂચ જિલ્લાની મુલાકાતે આવતા હોય તો ભરૂચ નગરજનોની અપેક્ષા છે કે ગુજરાતનો નાથ લખનાર ક.મા,મુનશીના ભરૂચ નગરમાં કમસેકમ મહાનગરપાલિકા બનાવવી જોઈએ એવી લાગણી છે.

 

 

 

"મારુ નામ આપજે તારું કામ થઇ જશે"- હરિસિંહનાનાની સાફ વાત કરવાની શૈલી હતી અને પલવારમાં કામ થયું -આજના સમયમાં હરિસિંહનાના જેવા માનવી શોધવા ખુબ જ કઠિન

 



    મહાપુરુષ હરિસિંહ નાનાના આજે સંસ્મરણો યાદ કરવા પડે..!!  "મારુ નામ આપજે તારું કામ થઇ જશે"- હરિસિંહ નાનાની સાફ વાત કરવાની શૈલી હતી અને પલવારમાં કામ થયું  -આજના સમયમાં હરિસિંહનાના જેવા માનવી શોધવા ખુબ જ કઠિન

        વાલિયાનો એક પરિવાર હરિસિંહનાના ના ઘરે એક કામ માટે ગયા. કોલેજકાળમાં પોતાના ભૈરૂ માટે રહેવાની વ્યવસ્થા કરવાના કામે જતા નાનાએ પૂછ્યું "બોલ શું કામ હતું..!! પોતાના ભાઈ માટે નાનાને કહ્યું કે હાલ નાના મારો ભાઈ કોલેજ કરે છે.તેને રહેવાની આ વ્યક્તિને પત્ર લખો તો વ્યવસ્થા થઇ જાય. હરિસિંહનાનાએ કહ્યું કે મારૂ નામ લઈને એ વ્યક્તિને મળો તારું કામ થઇ જશે..!! પત્ર ન લખ્યો એટલે કામ લઈને આવેલા થોડા અવઢવમાં કામ થશે કે નહિ એ વિચારોમાં પડી ગયા.

        બીજા દિવસે જે વ્યક્તિ ને મળવા જતા અને મળી કહ્યું કે "તમારી પાસે હરિસિંહનાના એ મોકલ્યો છે.એ વ્યક્તિનો એવો જવાબ આપ્યો કે "હા,મને ગઈકાલે ફોન પર નાનાએ જાણ કરી છે.અને જોત જોતામાં પલવારમાં કામ થઇ ગયું..!!આ ઘટના બનતા તેઓ અચંબામાં પડ્યા,

      આજે  હરિસિંહનાના જેવા મહાપુરુષ શોધવા અઘરા હોય.તેમના સ્મરણો આજે પણ યાદ કરવા પડે.ભૂતકાળમાં ભરૂચનો પૂર્વભાગ વાલિયા જેવા વિસ્તારમાં દીકરીઓ અંકલેશ્વર કે ભરૂચ અભ્યાસ કરવા આવે.કોઈક અઇચ્છનીય ઘટના બને તો સૌનું ઉકળી ઉઠે.

એ સમયે હરીસિંહ નાના હયાત હતા લોકોની નાડ પારખી. પેચીદો પ્રશ્ન માટે નાનાએ પ્રબુદ્ધ આગેવાનોએ વિમર્સ કરીને એવો નિર્ણય કયો કે વાલિયામાં માત્ર મહિલા કોલેજ બનાવવી.તેમનું સ્વપ્નું સાકાર અને આજે મૂર્તિમંત થઇ ગયું.નાનાએ આપેલી દેન આજની ભાવી પેઢી તેનો ઉપયોગ કરે છે.એ વાતથી સૌને સંતોષ થાય.

સ્વ.હરિસિંહ મહીડા ને વાલિયા સહીત આખું ભરૂચ જીલ્લો હુલામણું નામ "હરિસિંહનાના" તરીકે ઓળખે.હરિસિંહનાના ના કામો જોઇને આજે પણ માનવીઓના માનસપટલ પર છવાયેલા રહે છે.

હરિસિંહનાના  સારાવક્તા, કુશળવહીવટકર્તા, નિખાલસ,દરીયાદીલના,નાટકમાં ઊંડો રસ અને રાજકારણમાં પડતા પહેલા નાટકોના પ્રોગ્રામ ગોઠવતા એટલે હરિસિંહ મહીડાનું નામ આવે .ભરૂચ જીલ્લાના અઠંગ નેતા અને અભિનેતાનું ભૂતકાળમાં જેણે કામ કર્યું હતું.ત્યારે સિંચાઈનું પાણી ન હોય એવા સુકાભઠ વિસ્તારમાં ગણેશ સુગર ફેક્ટરી લાવીને ગુજરાતમાં આજે બેનમુન બનાવી એ ઉત્તમ ઉદાહરણ છે.માટે હરિસિંહ નાના કહેવું હોય તો શિક્ષણ,પંચાયત ધારો,સહકારી માળખું,ગાંધીનગરમાં મંત્રીપદ બનીને વહીવટમાં ભારે પકડથી ગરીબ માણસનું કામ કરવાની તેમના ત્રેવડ હતી.

    ભરૂચના પીઢ નેતા મર્હુમ અહેમદભાઈ પટેલ ભૂતકાળમાં તેમની યુવાનીમાં ભરૂચની જે.પી.આર્ટસ કોલેજમાં બીએસસીમાં વિધાર્થી તરીકે અને વાંચન,સંગીત અને કલ્ચરલ પ્રોગ્રામ જોવાનો અતુટ શોખ.તે વખતે કોંગ્રેસનો ગુજરાતમાં ડંકો વાગતા હરિસિંહ મહીડાની નજર નવયુવાન અહેમદ પટેલ ચઢી ગઈ.તેની આંગળી પકડીને રાજકારણમાં લઇ આવ્યા.હરિસિંહ નાનાને નાટકમાં ઉંડો રસ હતો.અભિનય સમ્રાટ તરીકે તેમના નાટકો પર અસર દેખાતી હતી.તેઓ નાટકોમાં સ્વ.રત્નસિંહ મહીડા સાથે શંકર-પાર્વતી નું પાત્ર ભજવતા.આ સાથે તેઓ રાજકારણનો રંગ લાગતા ગ્રામ્ય વિસ્તારોના કામ માટે કલેકટરને કહેવાનું ન હોય .એટલું જ નહિ પણ મીટીંગમાં તેમના કુશળતા રૂપ દેખાતા હતા.તેઓ બીજીબાજુ રમુજથી પણ વિરોધીને પણ શમાવી દેતા હતા.ખાસ કરીને ગરીબ માણસનું ક્ષણવારમાં કામ થઇ જાય એવી હરિસિંહ નાનામાં અદભૂત અનુભૂતિ હતી .આજે પણ હરિસિંહ નાનાના કામોની વાતો કરીને બુદ્ધિજીવીઓ અને ચાહક વર્ગ તેમને યાદ કરે છે .તેમણે ઉભી કરેલી વિરાસત બેનમુન સંસ્થાઓ ચાલતી હોવાથી તેઓ આજે પણ પથદર્શક બની રહ્યા છે.

 

માતાને માસુમ ગરીબડી દીકરીની યાદ આવતા બજારમાં આખરે ધાવણથી કપડા ભીજાઈ ગયા..!!

 


માનવીના જીવનમાં દીકરીની વાત આવે એટલે સંવેદનશીલ બનતો હોય છે.ઘણા  મોબાઈલ ફોન આવે,વોટ્સ અપ પર  મેસેજ આવે અને  એફબી પર ચેટમાં મને એમ કહે કે તમે દીકરી પર કંઈક સારૂ લખો..!! ત્યારે ઘણાને મારે એવું  પડે કે લખી તો  પણ એક શરત..!! તેઓ મને કહે કે શું બોલોને..!! શરત એટલી કે તમારે પ્રસંગો જોઈને રડવાનું  નહિ..!! ઘણા એ સ્વીકારી પણ કેટલાકે મને કહ્યું કે ઓકે જોઈશું..!!  
   મને થયું કે કંઈક દીકરી પર લખવું જોઈએ.ગામડાની વાત છે.પોતાની નાનકડી વહાલસોયી દીકરીને પાડોશમાં મુકીને તેની માતા જંગલમાં કાપવા ગઈ હોય.ગરીબાઈમાં પોતાની વહાલી દીકરીને મને નહિ પણ કમને પાડોશમાં મુકીને માતા લાકડા કાપવા જવાનું કામ કરતી હોય છે.ભારે પરિશ્રમ કરીને લાકડાનો ભારો લઈને બજારમાં આવીને ઉભી રહે છે.ક્યારેક કુદરત માનવીની પણ કસોટી કરતો હોય છે.જેમાં એક પૈસાદાર શેઠાણી આવીને લાકડાનો ભરો જોઇને તેનું મુલ્ય કરવા લાગ્યા .!!
શેઠાણીએ એમ પૂછયું કે આ ભારો કેટલામાં આપવો છો .? ગરીબ અને નિર્દોષ મને એ માતા કહ્યું કે આ ભારાના રૂ।.૨૫/-માં આપી દઈશ.પેલા શેઠાણીએ કહ્યું કે આના રૂ।.૨૫/-માં ન આવે આ ભારો માત્ર રૂ।.૧૨/-જ આવે .!!!
આખો દિવસ પરસેવે રેબઝેબ અને જેમ તેમ મજુરી કરીને લાકડા કાપ્યા હોય એ બાઈને એમ થયું હોય કે મારી દીકરી ભૂખી થઇ હશે .કઝીએ ચઢી હશે.પોતાની માસુમ દીકરીને યાદ કરીને તેના કપડા ભીના થઇ ગયા હોય અને કપડા પણ ધાવણથી ભીજાઈ ગયું હોય .એ શેઠાણી રોડ પકડીને આગળ જતી વેળા દીકરીની યાદમાં આ ગરીબ બાઈએ શેઠાણીને ઉભા રાખ્યા. અને દીકરી ભૂખી થઇ હશે તેની ઉતાવળમાં શેઠાણીને રૂ।.૨૫/-નો ભારો આખરે રૂ।.૧૨/-માં આપી દિધો. બાઈએ ભારો ઓછા પૈસે આપીને દીકરી માટે ત્યાંથી વહી જાય છે.
     ગરીબ હોય કે તવંગર વ્યક્તિને માસુમ દીકરી અત્યંત વહાલી હોય છે.પોતાનું ધારેલું કામ પણ પડતું મૂકીને પોતાના બાળકની પરવરીશ કરવામાં તમામ પ્રયાસો કરતા હોય છે.

બાપ દીકરીના સંવાદમાં બદલાયેલી ભાષા કે જનરેશન ગેપ વચ્ચે કયારેય નહીં આવે !!


દીકરી અને પિતાનો સંબંધ જેટલો લખાયો છે એનાં કરતા વધારે જીવંત બન્યો છે.દીકરી એટલે અધિકાર એને માટે બાપ ગરીબ કે શ્રીમંત નથી હોતો.એને માટે પિતા હક કરવાની છેલ્લી અને સૌથી પહેલી વ્યક્તિ છે.દીકરીને જોઇતી વસ્તુઓનું લીસ્ટ ક્યારેય પુરૂ થતું જ નથી.પિતાના ખિસ્સા હોય નહી તો પણ દીકરીની વસ્તુ લાવવા માટે પૈસા આવી જાય છે.પિતાની ઉદાસી જેને સૌથી પહેલી ખબર પડે છે એજ દીકરી છે. દીકરી પિતા આગળ હસે એવું નિર્દોષ હાસ્ય જગતમાં બીજે ક્યાંય જોવા મળતું નથી. 

દીકરીને‌ પિતાને પટાવવાની આવડત એનામાં જન્મજાત ઊગી હોય છે. એ કોઇની મહોતાજ નથી જ્યાં સુધી એના પિતાનો એને સંગાથ છે.સંઘર્ષનું સત્ય એણે પિતાના જીવનમાં જોયું હોય છે અને એને એ પણ ખબર છે કે પિતાએ સંઘર્ષને એમના પૂરતો સીમીત રાખ્યો છે. ક્યારેય કુટુંબ પર આવવા દિધો નથી.પિતાને દીકરીની ખુશીઓની ખબર નથી. દીકરીને પિતાના આનંદની ખબર છે. 

આ સંબંધ દરેક સંબંધોમાં જીવતર બની છે.દીકરીને બધું જ આપી દીધા પછી ખાલી થઇ ગયેલા પિતા પાસે હજુ પણ કંઇક ને કઇક તો આપવાનું નિકળશે જ. દીકરીનો બાપ દરિયાદિલ –વજ્ર જેવો કઠોર અને વાસ્તવિક્તાને તરત સમજનારો હોય છે. અને દીકરી  બિન્દાસ્ત, તોફાની, વસ્તુઓની કશી જ ન પ઼ડી હોય એની, દીકરી પિતાને હારવા નથી દેતી. 

​બંનેના સંવાદમાં બદલાયેલી ભાષા અને જનરેશન ગેપ વચ્ચે કયારેય નથી આવતો.જમાના સાથે ચાલવાનું કહેતી દીકરીને પિતા જમાનાના મૂલ્યોની વાત સમજાવે છે. વાત બંનેની સાચી છે અને બંને જણા થોડીકવાર મુંગા થઇને પાછા બીજી કોઇ વાત પર ચડભડ કરે છે. દીકરી સાસરે જાય છે પિતાની આદતોને સાથે લઇને જાય છે. આ વાતની જાણ દીકરીને અને સાસરાના ઘરના અરીસાને હોય છે. નાની નાની પગલીઓથી આજે વિરાટ પગલાં ભરતી દીકરીઓને જોઇને જે એવાને એવા જ જીવે છે એ પિતા છે.દીકરી બધું જ જાણે છે. ધારે તો પિતાને સુધારી શકે છે. બાળપણમાં પિતાએ દીકરીને સ્વતંત્રતા આપી હતી હવે દીકરી પિતાને સ્વતંત્રતા આપે છે. પિતા એ છે જે દીકરી વિદાય પછી એકલો ન પડી જાય માટે આનંદ આવે કે ન આવે પણ પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહે છે. પિતાનો દરેક બાબતમાં સ્વીકારવું થઇ જવાનો સ્વભાવ દીકરી માટે લગન પછી આદત બની જાય છે. દીકરીઓને કશું જ શીખવાડવું પડતુ હોતુ નથી. દરેક પિતા માટે એની દીકરી થોડીક ડોબી, થોડીક લુચ્ચી અને સહુથી વધુ વ્હાલી હોય છે.દરેક પિતાની ફરિયાદ પણ હોય છે કે મારી દીકરી હજુ મેચ્યોર નથી થઇ.હંમેશા ભૂલો કાઢ્યા જ કરે છે. દીકરીનું પણ સામે એવું જ હોય છે.

આદતોને સ્વીકાર કરવા માટેનું સ્થળ એ પીયર. પપ્પાના સ્વભાવને વાતે વાતે વારે વારે અમલમાં મૂકવાનું સ્થળ તે સાસરૂં,. જ્યાં સંબંધ, સ્વભાવ, આદત, જીંદગી કશું જ કામ ન આવે અને તો પણ દીકરીને પિતા અને પિતાને દીકરી યાદ આવે એ અન્નજળ. ક્યારેય ખાલીપો કે ક્યારેય સુકાઇ ન જાય તેવું જળ. “પપ્પા ઘરે બરાબર ઉંઘે તો છેને?” દીકરીની તબિયત બરાબર છેને? બંને પાત્રોને ઊંઘ ચિંતા હોય ત્યારે જ સંબંધમાં પવિત્રતા છે.



એકાંતમાં સગર્ભા માતાએ દોરેલું ચિત્રથી તેનો બાળક દુનિયાનો શ્રેષ્ઠ ચિત્રકાર બન્યો: વક્તા પ્રણેશ પાટીદાર

એક સગર્ભા મહિલા એકાંતમાં ચિત્ર દોરતી હોય અને તેનો વહાલસોયો દિકરાના જન્મ થયા બાદ દુનિયાનો સૌથી મોટો ચિત્રકાર બન્યો.માતાના લક્ષણ દિકરામાં ઉતરે.આ સાથે ૧૯૨૦ની સાલમાં અમેરિકા પર રિસર્ચના રીપોર્ટ પ્રમાણે ત્યાંની ૬૦ ટકા મહિલાઓ બીમારીને કે હેલ્થને કારણે માં બનવાને લાયક નથી. આ શબ્દો જિલ્લાનું એકમાત્ર અંકલેશ્વરની તપોવન સંસ્કાર કેન્દ્રમાં પ્રણેશ પાટીદારે સગર્ભા બહેનોને કહ્યા હતા.
     લગભગ દસેક દિવસ પહેલા અંકલેશ્વર ખાતે ૩૫ જેટલા સગર્ભા બહેનોનાં ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં પ્રવેશ પાટીદારે કહ્યુ કે ગર્ભ ધારણ માત્ર મહિલાઓ જ કરતી હોય છે.જો કે અગાઉ એક પુરૂષ ગભઁ ધારણની ઇચ્છા જાગી.અંતે કહ્યુ કે બાળકને જન્મ માત્ર માતા જ આપી શકે છે.બાળકને ઘડતર કરવાનો  ૮૦ ટકા ફાળો માત્ર માતા જ આપી શકે છે.
     સગર્ભા માતાની વાતો દિકરામાં હોવાનો એક કિસ્સો જણાવ્યો હતો કે ઇટલી સગર્ભા માતા ફ્રાન્સસીસકાએ એકાંતમાં એક ચિત્ર બનાવ્યુ.એજ મહિલાને તા-૬ઠી  માર્ચ ૧૪૭૫એ એક બાળકનો જન્મ થયો. સગર્ભા મહિલાના ચિત્ર જાણે ટ્રાન્સફર થયા હોય એમ બાળક મોટો થયો હોય માઇકલેએન્જીલો નામનો માણસ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ચિત્રકાર બની ગયો.તેને આજે  વેસ્ટર્ન આર્ટ જનક કહેવાય છે.ઇશ્વર ધારે એ બાળકને યુનિક બનાવી શકે છે.
    વધુમાં એક અમેરિકન રિસર્ચ કહ્યુ કે  ૧૯૨૦માં લેકીએ અમેરિકા પર રિસર્ચ કરીને કહ્યુ હતુ કે અમેરીકાની ૬૦ ટકા મહિલાઓ માં બનવાને લાયક નથી.આ મહિલાઓ બિમારી અને હેલ્થને માતા બનવાને લાયક નથી.તેની જગ્યાએ ભારતીય પરંપરા અનોખી છે.
   ભારતીય પરંપરાની વાત કરતા કહ્યુ કે ભારત દેશમાં શાસ્ત્રીય સંગીત ગાયક ભીમસેન જોશીનું નામ આવે છે.તેમના શબ્દો કહુ તો મારી ગાતી માતા હતી તેને મેં ઉઠાવ્યુ છે. મહિલાઓમાં પુરૂષ કરતા ચાર ગણુ સાહસ છે.અંતે સગર્ભા બહેનોએ દ્વેષભાવ અને ઈર્ષાના વિચારો ન લાવતાં  તેની તમારા તમારા બાળક પર પડે છે.

તું આંખોની પલકથી.....!!!



તું આંખોની પલક જેવી થઇ ગઈ,

નજરે જોયા વિના સૌને સુકૂન ન થાય,

તું મોહક,આકર્ષક,આનંદી અને સુંદરતાની મહેક,
અને સર્જનાત્મક અને હાવભાવમાં મૈત્રીપૂર્ણ 

તને વાંચવું પણ મુશ્કેલ અને લખવાની તાકાત જોયે
હજારો ચહેરોમાં તારી ઝલક જોઈ પર આફ્રિન થઇ જાય

નસીબનો વરસાદ સૌના પર એવો કે
ખ્યાઇસ સુકાઈ રહીને અને આંખની પલક ભીની થઇ જાય 

તારો સુહામણો ચહેરો આંખોમાં છલકે જામ,
શબ્દોના સરનામે જવા કાંટાનો માર્ગ સહેવા પડે.

                   - વિરેન્દ્રસિંહ અટોદરિયા (તા- ૧૩મી ફેબ્રુઆરી-૨૦૧૯)

નાવડીઓ નદીમાં ચક્કર મારતી હોય પણ નર્મદાનો ઘોડાપૂરે ફળિયામાં બોટ ફરતી થઇ

          મારી ઉંમર અડધી સદીને પુરા થવામાં હજુ બાકી છે.આમેય અમારા મનમસ્તિકમાં વર્ષ-૧૯૭૦માં નર્મદા નદીના પુર વડવાઓ પાસે સાંભળવા મળતી હતી.ક્યાંક ખળખળ વહેતી નર્મદા મનોમન ભાસે છે.ત્યારે અડધી સદી પહેલા ૧૯૭૦માં જ નર્મદા નદીમાં આવેલા પુર જેટલો જથ્થો તા-૧૭મી સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ આવતા જ ફરીવાર લોકોએ કહેલા સંસ્મરણો તાજા થતા હોય એ સ્વાભાવિક છે.એજ દિવસે ભાદરવા સુદ બીજનો દિવસ હતો.અને નર્મદા નદીનું પાણી દરિયામાં ઠલવાઈ તો સ્વીકારી (એક્સેપ્ટ) કે નહિ સ્વીકારી (નોન એક્સેપ્ટ) એ સમય ખુબ જ અઘરો હતો.ભરૂચ જિલ્લાની વરવી શક્યતા અને સરદાર સરોવર ડેમમાંથી ૧૮ લાખ કયુસેક પાણી ડાઉનસ્ટ્રીમ છોડાતા જ દરિયામાં ભરતીનો સમયને કારણે પાણીનો મોટો જથ્થો એ સમયે એક્સેપ્ટ ન કરતા પાણીનો ભરાવો એ ગોલ્ડન બ્રીજની સપાટી વધી ગઈ,જિલ્લાના સરકારી તંત્રએ ડેમમાંથી પાણી ન છોડવાની સુચનાઓ આપી હશે પણ પાણીનો મોટો જથ્થો છોડાયો.જેને કારણે ગોલ્ડન બ્રિજ પર ૪૦.૪૭ ફૂટ પાણી થઇ જતા અંકલેશ્વર-હાંસોટ-ભરૂચ-ઝઘડીયા તાલુકાના નદી કિનારાના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા."બોટ નદીઓમાં ચક્કર મારતી હોય એમ માનતા હોવા છતાં પણ આખરે નાવડી ગામડા/સોસાયટીઓમાં ફરતી થઇ" ગઈ.આવી સ્થિતિનું ભયાવહ નિર્માણ થયું.

       ત્યારે ક્યારેક એમ થાય કે  "नर्मम ददाति इति नर्मदा...." જેના દર્શનથી આનંદ મળે એ નર્મદા,જો કે (હાલમાં ઘોડાપૂરથી) નર્મદા કાંઠે રહેનારા લોકોને દર્શનથી આનંદ નહિ પણ ડર લાગી રહ્યો છે.આ વખતે ખળખળની જગ્યાએ ભયાવહ પાણીથી તબાહીનું મંજર દેખાતું હોય છે.નર્મદાથી ખેડૂતો,માછીમારો સહીત બધા વર્ગને ફાયદો થતો હોય છતાં ડેમમાંથી છોડેલા પાણીનો વિશાળ જથ્થાની કિનારે રહેનારા દુર્દશાનો ભોગ બની રહ્યા છે.


-વિરેન્દ્રસિંહ અટોદરીયા

   (ભરૂચ) તા-૧૮/૯/૨૦૨૩

ખોટું એક રૂપિયો ક્યારેય લેશો નહીં.મેં આખી જિંદગી આ રીતે કાઢી છે..!!- મરણ પથારીએ દાદાના શબ્દો ઝાલા સાહેબે ઉતાર્યા

પોતાના દાદા કાળુભા સાહેબ મરણ પથારીએ હતા ત્યારે એક વાક્ય ઉચ્ચારેલ કે "ખોટું એક રૂપિયો ક્યારેય લેશો નહીં.મેં આખી જિંદગી આ રીતે કાઢી છે." આ શબ્દ આખો જિંદગી કાઢી છે એવા પોલીસ અધિકારી તરીકે ફરજ માટે  સમર્પિત ૮૩રિ વર્ષના રીટાયર્ડ આઇપીએસ રઘુવીરસિંહ દિલીપસિંહ ઝાલા (આર.ડી.ઝાલા) સાહેબ નીડરતા અને પ્રામાણિક હોવાથી આપણે સેલ્યુટ મારવાનું અચૂક મન થાય.તેઓ ભર યુવાનીમાં કહેતા કે મારે ગરીબ માણસ માટે ડ્યુટી કરવી છે. તેમનું બાળપણ  ભાવનગરના રાજકુંટુંબ સાથે વીત્યું હતું।.૧૯૬૯ના ગાળામાં સેન્ટ્રલ ડિટેક્ટિવ સ્કૂલ કલકત્તા ખાતે કોર્ષમાં સાડા ત્રણ મહિના ગયા બાદ એક્ઝામમાં ફર્સ્ટ રેન્ક મેળવીને આ સિદ્ધિ મેળવનાર ગુજરાતી પ્રથમ હતા.

      મૂછનો દોરો અને રુઆબદાર આંખની ખુમારી હોવાથી ૧૯૯૧ ચાર વર્ષ માટે અતિ સંવેદનશીલ પરિસ્થિતિમાં  ગોધરામાં એસપી તરીકેની તાત્કાલિક જવાબદારીમાંથી જયારે રિટાયર્ડ ગોધરાથી થતા લોકમાનસમાં તેઓ ન્યાયપ્રિય અતૂટ છાપ ઉભી કરી હતી.તેઓ પોલીસ તરીકે ગ્રાઉન્ડ રિયાલિટી ખુબ જ સારી રીતે જાણતા હતા. સૌરાષ્ટ્ર જયારે જ્ઞાતિવાદની આગથી સળગી રહયુ હતુ ત્યારે પોતાના ઘરે લગ્ન પ્રસંગ ને એક બાજુ મુકી ને પ્રમાણિકતા …તટસ્થતા અને પોલીસની ખાખી વર્દીનો વિશ્વાસ સામે નાત જાત ધર્મ કે પરિવાર પણ ગૌણ છે.અશ્ર્વનો પ્રેમ અને પોલિસદળમાં માઉન્ટિંગપોલિસ દળની સક્રિય ભૂમિકામાટે પ્રેરણાપુરુષ બની હતા.ઘોડાની જાત નસલની ઓળખમા પણ માનનિત તેઓનું મોટુ નામ હોવાથી ભાવનગર પોલીસદળમાં તેમના ઉમદા સેવાને ધ્યાને લઇને ગુજરાત સરકાર દ્વારા શ્રી આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ કલબની સ્થાપના કરવામા આવી છે.

       જાંબાજ અને સુપ્રસિદ્ધ પોલીસ અધિકારી ની સેવામાં જિંદાદિલી આર.ડી.ઝાલા સાહેબને સૌને સ્મરણ ઉભું થાય એ માટે ડોક્યુમેન્ટરી ફિલ્મથી તેમને સન્માન કરવાના પ્રયાસ માટે અમારા ભરૂચ જિલ્લાના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા, સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ ગાંધીનગરના એસપી ભગીરથસિંહ જાડેજા તેમજ ધ્રુવ પંડિતે તેમની શોર્ટમાં બાયોગ્રાફી બનાવી હોય એમ લાગે છે.   

હું પાછો આવીશ,ભારત વતન માટીની સુગંધ લઈશ..!!




નદીઓ રડી, ધરતી રડી,
આખું વાદળ રડી પડ્યું, અને વાતાવરણ જાણે ભીનાશ,
પુલવામાંની ધરતી પર શહીદવીરોની આગ સળગી ગઈ,

દેશપ્રેમ જેના લોહીમાં હોય એવા શહીદવીરો માટે, 
આ દેશ કોઈ જમીનનો ટુકડો નથી પણ જવતું  જાગતું રાષ્ટ્ર પુરૂષ છે, 
અમે ભલે શહીદ  થયા પણ અમારી અસ્થિ નદીમાં તર્પણ કરશે 
ત્યારે તેમાંથી એક સ્વરની  ગુંજ નીકળીને સંભળાશે "ભારત માતા કી જય.!"

માતૃભૂમિ માટે નરબંકા શહીદવીરોનો એક લાગણી,
અમે જઈશું ખાલી હાથે,અને ભારત દેશની માટી આજીવન જીવન રહેશે,
સૌના ગળગળા શહીદો માટે શબ્દો  હશે કે "આર્મી જિંદાબાદ.!"
હું પાછો આવીશ,ભારત વતન માટીની સુગંધ લઈશ.

રાષ્ટ્રપ્રેમી શહાદતો દેશના હિતના પડકારોને માટે,
ફૂલોના માર્ગમાં તેના જીવનમાં ઘણા કાંટા દેખાય,
ફૂલો મેળવવા થોડા પડકારો માટે સળગવું પડે,
ત્યારે ભારત દેશએ રાષ્ટ્રપ્રિતિનો  દેશ હશે.
           
                  (-વિરેન્દ્રસિંહ અટોદરિયા તા-૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૯) 

                    { તા-૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ પુલવામાં હુમલા પર કવિતા}








માં રેવા (નર્મદા) તટે તારા દર્શનથી આનંદ નહીં ભય લાગે..!!

માં રેવાના તટે પગની નહિ પણ 
આંખ ભીની થાય,
ત્રાંબાના લોટાથી તારૂં  નિર્મળ પાણી ભરાઈ નહીં, 
હું કોને કરૂ અર્પણ..!!

હવે તારા તટે પાણીની જગ્યાએ રેતીની ઝાખળથી 
આખરે પગ તો ભીના થાય છે, પણ તારૂં નિર્મળ પાણી ક્યાં.?
ભૂતકાળમાં તારા તારા દર્શનથી આનંદથી પુણ્ય મળતું 
પણ આજે તારા દર્શનથી અમને ભય લાગે.


હવે નિર્મળ જળ વિનાની ખાલીખટ્ટ માં રેવા 
તુજ પરિક્રમાથી કોણ થશે પાવન..!!
મેઘરાજામાં  ભલે ઘોડાપુર આવે પણ,
બાકીના દિવસોમાં સામો દરિયો મળવા આવે.

તારૂં પાણીનું વહેણ ન આવે તો 
તને લુપ્ત થતા કોઈ રોકી નહિ શકે.
માછીમારો,નાવિકો અને ખેડૂતોને હવે 
પાણી વગર બરબાદીના તરફના પગલાં દેખાઈ છે. 
છતાં પણ તારી શ્રધ્ધા પર  અપાર ભરોસો છે.
સૌને મીઠા ફળ ખાવા છે.

તું નદી હોવાથી માતા કહેવાય,તું જ અન્નદાતા,
તારા વિના રેવામાતા,કોણ આપશે નિર્મળ વહેણ.!!
બંધના બંધન ભલે બંધાઈ પણ 
સૌના જીવતરમાં તારૂં  નિર્મળ જળ આપ.

                                - વિરેન્દ્રસિંહ અટોદરિયા (તા-  ૬ઠ્ઠી ફેબ્રુઆરી-૨૦૧૯)

આવતી કાલે પોતાનું ગામ રળીયામણા સાથે "હાઈટેક" હોય એ જોવાની ફરજ


આ ગામમાં તમામ લોકો હળીમળીને રહે,સલામતીના મુદ્દામાં આખા ગામમાં એક કે બે વર્ષ નહિ પણ દાયકાઓથી એ ગામમાં કોઈ પોલીસ ફરિયાદ ન થાય અને આખું ગામ આજના સંજોગોમાં ગોકુળિયું નહિ પણ હાઈ ટેક અને રળિયામણું ગામ બની શકે, ગ્રામ પંચાયતનો હોદ્દેદાર આખા ગામનો સર્વાંગી વિકાસ થાય એ ભાવનાથી કામ કરે,અને ગ્રામ પંચાયતની ચૂંટણી આવે એટલે આવતીકાલને વિઝનથી જોનારા લોકો માટે એકરાગે વિના વિરોધે બિનહરીફ થઇ જાય....!! ત્યારે છેલ્લા માણસને મોઢામાંથી એક વાક્ય નીકળે "મારૂ ગામ રૂડું અને રળિયામણું છે...!!"
    જો કે આજે ગ્રામ પંચાયતોની ગુજરાતમાંચૂંટણી છે. આપણું ગામ મોડેલ અને અન્ય લોકોને દિશા આપી શકે એવી સૌને તમન્ના હોય.ગ્રામ પંચાયત કર્તાહર્તા પોતાનું ગામ દર દર ભટકતું હોવા કરતા તેની આવતીકાલ સારી હોય અને નેક્સ્ટ જનરેશન પણ સુવિધાથી સજ્જ યાદ કરે એ કામ કરવાની મથરાવટી દેખાવી જોઈએ. જૂનું પુરાણું ગામને એક અદ્દલ ગામ બીજે તો કંઈ પરંતુ ગુજરાતમાં એક દિશા આપનારું ગામ ચોક્કસ બની શકે.
      આવા ગામો આજે શોધવા જઈએ તો લાંબે દૂર જોવા મળે.તેમ છતાં ગુજરાતનો પાડોશી રાજસ્થાનનો એક કિસ્સો યાદ આવ્યો.રાજસ્થાનના જયપુર નું સોડા ગામમાં  આકર્ષક પર્સનાલિટી ધરાવતી,એકદમ ગ્લેમરસ અને એમ.બી.એ ભણેલી તેજતરાર મહિલા છવિ રાજાવત સરપંચ બની.તેના ઇતિહાસમાં જઈએ તો છવિ ના પિતા લશ્કરના નિવૃત્ત બ્રિગેડિયર રઘુવીરસિંઘ પહેલા સરપંચ છોડ્યા બાદ આ ગામ નધણિયાતું બની ગયું.લેભાગુ સરપંચથી થાકી જતા ગામલોકો  ગયા હતા. ગામલોકોની નજર નિવૃત બ્રિગેડિયર રઘુવીરસિંઘ ની પૌત્રી છવિ રાજાવત પર પડી. ગામની ઈચ્છા એવી હતી કે પોતાના ગામના ઉદ્ધાર માટે છવિ રાજાવતને સરપંચ બનાવવી જોઈએ.
      આમ તો છવિ રાજાવત ના માતા પિતા અને પરિવાર જયપુરમાં રહીને હોટેલ મેનેજમેન્ટ નું કામ સાંભળતા હતા.છાવીને ઘોડેસવારીનો અને ડ્રાંઈવિંગ શોખ ખરો.છવિએ અભ્યાસ પૂરો કર્યા બાદ લાખો રૂપિયાના પેકેજ સાથે કાર્લસન હોટેલ જૂથ કે એરટેલ કંપનીમાં નોકરી કરી હતી. ક્યારેક ગામમાં એસયુવી ડ્રાઈવ કરીને જતી ત્યારે ગામલોકો તેને જોતા જ રહી જતા હતા.રઘુવીરસિંઘ ની અલ્ટ્રા  મોડર્ન પૌત્રી છવિ રાજાવતને સરપંચ બનાવવા માટે સોડા ગામના સૌ ગ્રામજનો એક બસમાં જયપુર પહોંચી ગયા.
     આમ તો ગ્રામજનોની આવી મોડર્ન અને સફળ યુવતીને સરપંચ માટે રાજી કરવા એક કામ અઘરું કામ હતું, પણ ગામલોકો ઘણી આશા સાથે ૨૮ વર્ષની છવિને મળવા ગયા અને તેમણે છવિને કહ્યું કે "ગામના ઉદ્ધાર માટે તમે આગળ આવો એવી આશા સાથે અમે તમારી પાસે આવ્યા છીએ..!!". ગામલોકોનો પ્રેમ,હૂંફ અને આદર ની લાગણી જોઈને છવિએ સરપંચ બનવાની તૈયારી થતા આ ગામમાં આનંદ આવી ગયો.ચૂંટણીમાં છવિ રાજાવત જીત્યા બાદ રેઈન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી જળના સંચયની યોજના બનાવી. ગામમાં એક તળાવ હતું એ બહુ ગંદું હતું એટલે તેના પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ થઈ શકતો નહોતો. છવિએ સરકારી અધિકારીઓની મદદ માગી, રેઢિયાળ તંત્રએ મદદ કરવાની ઘસીને સાફ શબ્દોમાં ના પડી દીધી.
        આવા તઘલખી અનુભવો બાદ છવિએ હાર ન માનીને એક મોટી કાનપિ પાસેથી તળાવ સ્વચ્છ કર્યું.ગામનો રસ્તો હોય કે નાના મોટા ગામના કામો કરવા માં છવિ સરપંચ પદ નિભાવ્યું.સાથે છવિ રાજાવત તેની માતા સાથે ફ્રીના સમયમાં હોટેલનું સંચનાલ કરી લેતી.!!  આ કામ જોઇજો છવિએ ૨૦૧૧માં સંયુક્ત રાષ્ટ્ સંઘમાં આયોજિત 'ઈન્ફો પ્રોપર્ટી વિશ્વ સંમેલન'માં દુનિયાભરના મંત્રીઓ અને રાજદૂતોને તેની સ્પીચ આપી હતી.સાથેપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામે નવી દિલ્હીમાં પ્રાધ્યોગિક સમારોહમાં છવિને સન્માન કરવામાં આવ્યું..!!!
    આ પ્રસંગ જોતા મહિલા અભણ નહિ પરંતુ પોતાની તાકાતથી કામ કરે એટલે સબળા બની જાય...!! આપણે પણ ગુજરાતમાં ખમતીધર ગામડાને દીર્ઘદ્રષ્ટિ પ્રગતિ કરે એવા લોકોની જરૂર છે.કદાચ આ ગ્રામ પંચાયતમાં આવા કુનેહવાળા લોકો ઉભા થાય જોવું પડે..!!!


Rajput Baisa - Chhavi Rajawat

હસ્તમેળાપમાં બેસતા દીકરીએ આઘા ઉભેલા પિતાજીને બોલાવીને ચરણસ્પર્શ કરતા રડી પડ્યા..!!

લગ્નના હસ્તમેળાપમાં બેસતા પહેલા વહાલસોયી દીકરીએ આજુબાજુ પોતાના બાપ તરફ નજર દોડાવીને દેખાતા કહ્યું કે ઓ પપ્પા..!! તેના પિતા દૂર હતા નજર જતા નજીક આવીને કહ્યું કે બોલ બેટા,શું હતું...!! કઈ કામ હતું.
     દીકરીને પોતાના પિતા તદ્દન નજીક આવતા કહ્યું કે કંઈ નહિ પપ્પા...!! એમ કહીને સંસ્કારી દીકરીએ હસ્તમેળાપમાં બેસતા પહેલા પોતાના બાપના પવન પગલાં ચરણસ્પર્શ કર્યા. જેમ દીકરીના લગ્નમાં પૂ.મોરારીબાપુ નવરસ આવે તેમાં પણ છેલ્લો કરૂણ રસ આવે...!! હજુ તો વિદાયનો પ્રસંગને વાર હતી.ત્યાં દીકરીને પગે લગતા જોઈને તેનો બાપ રડીને અડધો થઇ ગયો...!!! આ ઘટના લગભગ સાડા પાંચ વર્ષ બની ત્યારે આખો આનંદનો પસંગ વસમી વિદાયમાં ફેરવાઈ ગયો. 
     સાડા પાંચ વર્ષ પહેલાની સત્ય ઘટના છે.સભ્યસમાજ જીવનના એક મોભી હોય.કંઈ પણ નાની મોટી ઘટના બને તેમાં યોગ્ય રસ્તો બતાડે એવા મોભ સમા વડીલવ્યક્તિ.આવા વડીલ ને ત્યાં પોતાની દીકરીના લગ્ન હતા.હાથમાં મહેંદી હોય અને માથે પાનેતર પહેરીને સાત પેઢીના ફેરા ફરવાના હતા એવા લગ્ન હતા.દીકરીના લગ્ન હોય ત્યારે આખો દિવસ આનંદમયી અને અંતે તો "કાળજા કેરો કટકો મારો...." એ ગીત યાદ આવીને કઠોર દિલના માનવી ભાંગીને ભુક્કો થઇ જતા હોય છે.
        કંઈક આવી ઘટના વિદાય પ્રસંગ પહેલા જોવા મળી.રાત્રે એ લગ્નમાં હસ્તમેળાપનો સમય હતો.મંડપમાં એ દીકરી આવીને હસ્તમેળાપમાં બેસતા પહેલા પોતાના પિતા આજુબાજુ છે કે નહિ એ જોતી હતી.ક્યાંક દૂર ઉભેલા તેના પિતા દેખાતા દીકરીએ બૂમ પડી  પપ્પા....!! દીકરીનો અવાજ તેના પિતાના કાને સંભળાયો તેના તરફ નજર ઘુમાવીને કહ્યું કે
બોલ બેટા...!! પિતાને જોઈને પિતાની લાડકવાયી દીકરી એ ઈશારામાં કહ્યું કે જરા અહીંયા આવોને..!! પોતાની દીકરી બોલાવે એટલે કંઈક કામ હશે એમ માનીને પિતા હસ્તમેળાપ પાસે પહોંચી ગયા. પિતાએ દીકરી કહ્યું કે બોલ બેટા, કઈ કામ હતું...!!!!!
      દીકરીએ પિતાજીને કહ્યું કે કંઈ નહિ પપ્પા..!! બસ એમજ, હસ્તમેળાપમાં બેસતા પહેલા વહાલસોયી દીકરીએ પોતાના પિતાજીના ચરણસ્પર્શ કર્યા બાદ મંડપમાં બેઠી.દીકરીના આજ સંસ્કાર આખા સમાજે નજરે નિહાળ્યું.હજુ તો લગ્નના વિદાયનો પ્રસંગ બાકી હતો ત્યાં દીકરીને પગે લગતા જોયા બાદ તેના પિતા ધ્રુસકે અને ધૂસકે રડી પડ્યા..!! આનંદનો પ્રસંગ જાણે વહાલો કરૂણ પ્રસંગ આવી ગયો હોય એવું લાગતું હતું.
    .જે ઘટના મેં નજરે નિહાળ્યા બાદ મારી આંખો પણ ભરાઈ આવી.મને એમ થતું હતું કે જો કે આમેય છેક્છેલ્લે સુધી લગ્નમાં રહું છતાં પણ કન્યાવિદાયનો પ્રસંગ અમારી હિંમત ન હતી.જેને કારણે વિદાય પહેલા દીકરીના પિતાને રડતા જોઈને અમારે ઘરે જવા નીકળી ગયા.
       આ લગ્નમાં દીકરીની વિદાય બાદ દીકરીના પિતાજી મોં મૂકીને રડ્યા. ખુબ જ રડ્યા આમ પણ. મક્કમ હૃદયના વ્યક્તિ હોવા છતાં પોતાની દીકરી વિદાય વખતે ખુબ જ રડ્યા હતા.દીકરી સાસરે જતી વેળા આખરે મોબાઈલ પર કારમાંથી પોતાના પપ્પાને ન રડવાનું જ્ણાવેઆખરે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય એ આપણે ખ્યાલ આવે...!!

તમારી દીકરીને મારાથી કંઈ કહેવાયું તો મને માફ કરી દેજો .હવે તમારી દીકરી મારા પુત્રની વહુ નહિ પણ મારી દીકરી કરતા સવાઈ રાખીશ : સાસુના દીકરીના પિતાને સંવેદનસરભર શબ્દો ..!!!


ભાઈ-ભાઈનો પ્રેમ,બાપ-દીકરાનો પ્રેમ,માં -દીકરાનો પ્રેમ,એમ હવે "બાપ -દીકરી"નો અમુલ્ય પ્રેમથી આપણને એવો ખ્યાલ આવતો હોય કે દીકરીની જવાબદારી આપણા માટે વધારે હોય છે દીકરા કરતા .!! દીકરોએ બે કુળને ઉજાળે છે .જયારે દીકરી ત્રણ કુળને તારણહાર છે.દીકરા માટે બાપ અને મોસાળને ઉજળું કરે છે .જયારે દીકરી પિયર-મોસાળ અને સાસરું એમ ત્રણ કુળને ઉજળું કરે જો કે દીકરીના જીવનમાં બે ભાગ પડે છે .જયારે દીકરાના જીવનમાં બે ભાગ પડતા નથી .કારણ કે દીકરાનો જન્મ થાય ત્યાં જ મૃત્યુ પામે છે .જયારે દીકરીનો સ્મશાન પણ જુદું હોય છે .એટલે કવિઓએ દીકરીને "કાળજાનો કટકો" કીધો છે.દીકરી ગમે એવી મોટી થાય,બે સંતાનોની માં બને,છતાં બાપના આંગણે આંટો મારવા આવે એટલે એ નાની જ લાગતી હોય છે .
દીકરીને પોતાના બાપનું ઘર વહાલું લાગતું હોય છે .ઘરે આવીને જયારે બાપને મળવા જાય ત્યારે બાપ કહે છે કે મારો વિહામો આવ્યો , બેટા તું મજામાં..!! જયારે દીકરી બાપને પૂછે છે કે હું તો મજામાં છું પણ તમે મજામાં છો ..!! એ સમયે દીકરીના પિતાને જે ટાઢક થાય છે તે ટાઢક કદાચ હિમાલયની ગોદમાં પણ નહિ મળે .બેટા હું બહુ મજામાં છું એવો જવાબ પિતા આપતો હોય છે .
પંખીના માળા જેવું રૂડું ગામમાં મરદ માણસની દસથી અગિયાર વર્ષ દીકરી આંગણા રમતી હોય ત્યારે આંગણું રૂડું લાગે છે .આપના ભારત વર્ષમાં જેના આંગણે તુલસીનો ક્યારો ન હોય અને જેને આંગણે દીકરી રમતી ન હોય એ આંગણું રૂડું ન લાગે ."તુલસીનો ક્યારો અને દીકરી એ આંગણાની શોભા છે" જે આંગણામાં દીકરી રમતી હોય તો બાપની આંખના ખૂણા ભીના થઇ જાય.દીકરીને જન્મ આપીને માં મારી ગઈ હતી.દૂધ પાઈને દીકરીને પિતા મોટી કરી હતી .સમજણનો સીમાડો એટલે દીકરી કહેવાય.એકવાર બાપની સાથે દીકરી બેસીને સારી સારી વાતો કરતી હતી.દીકરીએ પિતાના પિતાને કહ્યું કે બાપુ હું એક વાત કરું આપને .!!! દીકરીને વાત સાંભળીને પિતાજી કહ્યું કે બોલ બેટા .!!
દીકરીએ કહ્યું કે બાપુ તમે બીજા લગ્ન કરી લો .!!બીજા લગ્ન કરશો તો એટલે મને માં મળશે .માં મળે એટલે કેટલીક શિખામણ મળે .માં વિના દુનિયામાં કોઈ શિખામણ નહી આપી શકે બાપુ .અને માં મને શિખામણ આપશેને એ તેના સહારે સહારે આ સંસાર સાગર સહેલાઈથી તરી જઈશ..!! .
દીકરીની કાકલુદી પિતા સામે અણધારી વાતો કરતા એવો જવાબ આપ્યો કે બેટા ..!! દીકરી તરત જ જવાબ આપ્યો કે હા બાપુ હું બધું સમજુ છું .એની કઈ ચિંતા ન કરો તમે .!! ફરી પિતા કહ્યું કે દીકરી તો બીજું તો કઈ નહિ પણ તારી નવી માં આવે અને કદાચ તને દુઃખ દે અથવા તો તારી આત્મા દુભાય તો બેટા હું નરકનો અધિકારી બનું .દીકરીને પાસે બેસાડીને પિતાએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે આપણા ગામના ગૌર મહારાજની દીકરીના  લગ્ન થયા હતા.ત્યારે તારી માં આણું વાળીને આવી હતી ત્યારે ગામની બધી બહેનો સાથે ગૌર મહારાજ ની દીકરીનું કરિયાવર જોવા માટે ગઈ હતી .કરિયાવર જોતા જોતા કોઈને વિચાર ન આવ્યો પણ તારી માંને એવું દુઃખ થયું કે કરિયાવરમાં ભરત ગુંથણ નહીને ચાદરો પણ ન હતી અરે આ ગૌર મહારાજની દીકરીની માતા મરી ગયા કરીયાવારની આવી હાલત જોવી પડી .એ ઘરે આવીને તારી માં ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી.મેં પૂછ્યું કે કેમ રોઈ છે .!!!
તારી માં એ એવો જવાબ આપ્યો કે કાઈ નહિ..!!પટારો ખોલીને ભરત ગુથણ ,ચાદરો,તોરણ લઇ જઈને બ્રાહ્મણ દીકરીના કરિયાવરમાં મુક્યા એની માં નહિ ત્યારે ભરત ગુથણ નહિ.ત્યારે મેં કહ્યું કે તારે ત્યાં દીકરી થશે તો શું આપીશ.ત્યારે તારી માંએ એવો જવાબ આપ્યો કે એને તો મારો ભગવાન આપશે.બેટા,મને તો એની વાત યાદ આવે છે .હવે બીજુ ઘર નથી કરવું,મારે બીજા લગ્ન નથી કરવા.!! વહાલસોયી દીકરીએ ફટાક દઈને એવો પિતાને જવાબ આપ્યો કે પિતાજી તમે બીજા લગ્ન નહિ કરો તો તમને મારા સોગંધ છે.તમે મારા માટે મન નહી બાળો આટલું કહીને દીકરી રડવા માંડી.
દીકરીને ચોધાર આંસુ રડતા જોઈને પિતાજી વામણા થઇ ગયા એમ કહ્યું કે બેટા તુંએ મને લાચાર કરી દીધો..!! લગ્ન કરવાની હા પડી દીધી.પછી એમ કહેવાય છે કે બીજા લગ્ન કરી લીધા.દીકરીને નવી માં ઘરે આવી.બીજવર પુરુષે એમ કહે છે કે મારી દીકરીનું ધ્યાન એને દીકરાની જેમ મોટી કરી છે.એની માં યાદ આવી નથી.તેનો જન્મતા જ એની માં મરી ગઈ છે.દીકરીનું ધ્યાન રાખજે ..!!!
સમાજના તાણાવાણા મુશ્કેલ છે.હવે તો ધીરે ધીરે માવી માંએ દુઃખ દેવાનું શ્રી કરી દીધું છે.જો કે દીકરી સમજી ગઈ હવે મારે દુઃખ દહાડા આવે છે એને સહન કરવાનું છે કાઈ વાંધો નહિ.નવી માંનું દુઃખ સહન કરીને દીકરી બાપને ભાત આપવા ખેતરે જાય ત્યારે કોઈ જોઈ નહિ એમ ખૂણે બેસીને બે આંસુડા પડી લે છે.છાનું છાનું રોઈ લે છે.ખેતરના સેઢે બેસીને માંને યાદ કરીને રૂદન કરે છે.તેના પિતાને ખબર ન પડે એ રીતે જન્મ આપનારી માતાને યાદ કરી કરીને મનમાં અને મનમાં કહે છે કે હે માં મને તારી છાયા ન મળી.મને તારી હૂફ ન મળી અને મને તારું હેત ન મળ્યું.પિતાને ખબર ન હતી કે દીકરીને નવી માંએ દુઃખ આપવાનું ચાલુ હતું.
જો કે નવી માંને એક દીકરાનો જન્મ થયો.નવીમાં સ્વાર્થ વધતો જાય છે .દીકરીને વાંક લેવાનો નવી માં તમામ પ્રયત્ન મારે અને બાપને નવી માં કહે ત્યારે દીકરીને ખીજવાઈ જાય.દીકરી મુંગા મોઢે ખુબ જ સહન કરે છે.આખરે નવી માંએ પોતાના ધણી કહે છે કે હવે બહુ થઇ ગયું કે આ ઘરમાં ક્યાં દીકરી હોય તો હું નહિ .એને એ દીકરી જુવાનજોધ થઇ છે એને પરણાવી દો ..!!! દીકરીના મનમાં મારા ભાગ્યમાં સુખ નથી .ભલે મારા દુઃખ આવે પણ મારા આંગણા મારો ભાઈ રમે છે .કાલે સવારે દીકરો મોટો થઈને બાપની સેવા કરશે .એ આશામાંને આશામાં જે દુઃખ પડે તેને સહન કરેછે.ક્યારેક ક્યારેકનવી માં દ્વારા દુઃખની વાત બાપને ખબર પડે એટલે દીકરી પોતાના માથે લઇ લે છે.પિતાને એમ કહે કે એ તો મારો વાંક હતો બાપુજી મારી માનો વાંક ન હતો .હવે કોઈ દિવસ ભૂલ નહિ કરું આવી વાતો કરીને પિતાને પીગળાવી દે છે .
 કહેવાય છે કે દીકરીની ઉમર થતા પિતાજીએ આ દીકરીનું સારું ઠેકાણું શોધતા હતા.સારું સંસ્કારી કુંટુંબ મળી જાય તો દીકરીના હાથ પીળા કરી દઉં .!!આવી અભિલાષા હતી .કારણ કે અવાર નવાર નવી માં દીકરીને કહે કે આ ઘરમાં ક્યાં તું નહિ ક્યાં હું નહિ ..!!!સારું કુટુંબ મળતા દીકરીનો સબંધ બંધાયો .દીકરીનો લગ્ન લેવાતા આસોપાલવના તોરણ બાંધ્યા .મહેમાનો આવ્યા લગ્નગીત ગવાયા .લગ્નનો માહોલ એવો હતો કે ઢોલના ધબકારે અને શરણાઈના સૂરોથી સૌ ને લયબદ્ધ કરી દીધા .પાદરે જાન આવી ગઈ. લગ્નમાં દીકરીના હૃદયમાં એક યુદ્ધ શરુ થાય છે.હવે તો મારા બાપનું આંગણું છોડવું પડશે. કાળજું ફફડાટ કરે છે ઢોલ વાગે એટલે હૈયું ધબકતું હોય .બહેનપણી દીકરીને બાવડું પકડીને ગણેશસ્થાપનથી મંડપ લઇ આવે છે .દીકરીને મંડપ આવી ત્યારે બાપે જોઈ .દરેક બાપ દીકરીને મંડપમાં જોઈ એટલે અવસ્થા વધી જાય .ઉમરમાં વધારો થઇ જાય .ચાર ફેરા ફર્યા બાદ વિદાયનો અવસર આવ્યો દીકરીની વિદાય ભલભલા બાપને હલાવી નાખે છે .આમ તો વિદાયનું વર્ણન કોણ કરી શકે .જે બાપના આંગણામાં બાળપણ વિતાવ્યું હોય એ આજે ધુમટો તાણીને વિદાય લે છે.દીકરીની વિદાયવેળા ભાંગીને ભુક્કો થઇ ગયો .દીકરીના બાપે લગ્ન વેળા પાઘડી જાનવાળાની સામે ઉતારીને કહે છે મારી દીકરીનું ધ્યાન રાખજો .આંખમાંથી આંસુઓ નીકળે છે.વિદાયવેળા દીકરીને પોતાના પિતાએ એવી શિખામણ આપી કે સાસુ-સસરાને માવતર માનજો ,જેઠ -જેઠાણીનું કહેલું કરજો જેમાં આ શિખામણમાં એક શબ્દ એવો અદભુત છે કે પતિને પરમેશ્વર માનીને જીવજો.કરીયાવારની ભૂખી સાસુએ મેણા ટોણા મારવા માંડ્યા.નવી માંનું દુઃખ પૂરું થયું અને સાસુનું દુઃખ શરુ થયું.ચાર દીવાલોમાં જીવવું છે .ક્યાં રોવું ..!! રડવાના ઠેકાણા નથી આ બાજુ દીકરીનો બાપ યાદ કરીને આંસુ પાડે છે.ક્યારેક એવા સમાચાર આવે છે કે તમારી દીકરી બહુ દુઃખી છે .પિતાને દુઃખ થાય શું કરે ..!!
      એક દિવસ પિતા બીમાર થયા.સમય સમયનું કામ કરે છે.દીકરો મોટો થયો તેના લગ્ન લેવાયા હતા.બીમાર પિતાને કહ્યું કે બહેન તેડી લઉં .એમ કહીને બહેન લેવા માટે જાય છે .પોતાના ભાઈને જોયા બાદ હરખમાં આવી ગઈ હતી કે ચલ બહેન તને લેવા માટે આવ્યો છું .પોતાની સંસ્કારી બહેને કહ્યું કે મારી સાસુને પણ આવવાનું પહેલા કહી દે .સાસુને જણાવતા તેઓ પણ લગ્નમાં આવવા સંમત થયા.
લગ્ન માટે બહેન અને તેની સાસુ અને ભાઈ જવા માટે નીકળ્યા હતા.લગ્ન પુરા થયા બાદ બીમાર પિતા પોતાની દીકરીને જોઇને ત્રુટક ત્રુટક કહ્યું કે બેટા તે તો મારું આંગણું ઉજળું કર્યું.આ ઘટનામાં દુઃખનો એક શબ્દ દીકરી કહ્યો નહિ .આ બનાવમાં સાસુએ પિતા-દીકરીનો પ્રેમ જોયા બાદ એક તબક્કે દહેજનો દાગ ઓગળી ગયો.સાસુને પસ્તાવો થયો.સાસુએ દીકરીના બાપ સામે ખોળો પાથરીને કહ્યું કે ભાઈ,તમારી દીકરીને કઈ કહેવાયું હોય તો મને માફ કરી દેજો .તમારી દીકરી મારા પુત્રની વહુ નહિ પણ હવે મારી દીકરી છે .તેને દીકરી કરતા સવાઈ રાખીશ .!!!
આ ઘટના બનતા બાપના આંખમાં આંસુ આવી ગયા। તેમણે મારી દીકરી સુખમાં છે .મને સંતોષ થઇ ગયો ..!!!!!!

દીકરાના લગ્ન હરખના પ્રસંગમાં "માતા" અને "બા" ની આંખ ભીની થઇ..!!


   દીકરાના લગ્નનો પ્રસંગ હોય એટલે સૌને આનંદ હોય. પરંતુ એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું નવલોહિયા દીકરાના હરખના પ્રસંગે તેની "માતા" અને "બા" ની આંખો ભીની હતી.કારણ કે એકનો એક જુવાનજોધ દીકરાના લગ્ન પ્રસંગે તેના પિતા અને વ્હાલસોયા દાદા આજે હયાત નથી.તેની યાદમાં આંખના ખૂણા ભીના થયા વગર ન રહે. 

   છેલ્લા ત્રણ વર્ષ વર્ષ પર કોઈ ઓળખ આપ્યા વગર મારા ફેસબુક બે શબ્દો લખવા પડ્યા.આજે દુઃખના દિવસો દૂર થયા બાદ સુખ તરફના પગલાં માંડતા કંઈક સૌ માટે આ કિસ્સો જણાવવું જોઈએ.સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું રાજપૂત સમાજનું એક નાનકડું ગામની આ ઘટના છે.લગભગ બે દાયકાથી વધુના સમયે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક પરિવારે પોતાની દીકરી મોટી થઇ ત્યારે હાથ પીળા કરવાની વડીલોની ઈચ્છા થઇ.પોતાના જમાઈ હોંશિયાર અને મપોતાનો જમાઈ હોંશિયાર અને મહેનતુ શોધવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં માંગરોળ તાલુકાના આજ નાનકડા ગામે સજ્જન પરિવારનો એકનો એક દુકારા સાથે સગપણ નક્કી થયા બાદ બંને જણા સાત પેઢીના સંબંધો બાંધી દીધા.એ સમયે આ દંપતીએ એકમેકના થઈને જીવન જીવવાની શરૂઆત કરી.આ પરિવારમાં નવવધૂ ગર્ભવતી હોવાના સારા સમાચાર મળતા હોય ત્યારે તેના પિતાને આનંદ કંઈક હોય અને એ વાત છોડો તો પોતાના દાદાને પૌત્રનો હરખ માતો ન હતો. પૌત્ર આવે એટલે જાણે ઘરમાં વ્યાજ આવ્યું હોય એમ લાગતું હતું.આખો પરિવાર ખુશીમાં ફેરવાઈ ગયો.

       સુખના એ સમયના દિવસો વચ્ચે જાણે કુદરતે દુઃખ તરફ ધકેલી દેવામાં કંઈ બાકી ન રાખ્યું.લગ્નના માંડ  છએક મહિનામાં જે ઘરેથી પરણાવેલી દીકરી ના ઘરે આઘાતજનક ઘટના બનતા સૌ રૂંવાટા ઉભા કરી દીધા. છ મહિના પહેલા લગ્ન કર્યા બાદ દીકરીના જીવનસાથી (પતિદેવ) બનાવ એવો હતો કે માંડ છ માસ પહેલા લગ્ન કરેલા સજ્જન વ્યકિતે રોડ પર ટુ-વ્હીલર લઈને જતા એકાએક અકસ્માત થતા નાનીવયે તેમનું મોત થતા પરિવારજનોના ઘરે જાણે આભ તૂટી પડ્યો.કરૂણ ઘટના બન્યા બાદ હમણાં લગ્ન કરીને આવેલી દીકરીની હાલત શું હોઈ શકે...!! એક બાજુ પતિના અવસાનની દુઃખદ ઘટના અને બીજીબાજુ નવા સંતાનનું સુખ ના દિવસો છે.સાસુ અને સસરા ઘટના બન્યા બાદ નાની ઉંમરે  વિધવા બનેલી પુત્રવધુ જોઈને એક દિવસ તેમના પિયરિયાંને એકાંતમાં કહું કે બનવાકાળ બની ગયું પણ આજે પોરીને (પુત્રવધુ)ને કોઈ સારી જગ્યા મળે તો પરણાવી દો તો સારું...!!

   પિયરના એક વડીલે એ દીકરીને  બહુ જ હિંમતપૂર્વક જઈને કહું  કે બેટા..જે બનવાનું હતું તે બની ગયું આવી અનહોનીને કોણ રોકી શકે.તારે આખી જિંદગી કાઢવાની છે.અમારી ઈચ્છા છે કે તું બીજા લગ્ન કરી લે તો સારૂ.!! સમજદાર દીકરી પહેલા એવું મનોમન વિચાર્યું કે ભલે કુદરતે દુઃખ આપ્યું હોય પણ સાથે અવતરવાના સંતાનનું સુખ તો આપ્યું છે.પતિનું સુખ ભલે ના મળ્યું પણ પોતાના સંતાનનું સુખ તો મળશેને .!!તેમણે ઘરના વડીલને  સાફ શબ્દોમાં કહ્યું કે કદાચ મારે આવા દિવસો જોવાના હશે.હું ધારો કે બીજા લગ્ન કરી લઉં તો ત્યાં પણ કદાચ આવા દિવસો ફરીથી જોવાનો વારો આવે તો શું કરી કરાય.એટલે મને સંતાન આવશે તે જોઇને સુખી થઈશ.બીજા લગ્ન કરવાનો સાફ શબ્દોમાં અસ્વીકાર કર્યો.દિવસો જતા વાત નથી લગતી આને બે દાયકાથી વધારે સમય થઇ ગયો અને લગભગ બે-ત્રણ વર્ષ પહેલા જ સસરા જુવાનજોધ દીકરાની જાન જોયા વગર અવસાન થઇ ગયું.

     એકનો એક પુત્ર જુવાનજોધ થઇ ગયો છે.અને હાલમાં સોહામણો અને જુવાનજોધ ૨૩ વર્ષનો દીકરાના લગ્ન પ્રસંગે તેની "માતા" અને "બા" ઘરના બે મોભની યાદમાં આંખ ભીની થઇ જાય.પ્રસંગ આનંદ અને ઉલ્લાસનો હોય પણ બે દાયકામાં ઘરમાં મુખ્ય બે જણા અચૂક ગેરહાજરી યાદ કરીને જોનારા માટે સંવેદનશીલ અને કરૂણ પ્રસંગ બની જાય છે.આ અગાઉ પણ સમગ્ર ઘટના જાણ્યા બાદ આજે પણ એ ગામમાં  બીજાના ઘરે સામાજિક સ્તરે જવાનું હોય ત્યારે પહેલા આઘાતમાંથી બહાર આવીને આખા સમાજ માટે પ્રેરણાદાયી ઘટના ઉભી કરનાર ના પરિવારના ઘરે નમન કરવા અચૂક જાઉં છું...!!!!

બેટા લાખ તારા છે અને પાંચ તારા બાપના છે.એ લેતી જા:- દીકરીને પિતાની લાગણીસભર શબ્દો

   છેલ્લે દીકરીને વિદાય વેળાએ બાપ મળવા જાયને એ ચિત્ર કોઈ જોઈ ન શકે સાહેબ...!!! એ તો જેણે વળાવી હોય એને ખબર પડે. આ શબ્દો ગુજરાતના અદના લોકકલાકાર માયાભાઇ આહીરના હતા.
     પૂ.મોરારીબાપુની હાજરી હોય અને માયાભાઇ આહીર ડાયરો હોય ત્યારે તેમણે કરૂણ અને ગરવા ગુજરાતનો એક પ્રસંગ કહ્યો  કે દીકરી પાત્ર કેવું હોય અને દીકરી ની પ્રત્યે બાપ પ્રેમ કેટલો હોય તેનો એક તેમને યાદ આવ્યો ત્યારે કહ્યું કે ભુજ એરપોર્ટ ઉપર અમેરિકાની એક દંપતી આવી.ભુજ એરપોર્ટ ઉપરથી પતિ-પત્ની કચ્છ ના ગામડા ખૂંદતી ખૂંદતી ગાડી કચ્છના રોડ પર જતી હતી.
      અને આગળ એક ગામ આવતું હતું એટલે અમેરિકન બહેને કહ્યું કે એના પતિને  કહેતી હતી કે "સાંભળો છો."અમેરિકા ગયા પછી આજ પહેલીવાર આવ્યા છીએ ભારતમાં..!!હું મારા બાપુજીને મળી નથી તો રસ્તામાં જ ગામ આવે છે.ચાલોને પાંચ મિનિટ ઉભા રહીશું.મારા બાપુજીને મળી લઈએ.
       આ એક ભારતની દીકરી બોલે છે. તેનો પતિદેવ કહે કે ના,આપણે વળતી સાતની ફ્લાઈટમાં પરત ફરવાનું છે.આપણી પાસે ટાઈમ નથી.દીકરી કગરે છે.ખાલી પાણી પી લેશું અને મોઢું ધોઈ લેશું અને રોડને કાંઠે તો ગામ આવે છે...!!
     ભાડે કરેલી ટેક્સીનો ડ્રાયવર કહે કે  દીકરી બહુ કગરી તેને ખબર પડી કે આ દીકરી કચ્છની છે.એ નાતે પેલા ભાઈને સમજાવ્યા કે ભાઈ આ બહેન કચ્છના તો હુંએ કચ્છનો એ નાતે એ મારા બહેન થાય...!!રસ્તામાં ગામ છે હું થોડી ગાડી રસ્તે વધારે ચલાવી લઈશ.તમારે ન જવું હોય તો હું તમને ગાડીમાં ઠંડુ પીવડાવીશ.તમે ગાડીમાં બેસજો અને મારા બહેનને પાંચ મિનિટ જવા દયોને..!! અંતે એ માની ગયા .
       ગામ આવતા ગાડી ઉભી રાખી અને દીકરી ગાડીમાંથી નીચે ઉતરી અને કચ્છની ધરતીમાં જે પગ મુક્યો અને ધરતીની ધૂળ અડીને અમેરિકાની સમૃદ્ધિ ભૂલી ગઈ,દીકરીને પોતાનું બાળપણ મળ્યું યાદ આવવા,આજ શેરીમાં ડોલતી બહેનપણી સાથે,દીકરી દોડતી દોડતી બાપના ઘરે આવે,તેમના ઘરને તાળું વાગેલું હતું.અડોશ-પડોશ ને ડેડી કે પપ્પા ભૂલી ગઈ,દીકરી બોલી કે મારા બાપુજી ક્યાં ગયા.ઘરને તાળું કેમ છે.
     પાડોશીએ કહ્યું કે "બેટા, અમેરિકાથી આવી છો..!!! દીકરીએ જવાબ આપ્યો કે હા,મારા બાપુજીને મળવું છે. પાડોશી એ તો વળતો જવાબ આપ્યો કે અરે બેટા તું ગ્યાં પછી અહીંયા કચ્છની ધરતીમાં સાત સાત વરહથી દુકાળ (દુષ્કાળ) પડેલો છે.અહીંયા બાજુમાં રાહતકામ ચાલે છે.તારા બાપા ચોકડી ખોદવા ગયા છે.ઝાંપામાં તળાવ ખોદાય છે ત્યાં છે...!!!
         કરગળતી દોડતી દીકરીએ જે જગ્યાએ રાહત કામ ચાલતું હતું ત્યાં પહોંચી ગઈ અને બાપને માટીના તગારું ધૂળના પાળા ઉપર નાખવું અને સામે દીકરીને આવતી જોઈને કાલીઘેલી ભાષામાં બાપ કહેવા લાગ્યો કે મારો બાપલિયો આવ્યો, મારો બાપ આવ્યો,મારી દીકરી આવી..!!!! પોતાના બાપને હરખના હેત હતા.બાપ આવીને દીકરીને ભેટી ગયો.હરખ સાથે દીકરી કહેવા લાગી કે બાપુજી અહીં રહીને નીકળ્યા એટલે ખાલી આપણે મળવું હતું.બાપુજીએ જમાઈ આવ્યા હોવાનું પૂછતાં કહેવા લાગી કે હા આવ્યા છેને એને ઉતાવળ છે.
    બાપુજીએ દીકરીને કહ્યું કે આવજો બેટા..!!મારી ચિંતા ન કરતી હો બેટા....!! દીકરીએ બાપના આર્શીવાદ લઈને પાછા ફરતા દાસ ડગલાં જતા બાપુજીએ હાથ કરીને દીકરીને ઉભી રાખી,ધીર ધીરે બસે પાસે આવીને ચોકડી ખોડવામાંથી પાંચ રૂપિયા વધેલા અને પાઘડીના છેડે બાંધેલા હતા.એ પાંચ રૂપિયા દીકરીને આવ્યા લે બેટા પાંચ રૂપિયા લેતી જા, દીકરી બોલી કે બાપુ અમારી પાસે ઘણા રૂપિયા છે.કારણ કે અમેરિકાનો ડોલર અને ક્યાં રિપયા પાંચ..!!!
         માયાભાઇ આહીરે કહ્યું હતું કે તેથી મારા ભારત વર્ષનો બાપ એવું બોલ્યો કે બેટા,લાખ તારા છે અને પાંચ તારા બાપના છે.એ  લેતી જા...!!!

       સમગ્ર પ્રસંગ બાપને દીકરી પ્રત્યે લાગણીના સંભારણા હોય છે.દીકરીને વિદાય વેળા વળાવતા બાપ ઉભો હોય અને એકવાર દીકરી મારી સામે જોઈ લે છેલ્લીવાર દીકરીનું મોઢું જોઈ લઉં.પણ દીકરીને બાપ પ્રત્યેનો લગાવને લઈને એવું માનતી હોય કે મારા બાપુ સામે જોઈ લઉં તો  મારા બાપને છાનો કોણ રાખશે.એટલે દીકરી જોતી નથી.બાપ પણ મનોમન દીકરીને વિચારીને કહે કે મારી સામુ ન જોઈ તો કાંઈ વાંધો નહિ.પણ જે ગામના ઝાંપે આંમલી અને પીપળી રમી જે ઝાડ ઉભા છે એ ડાળીયો તો જો...!! એ ડાળ ઝૂકી ગઈ છે. પરંતુ ગામડાની વાસ્તવિક હકીકત છે કે દીકરી સાસરે જાય ત્યારે પવન ખપી જાય અને ડાળીયો ઝૂકી જાય....!!!!  
     બાપ જાણે ધરતીને પૂછી પૂછીને ડગલાં ભરતો હોય જાવ કે ન જાવ,હું કરૂ...!!વિદાયવેળા હાલી કાઢીને દીકરી જયારે બાપને ડોકે લગાડીને રોટી હોય આજુબાજુના લોકો કહે કે બસ હવે ન રોવાય,આખરે  બાપ ઈકરીને માથે હાથ મૂકીને કહી દે કે બીટા,તું રોઈશ તો તારા બાપના હમ (સમ) છે.જા બેસી જા...!!!!

"આપણું અસ્તિત્વ એજ આપણી ઓળખ"

 કેટલાક લોકોને વિશેષણનો શોખ જબરો હોય,પોતાના નામની આગળ પ્રતિષ્ઠાને લાગતું ઉમેરીને કહેતા હોય ત્યારે તેનો આનંદ માતો નથી.કેટલાક ગામ,શહેર કે ફળિયાનું નામ મુકવાથી જાણે અલાયદું વિશેષણ બની જતું હોય,પોતાના નામની સાથે આવા વિશેષણોની
જાણે તે વ્યક્તિની ઓળખ ઉભી થાય એમ માનતા હોય છે.આવા પ્રશ્નો માટે ક્યારેક એમ થાય કે આ કમનસીબ માનવી જયારે જન્મ લીધો હોય ત્યારે કોઈ વડીલના મોઢામાં એક શબ્દો એવા આવ્યા ન હોય કે આજે વિશેષણો વપરાતા હોય.
     મને પણ મારા પરમ મિત્રએ વાતચીતમાં કહ્યું કે તમે મૂછ રાખોની યાર....!! મને સ્વભાવગત કહ્યું કે મને ટાઈટકંમ્પાર્ટમેન્ટ રહી ન શકાય.પહેલાના મૂછોવાળા અને આજે મૂછો વગરમાં રહેવું સહેલું છે.આજે તો લોકશાહી છે.આખી વાતો સાંભળીને ખુબ જ હસ્યાં.જેનું મૂળ મજબૂત હોય તો ફૂલ ચોક્કસ જ ખીલે,તેના માટે લોકો ઉપમા આપવી નિરર્થક છે.મને મોરારીબાપુની એક વાત ખુબ જ ગમી કે મારા નામની આગળ પરમ પૂજ્ય કે ધર્મ ધુરંધર (ધધૂપપૂ) લખવાની સ્પષ્ટ ના પડી દેતા.તેમનું કહ્યું કે "આપણું અસ્તિત્વ એજ આપણી ઓળખ છે."
           ધર્મમાં કેટલાકના નવા તીલકો,અલગ કંઠી,ભાત ભાતના પહેવેશો એજ તેમની ઉપમા હોઈ શકે, જો કે કોઈની લાગણી દુભાવવાની કોઈ મારી ભૂમિકા ન હોય.કોઈ ઉપમા કે વિશેષણો આપણે જાતે વાપર્યા વગર કોઈના દુઃખમાં હામી બનીને ઉભા રહીએ એજ આપણી સારી વાતો કરશે એજ આપણું વિશેષણ.છેલ્લામાં છેલ્લા માણસને મદદરૂપ થઇએ એ ગરીબ વ્યકિત છુપા આર્શીવાદ આપશે...!!!તેની કોઈ સોશ્યલ મીડિયા કે પ્રસિદ્ધિ ના રસ્તે જરીએ પણ ન હોય તેનો આનંદ કંઈક ઓર હોય.

ચ્હા વેચવાવાળો બાળકની માતાએ એવા સંસ્કારો આપ્યા કે આજે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા

આજે ભારતદેશનાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોવાથી શુભકામના પાઠવું છું. લગભગ બે વર્ષ પુરા થયા બારડોલી સ્વરાજ આશ્રમના ગાંધીયન અને સૌ માટે પ્રેરણાસ્ત્રોત નિરંજનાબેન કલાર્થી અંકલેશ્વરમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા. જીઆઈડીસીની સ્કૂલોમાં ભણતી નવી પેઢીની માતાઓના કાર્યક્રમમાં વિષય હતો કે આદર્શ કુટુંબ દ્વારા આદર્શ સમાજ પાર નિરંજનાબેન બોલવાનું હતું. સંસ્કારીનગરી વડોદરામાં વિનોબાભાવે માતાએ ગર્વથી ઊંચું કરી શકે એવા ત્રણ રત્નો આપ્યા.પુતળીબાઈએ  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ને અને લાડબાએ દેશને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ આપ્યો.આમ તો આદર્શ વાતાવરણ સર્જવા માટે માતા કે સ્ત્રી પાસે કોઈ ડિગ્રી લેવાની ક્યાંયે જરૂરી નથી.અને સ્ત્રીની નૈતિક અને આધ્યાત્મિક કેળવણી વગર આદર્શ રાષ્ટ્રની રચના ન થાય.
           વધુમાં નિરંજનાબેન માતા એ સમયે ઉત્તમ દાખલો આપ્યો કે ગુજરાતના હીરાબા એ નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો કે ભૂતકાળમાં ચ્હા વેચવાવાળો બાળક આજે ભારત દેશના વડા પ્રધાન બની ગયો.હીરાબાએ સારા સંસ્કારો આપીને તેમનું ઘડતર કર્યા બાદ દેશના કલ્યાણ માટે સક્ષમ બની ગયા.
       આદર્શ માતા માટે નિરંજનાબેન નું કહેવું  હતું કે બાળકને મોટું થઈને નકસલવાદ,કાળા બજારિયો કે આંતકવાદી ન બને એવા સંસ્કાર આપજો.બાળકોને નવા જમાના અને સમય સાથે નવું ચોક્કસ શીખવા દો પણ તેમાં સંસ્કાર રેડવું ક્યારેય ભૂલશો નહી.દરેક કુટુંબના મૂળમાં "માં" હોવાથી દરેક સમાજમાં મૂળમાં "આદર્શ કુટુંબ" છે.આમ પણ બાળકોને ખુલ્લું મેદાન આવશ્ય આપવું પણ તેને સંયમ ચોક્કસ શીખવાડવું પડશે.બાળકોમાં સંસ્કારોનું રોપણ કરવામાં આવે તો અને તેનું સિંચન કરવામાં આવશે તો ભવિષ્યમાં એક આદર્શ સમાજ બની શકશે.
     જો કે આજે નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ આ વાત યાદ કરી.
 



(આમ તો હિન્દૂ પરંપરા પ્રમાણે શુભ કાર્યમાં ગણેશજીની પૂજા થાય છે..!!) યોગનુંયોગ વિગ્નહર્તા ગણેશજીના તહેવાર વખતે જ મારા દીકરાનો જન્મદિવસ


આજે મારો દીકરો ચિ.પૃથ્વીરાજનો જન્મ દિવસ છે.તા-૯/૯/૨૦૧૦ના રોજ ચિ.પૃથ્વીરાજનો જન્મ થતાં આજે સમજણો થઇ ગયો છે.અપવાદ એકાદ વખત છોડતા જયારે પણ પૃથ્વીરાજનો જન્મદિવસ આવે એટલે વિગ્નહર્તા ગણેશનો તહેવાર આવે.આ વખતે પણ ગણપતિ દાદાનો તહેવાર છે.આમ તો હિન્દૂ પરંપરા પ્રમાણે શુભ કાર્ય પણ વિગ્નહર્તા ગણપતિ દાદાના પુંજનથી કરતા હોય છે.
    પૃથ્વીરાજ ઉંમરમાં ખુબ જ નાનો પણ આજે પણ "હું" ની જગ્યા એ "તું" ભાવના ખરી.બીજાના માટે કામ કરવાની તૈયારી જોતા પરોપકારી જીવનો ખરો.નાની ઉંમરનો હોવાથી આજે પણ તેના પર મારી નજર જાય છે.પૃથ્વીરાજ (મારા માટે ખ્યાતનામ) અંકલેશ્વરની સંસ્કારદીપ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હોવાથી શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન બખૂબી થઇ રહ્યું છે.ગુજરાતી કહેવાતો પ્રમાણે ઘાટ હોય તો ઘડામણ અવશ્ય થાય.
      આજે પણ મને કેટલાક અઘરા પ્રશ્નો એવા પૂછે તેનો જવાબ આપવો કપરો હોય છે.ત્યારે તેની બુદ્ધિક્ષમતા અને તેના 'આઈક્યુ' જોતા મને આશ્રર્ય થતું હોય છે.ભણવામાં પણ તેની યાદશક્તિ બેનમૂન પણ રમત રમવામાં પણ પાવરધો. પોતાની હાઈસ્કૂલમાં નાના વિધાર્થીને સપોર્ટ કેમ્પસમાં રમવા લઇ ગયા ત્યાં પણ પૃથ્વીરાજ સિલેકટ થયો.આજે પણ આ હાઈસ્કૂલ ટેનિસ બોલ રમવા માટે ટેનિસ કોટમાં લઇ જાય છે.
         આજે પણ પૃથ્વીરાજ માટે જન્મ દિવસ હોય વહેલી સવારે ઉઠીને ન્હાઈ-ધોઈને ઘરે  પહેલા તો મંદિરમાં ખુબ જ કૃતજ્ઞતાથી પગે લાગ્યો.સ્ટાફ અને વડીલોના ચરણસ્પર્શથી શુભ આશિષ લીધા...!!

માતૃત્વનો નિર્દોષભાવ

  માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...